android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Stock Market Closing: શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 1073 પોઇન્ટ ઉછળ્યો
calendar_today May 25, 2026

Stock Market Closing: શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 1073 પોઇન્ટ ઉછળ્યો

બપોરે 3:00 વાગ્યા સુધીમાં, મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી 50 માં 313.80 પોઈન્ટનો વધારો નોંધાયો હતો, જે 1.32 ટકા વધીને 24,032.75 પર પહોંચ્યો હતો. દરમિયાન, સેન્સેક્સ 1,058.51 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો, જે 1.40 ટકાના વધારા સાથે 76,473.86 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.શેરબજારમાં જબરદસ્ત તેજી ભારતીય શેર બજારમાં સોમવારે જબરદસ્ત તેજી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં તેજી સાથે બંધ થયા. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ +1,134.47 (1.50%) પોઇન્ટના વધારા સાથે 76,293 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી +312.40 (1.32%)today પોઇન્ટના વધારા સાથે 24,031 અંકે બંધ થયો.  ટોચના ગેનર્સ નિફ્ટી 50 માં ટોચના લાભકર્તાઓમાં આઇશર મોટર્સ, અદાણી એન્ટરપ્રાઇઝ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સનો સમાવેશ થાય છે. આ શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી હતી, જે ઇન્ડેક્સને ટેકો પૂરો પાડતી હતી. વ્યાપક બજારમાં મજબૂતાઈમિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં પણ તેજીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ લગભગ 0.94 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 1.38 ટકા વધ્યો હતો. ક્ષેત્રીય કામગીરીક્ષેત્રીય કામગીરીની દ્રષ્ટિએ, PSU બેંક ઇન્ડેક્સે સૌથી વધુ મજબૂતી દર્શાવી, જે ટોચના લાભકર્તા તરીકે ઉભરી આવ્યો. વધુમાં, ખાનગી બેંકિંગ, બેંકિંગ અને નાણાકીય સેવાઓ ક્ષેત્રોમાં પણ મજબૂત વધારો જોવા મળ્યો. જોકે, બાકીના બજારની તુલનામાં આરોગ્ય સંભાળ ક્ષેત્રે નબળું પ્રદર્શન કર્યું. અમેરિકા-ઈરાન વાટાઘાટો વચ્ચે આશાઓ વધીઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ઈરાન સાથે વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે વાટાઘાટો ઉતાવળમાં નહીં થાય, કારણ કે સમય અમેરિકાના પક્ષમાં છે. આ નિવેદનથી વૈશ્વિક બજારોમાં નવો આશાવાદ જાગ્યો છે. 

Read Full Story arrow_forward
Child Labour Ban: ઓર્કેસ્ટ્રા અને ડાન્સ ગ્રુપમાં બાળકોના ઉપયોગ પર SCની લાલ આંખ, કેન્દ્ર અને NHRCને નોટિસ
calendar_today May 25, 2026

Child Labour Ban: ઓર્કેસ્ટ્રા અને ડાન્સ ગ્રુપમાં બાળકોના ઉપયોગ પર SCની લાલ આંખ, કેન્દ્ર અને NHRCને નોટિસ

અરજીમાં કહેવાયુ છે કે, આ ક્ષેત્રો સગીર યુવતીઓની સંગઠિત તસ્કરી, બળજબરીથી મજૂરી માટે છુપાયેલા આશ્રયસ્થાનો બન્યા છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ ઓર્કેસ્ટ્રા, ડાન્સ ગ્રુપ, મસાજ પાર્લર અને સ્પામાં બાળકો અને કિશોરોના રોજગાર અને દુરુપયોગને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર, બાળ અધિકાર સંગઠન NCPCR અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને નોટિસ ફટકારી, તેમના જવાબો માંગ્યા છે. નોટિસ ફટકારી માગ્યો જવાબ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વિપુલ એમ. પંચોલીની બનેલી બેન્ચે બાળ અધિકાર જૂથ જસ્ટ રાઈટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ એચ.એસ. ફૂલકાની દલીલો પર વિચાર કર્યો અને કેન્દ્રીય શ્રમ અને કાયદો અને ન્યાય મંત્રાલયોને પણ નોટિસ ફટકારી છે. ફૂલકાએ દલીલ કરી હતી કે, 10 અને 11 વર્ષની નાની છોકરીઓને ઓર્કેસ્ટ્રા અને ડાન્સ બારમાં નોકરી પર રાખવામાં આવી રહી છે. NCPCR-NHRCને પણ નોટિસ પરિસ્થિતિને ગંભીર ગણાવતા, ત્રણ ન્યાયાધીશોની બેન્ચે અરજી પર રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને પણ નોટિસ જારી કરી હતી. અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે, કેન્દ્ર સરકારને બાળ અને કિશોર મજૂરી અધિનિયમ, 1986ની કલમ 4 હેઠળ તેની સત્તાઓનો ઉપયોગ કરવા માટે આદેશ અથવા યોગ્ય નિર્દેશ ફટકારવામાં આવે, જેથી ઓર્કેસ્ટ્રા, નૃત્ય જૂથો, ડાન્સ બાર, નૌટંકી, મસાજ પાર્લર, સ્પા અને સલુન્સ, અથવા આવા કોઈપણ સ્થળે કામ કરતા અથવા પ્રદર્શન કરતા 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને CALPRAના શેડ્યૂલના ભાગ Aમાં સામેલ કરી શકાય. જેનાથી આવા રોજગાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે. બંગાળ અને બિહારમાં વધુ શોષણ અરજીમાં માર્ચ 2025થી મે 2026 દરમિયાન હાથ ધરવામાં આવેલા બચાવ કામગીરીનો ડેટા આપવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ઓર્કેસ્ટ્રા અને નૃત્ય જૂથોમાંથી 212 સગીરોને બચાવી લેવાયા હતા. તેવી જ રીતે, દિલ્હી અને રાજસ્થાનમાં મસાજ પાર્લર અને સ્પામાંથી 12 સગીરોને બચાવી લેવામાં આવ્યા હતા. કેટલાક પીડિતો 12 વર્ષના હતા. વાસ્તવમાં, આમાંના ઘણા સગીરોને 10 હજારથી 50 હજાર સુધીની રકમમાં ઓપરેટરોને વેચી દેવાયા હતા. આ પણ વાંચોઃ US Iran Nuclear Deal થયા બાદ હવે સંપૂર્ણપણે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે જોવાઇ રહી છે રાહ

Read Full Story arrow_forward
Pune : ઓનલાઈન ફોરેક્સ ટ્રેડિંગના નામે મોટો ખેલ, વેપારી પાસે 7 કરોડની થઈ ઠગાઈ
calendar_today May 25, 2026

Pune : ઓનલાઈન ફોરેક્સ ટ્રેડિંગના નામે મોટો ખેલ, વેપારી પાસે 7 કરોડની થઈ ઠગાઈ

પુણેમાં ઓનલાઈન ફોરેક્સ ટ્રેડિંગના નામે 7 કરોડ રૂપિયાથી વધુની સાઈબર ઠગાઈનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. કોંઢવા વિસ્તારમાં રહેતા 53 વર્ષીય વેપારીએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા સાયબર ઠગોએ તેમને ભારે નફાની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરી છે.ટેલિગ્રામ મારફતે વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો પોલીસ તપાસ મુજબ ઓક્ટોબર 2025માં ટેલિગ્રામ મારફતે વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપીઓએ પોતાને ઈન્વેસ્ટમેન્ટ અને ફોરેક્સ ટ્રેડિંગ નિષ્ણાત તરીકે ઓળખાવી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વેપારીને 'PU Prime' નામના ઓનલાઈન પ્લેટફોર્મ પર એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં મોટો નફો મળવાનો વિશ્વાસ અપાયો 10 ઓક્ટોબર 2025થી 4 એપ્રિલ 2026 દરમિયાન વેપારીએ વિવિધ બેન્ક ખાતાઓમાં કુલ 7,07,61,876 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. શરૂઆતમાં મોટો નફો મળવાનો વિશ્વાસ અપાયો હતો, પરંતુ પૈસા પરત માગતા આરોપીઓ બહાના બનાવવા લાગ્યા. ત્યારબાદ વેપારીને સમજાયું કે તેઓ મોટા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. પુણે સાયબર પોલીસે અજાણ્યા આરોપીઓ સામે BNS અને IT Act હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ ટેલિગ્રામ એકાઉન્ટ, બેન્ક ખાતા અને મોબાઈલ નંબરની તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો : UP: સંબંધો શર્મસાર! પત્ની અને સાળીએ પ્રેમીઓ સાથે મળી કરી પતિની ક્રૂર હત્યા

Read Full Story arrow_forward