android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskanthaમાં દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી રદ થતાં ભારે હોબાળો, ચૂંટણી અધિકારી સામે લાગ્યા ગંભીર આક્ષેપ
calendar_today May 25, 2026

Banaskanthaમાં દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી રદ થતાં ભારે હોબાળો, ચૂંટણી અધિકારી સામે લાગ્યા ગંભીર આક્ષેપ

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા અચાનક રદ કરવામાં આવતા સરહદી પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ચૂંટણી રદ થવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ કોંગ્રેસ છાવણીમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો હતો. વાવ-થરાદ વિસ્તારના સાંસદ ગેનીબેન ઠાકોર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો સાથે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે જ જમીન પર બેસીને ધરણા પર ઉતરી ગયા છે, જેને પગલે વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.બહાનું બનાવી ચૂંટણી રદ કરી હોવાનો આક્ષેપ સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સમક્ષ ચૂંટણી અધિકારીની ભૂમિકા અને વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી અધિકારી પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે નિયત સમય કરતાં 1 કલાક જેટલા મોડા આવ્યા હતા. ત્યારબાદ કચેરીની અંદર સભ્યો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેને જ મોટું બહાનું બનાવીને સત્તાવાર પ્રક્રિયા પૂરી કર્યા વિના જ ચૂંટણી અધિકારીએ તાત્કાલિક ધોરણે પ્રમુખ-ઉપપ્રમુખની આખી ચૂંટણી રદ કરવાની જાહેરાત કરી દીધી હતી. ગેનીબેન ઠાકોરે કર્યા આકરા પ્રહાર કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ચૂંટણી અધિકારી પર શાસક પક્ષ સાથે મિલીભગત હોવાના સનસનીખેજ આરોપ લગાવ્યા છે. તેમણે આકરા શબ્દોમાં પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "ચૂંટણી અધિકારી જાણે ભાજપના ગુલામ હોય તેમ વર્તી રહ્યા છે અને તેઓ લોકશાહીનું મર્ડર કરવા માટે જ મેદાનમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે." ગેનીબેને ચીમકી ઉચ્ચારતા વધુમાં કહ્યું કે જ્યાં સુધી તેઓ અધિકારી પાસેથી આખી ચૂંટણી પ્રક્રિયાનું અધિકૃત 'પ્રોસીડિંગ' (લેખિત અહેવાલ) મેળવી નહીં લે, ત્યાં સુધી તેઓ કચેરી છોડશે નહીં અને તેમનો વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News: ઓલિમ્પિક પ્રવાસે ગયેલા DyCM હર્ષ સંઘવીએ સચિવાલય આવેલા અરજદારોને વિદેશથી વર્ચ્યુઅલી સાંભળ્યા
calendar_today May 25, 2026

Gandhinagar News: ઓલિમ્પિક પ્રવાસે ગયેલા DyCM હર્ષ સંઘવીએ સચિવાલય આવેલા અરજદારોને વિદેશથી વર્ચ્યુઅલી સાંભળ્યા

ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી (DyCM) હર્ષ સંઘવીએ પ્રજા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનું એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય રીતે ગાંધીનગર સચિવાલયમાં સોમવાર અને મંગળવારનો દિવસ સમગ્ર રાજ્યમાંથી આવતા મુલાકાતીઓ અને અરજદારોને મળવા માટે ફાળવવામાં આવતો હોય છે. હાલમાં હર્ષ સંઘવી ભવિષ્યની ઓલિમ્પિક ગેમ્સના આયોજનના સંદર્ભે વિદેશ પ્રવાસે છે, તેમ છતાં સચિવાલયે પોતાની રજૂઆત લઈને આવેલા નાગરિકોને ધક્કો ન પડે તે માટે તેમણે ટેકનોલોજીના માધ્યમથી વિદેશથી જ ઓનલાઈન લોકદરબાર યોજ્યો હતો.સત્તાવાર સમયપત્રક જાળવી રાખવા 'X' પર કરી પોસ્ટ આ અનોખી પહેલ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર માહિતી આપતા જણાવ્યું હતું કે, સત્તાવાર સમયપત્રક હોવા છતાં, આજે જાહેર દિવસની વાતચીત દ્વારા નાગરિકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલો છું, જેથી લોકોની ચિંતાઓ સાંભળવામાં આવે અને પ્રતિબદ્ધતા તેમજ જવાબદારી સાથે તેનું નિરાકરણ કરવામાં આવે. જ્યોર્જિયામાં ગુમ થયેલા અમદાવાદના વિદ્યાર્થી ધ્વનિતના માતા-પિતાએ કરી રજૂઆત આ ઓનલાઈન લોકદરબારમાં અમદાવાદનો એક અત્યંત સંવેદનશીલ મામલો પણ સામે આવ્યો હતો. અમદાવાદનો વિદ્યાર્થી ધ્વનિત જ્યોર્જિયા દેશમાં MBBS ના અભ્યાસ માટે ગયો હતો, જે છેલ્લા 12 દિવસથી રહસ્યમય રીતે ગુમ છે. દીકરાના કોઈ સગડ ન મળતા ચિંતાતુર બનેલા ધ્વનિતના માતા-પિતા ન્યાય અને મદદની ગુહાર લગાવવા ગાંધીનગર નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયે પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદેશથી જ ઓનલાઈન માધ્યમ દ્વારા ધ્વનિતના માતા-પિતા સાથે સીધી વાતચીત કરી હતી અને તેમની રજૂઆત અત્યંત ગંભીરતાપૂર્વક સાંભળી હતી. સંઘવીએ આ બાબતે રાજ્ય સરકાર અને વિદેશ મંત્રાલયના માધ્યમથી જરૂરી તમામ વહીવટી અને રાજદ્વારી મદદ કરવાની તેમજ દીકરાની વહેલી તકે શોધખોળ કરવા માટે સંપૂર્ણ હૈયાધારણ આપી હતી. નાયબ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ પણ જોડાયા ગાંધીનગર સચિવાલય ખાતે આવેલી નાયબ મુખ્યમંત્રીની કચેરીમાં મુલાકાતીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સ દરમિયાન DyCM કાર્યાલયના સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ હાજર રહ્યા હતા. અધિકારીઓએ અરજદારોની રજૂઆતો સાંભળીને સાથે જ નાયબ મુખ્યમંત્રીને સમગ્ર કેસ અંગે બ્રીફિંગ (માહિતી) પણ આપ્યું હતું. અરજદારોનો ધક્કો વસૂલ થયો, તંત્રની કામગીરી બિરદાવી દૂર-દૂરના જિલ્લાઓમાંથી ગાંધીનગર સચિવાલય ખાતે પોતાની આશા લઈને આવેલા સામાન્ય નાગરિકો નાયબ મુખ્યમંત્રીને હાજર ન જોઈને પહેલા ચિંતિત થયા હતા, પરંતુ હર્ષ સંઘવીએ વિદેશથી જ સ્ક્રીન પર લાઈવ આવીને તેમની સમસ્યાઓ શાંતિપૂર્વક સાંભળતા અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મુલાકાતીઓએ મંત્રીની આ સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વકના અભિગમને મુક્તકંઠે બિરદાવ્યો હતો. ટેકનોલોજીના આ સકારાત્મક ઉપયોગથી વહીવટી તંત્રની ગતિશીલતા સાબિત થઈ છે. આ પણ વાંચો - Surat News: હર્ષ સંઘવીની ટકોર, ‘બાળકો મોબાઈલમાં વ્યસ્ત હોય તો ચેતજો’

Read Full Story arrow_forward
Surat News: ઓનલાઈન વરલી મટકા જુગારનો પર્દાફાશ, લાખોના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
calendar_today May 25, 2026

Surat News: ઓનલાઈન વરલી મટકા જુગારનો પર્દાફાશ, લાખોના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

સુરત શહેરમાં ઓનલાઈન જુગાર અને સટ્ટાખોરી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે ઓનલાઈન વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમને હાઈટેક ગેજેટ્સ સાથે ઝડપી લેવામાં મોટી સફળતા મેળવી છે. ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ચાલતા આ સટ્ટાના નેટવર્ક પર પોલીસે ત્રાટકીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.શ્રીકૃષ્ણ બાલાસાહેબ બડે નામના આરોપીની ધરપકડ ઇચ્છાપોર પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં ઓનલાઈન વરલી મટકાના જુગારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચોક્કસ લિંક મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરીને શ્રીકૃષ્ણ બાલાસાહેબ બડે નામના ઈસમને રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપી ઓનલાઈન સેટઅપ ગોઠવીને ગ્રાહકો પાસેથી આંકડાઓ લખતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. લેપટોપ, મોબાઈલ અને હિસાબી ડાયરીઓ સહિત રૂ. 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે રેડ દરમિયાન આરોપી પાસેથી હાઈટેક જુગાર રમાડવા માટે વપરાતા સાધનો કબજે કર્યા છે, જેમાં 2 નંગ મોંઘા સ્માર્ટફોન, 2 નંગ આધુનિક લેપટોપ અને 3 નંગ હિસાબી ડાયરીઓ (જેમાં જુગારના આંકડા અને લેતી-દેતીની વિગતો છે) સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે આ તમામ ડિજિટલ ગેજેટ્સ અને અન્ય સામગ્રી મળીને મુદ્દામાલની કિંમત કુલ રૂપિયા 3.40 લાખ થાય છે. હિસાબી ડાયરીઓમાંથી અનેક મોટા ગ્રાહકો અને એજન્ટોના નામ ખૂલે તેવી શક્યતા સેવાઈ રહી છે. કયા ઓનલાઈન પ્લેટફોર્મનો થતો હતો ઉપયોગ? પોલીસે તપાસ તેજ કરી આરોપી શ્રીકૃષ્ણ બડે વરલી મટકાના નેટવર્ક માટે કઈ ચોક્કસ વેબસાઈટ, એપ્લિકેશન કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતો હતો અને આ રેકેટના તાર અન્ય કયા શહેરો સાથે જોડાયેલા છે, તે દિશામાં ઇચ્છાપોર પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પોલીસ આરોપીના લેપટોપ અને મોબાઈલ ફોનના ડેટા રિકવર કરવા માટે સાયબર સેલની પણ મદદ લઈ શકે છે. આ પણ વાંચો - Surat: સિગારેટના ધુમાડામાં મિત્રતા થઈ વેરવિખેર, હત્યા કેસમાં બાળ કિશોર સહિત બે આરોપીઓની ધરપકડ

Read Full Story arrow_forward