calendar_today
May 25, 2026
Heatwave in Ahmedabad: 5 દિવસ માટે AMCનું યલો એલર્ટ, 45 વિસ્તારો 'હોટસ્પોટ' જાહેર
ગુજરાતમાં ઉનાળો હવે આકરો બની રહ્યો છે, ત્યારે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ કાળઝાળ ગરમીને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે સમગ્ર શહેરમાં ગરમીનું 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે.શહેરના 45 વિસ્તારો 'હોટસ્પોટ' તરીકે ચિહ્નિત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન અંતર્ગત શહેરમાં ગરમીના પ્રકોપની વધુ અસર ધરાવતા 45 જેટલા વિસ્તારોને 'હોટસ્પોટ' તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ એવા વિસ્તારો છે, જ્યાં કોંક્રિટનું પ્રમાણ વધુ છે અથવા ગીચ વસ્તીના કારણે હીટ આઇલેન્ડ ઇફેક્ટ સર્જાય છે અને તાપમાન સામાન્ય કરતાં વધુ અનુભવાય છે. તંત્ર દ્વારા આ વિસ્તારોમાં વિશેષ મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.
નાગરિકો માટે AMCની હેલ્થ એડવાઇઝરી
ગરમી અને લૂના કારણે નાગરિકો બીમાર ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ સાવચેતી રાખવા માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
બપોરે બહાર નીકળવાનું ટાળો: ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન બિનજરૂરી કામ વગર બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.
હાઇડ્રેટેડ રહો: નાગરિકોને પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી, ઓઆરએસ (ORS), છાશ અને નાળિયેર પાણી જેવા પ્રવાહી પદાર્થો પીતા રહેવા સલાહ અપાઈ છે.
પોશાક: બહાર જતી વખતે આછા રંગના, ઢીલા સુતરાઉ કપડાં પહેરવા તેમજ માથું ઢાંકવા માટે છત્રી, ટોપી અથવા સ્કાર્ફનો ઉપયોગ કરવો.
વિશેષ કાળજી: નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓની તબિયત અંગે વિશેષ તકેદારી રાખવા જણાવાયું છે.
અમદાવાદ શહેરમાં ગરમીના કારણે ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે અર્બન હેલ્થ સેન્ટરો અને સિવિલ હોસ્પિટલોને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.હોટસ્પોટ વિસ્તારોની યાદીદક્ષિણ ઝોન (લાંભા, વટવા, મણિનગર, બહેરામપુરા વોર્ડ)એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે, લાંભાજિંદલ વર્લ્ડવાઇડ લિ. ફેક્ટરી, પીપળજવિશ્વભારતી સ્કૂલ નજીક, લાંભાએસ.પી. રિંગ રોડ (કમૌડ)ગ્યાસપુર બસ સ્ટોપ પાસેઆકાશ ફેશન પ્રિન્ટ્સ નજીક, શાહવાડીનારોલ ફ્લાયઓવર પાસે (SE)એસ.પી. રિંગ રોડ (કાર્ગો મોટર્સ) બસ સ્ટોપ પાસે400KV પીરાણા સબસ્ટેશન પાસે, લાંભાસબ રજીસ્ટ્રાર ઓફિસ નજીક, અસલાલી, વટવાJBR ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક, નારોલ ગામઅસલાલી સર્કલ નજીક, લાંભાજૂના ઓક્ટ્રોય નાકા, છીપાકુવા બસ સ્ટોપ પાસેવટવા રિંગ રોડ નજીકખારી કેનલ બસ સ્ટોપ પાસે, વટવાકાંકરિયા ગુડ્સ યાર્ડ વિસ્તાર (મણિનગર વોર્ડ)ચંડોળા લેક પાસે (બહેરામપુરા વોર્ડ)પીરાણા લેન્ડફિલ સાઇટ (બહેરામપુરા વોર્ડ)પૂર્વ ઝોન (રામોલ હાથીજણ, વસ્ત્રાલ, ઓઢવ વોર્ડ)અમદાવાદ ટોલ પ્લાઝા NE1, વટવા GIDCવટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, નારોલ-વટવા રોડવટવા GIDC રોડસેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે, રામોલવટવા રેલવે સ્ટેશન પાસેડી-માર્ટ નજીક, રામોલ રિંગ રોડશ્રી હરી દર્શન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વટવારામોલ પોલીસ સ્ટેશન નજીક (650 મીટર N)સદગુરુ કબીર સાહેબ મંદિર નજીક, મહેમદપુર (વસ્ત્રાલ વોર્ડ)વસ્ત્રાલ પ્રાઇમરી સ્કૂલ પાસેઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારSBI બ્રાન્ચ GMSAV પાસે, ઓઢવઉત્તર ઝોન (નરોડા, ઇન્ડિયા કોલોની, કુબેરનગર, મક્તમપુરા વોર્ડ)રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નજીક, નરોડાલક્ષ્મી સ્કાય સિટી પાસેITI - ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પાસે, નરોડાદેહગામ સર્કલ નજીક, અમદાવાદ-ઉદયપુર હાઇવેડી-માર્ટ નજીક, બાપુનગર (ઇન્ડિયા કોલોની વોર્ડ)સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ વિસ્તાર (કુબેરનગર વોર્ડ)બાદરાબાદ (મક્તમપુરા વોર્ડ)દક્ષિણ પશ્ચિમ ઝોન (સરખેજ વોર્ડ)લક્ષ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, શાંતિપુરાએલ.જે. સર્કલ પાસે, મકરબાનારાયણ બિઝનેસ સ્કૂલ પાસેઉત્તર પશ્ચિમ ઝોન (ગોતા, બોડકદેવ, thaltej વોર્ડ)લાલજી મહેરોત્રા લાયન્સ સ્કૂલ પાસે, ઓગણજ (ગોતા વોર્ડ)એસ.પી. રિંગ રોડ, ઓગણજ સર્કલ પાસે (ગોતા વોર્ડ)ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર (બોડકદેવ વોર્ડ)સાત્વિક હિલ AMTS બસ સ્ટોપ નજીક (થલતેજ વોર્ડ)NFD સર્કલ નજીક (થલતેજ વોર્ડ)
આ પણ વાંચો - Ahmedabad: ગોતામાં લાખોના ખર્ચે બનેલો નવો કોમ્યુનિટી હોલ ઉદ્ઘાટન વગર ખાલી પડ્યો, શરૂ થતા પહેલા જ ગંદકીના ઢગલા
Read Full Story
arrow_forward