android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
આજે જ છોડી દો આ વસ્તુઓ ખાવાની, Pimples-Acne નહી થાય
calendar_today May 25, 2026

આજે જ છોડી દો આ વસ્તુઓ ખાવાની, Pimples-Acne નહી થાય

આહારની ભૂલો ફક્ત આપણા શરીર પર જ નહીં, પણ આપણી ત્વચા પર પણ તેની અસર દર્શાવે છે. ચહેરા પર ખીલ અથવા ખીલના સતત ફાટી નીકળવા માટે જાણીતા ઘણા ખોરાક છે. નિષ્ણાતો સૂચવે છે કે જો તમારી પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય ન કરે, તો તમારી ત્વચા પણ તેની ચમક ગુમાવવાનું શરૂ કરશે અને નિસ્તેજ દેખાશે.

Read Full Story arrow_forward
Amit Shah સરહદી વિસ્તારોનો કરશે પ્રવાસ, સુરક્ષા રણનીતિ પર રહેશે ફોક્સ
calendar_today May 25, 2026

Amit Shah સરહદી વિસ્તારોનો કરશે પ્રવાસ, સુરક્ષા રણનીતિ પર રહેશે ફોક્સ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં દેશના સરહદી વિસ્તારોના મહત્વપૂર્ણ પ્રવાસે જશે. દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને સરહદી વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરવા માટે તેમનો આ પ્રવાસ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ગૃહમંત્રી 25 મેની રાત્રે બિકાનેર પહોંચશે અને ત્યારબાદ સવારે BSFની સાંચૂ બોર્ડર ચોકીની મુલાકાત લેશે.બીકાનેરમાં સરહદી સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે અહીં તેઓ સુરક્ષા જવાનો સાથે સંવાદ કરશે તેમજ જવાનો માટેની કલ્યાણકારી યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે બીકાનેરમાં સરહદી સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. આ બેઠકમાં ગૃહ મંત્રાલય, રાજસ્થાન સરકાર, BSFના અધિકારીઓ તેમજ પાંચ સરહદી જિલ્લાઓના જિલ્લા અધિકારીઓ અને પોલીસ અધિક્ષકો હાજર રહેશે. બેઠકમાં સરહદી સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવશે. સરહદને અભેદ્ય બનાવવાની તૈયારી આ ઉપરાંત 29 મેના રોજ ગૃહમંત્રી ભુજની મુલાકાત લેશે. અહીં તેઓ BSFની સરહદી ચોકીની મુલાકાત સાથે હરામી નાળા વિસ્તારનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ 5 જૂને ત્રિપુરા અને 15 જૂન આસપાસ પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોની મુલાકાત લેવાની યોજના છે. બીકાનેર પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી પાકિસ્તાન સરહદ પર હાઈબ્રિડ યુદ્ધ અને ડ્રોન હુમલાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ‘સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ’ અને નવી સુરક્ષા વ્યૂહરચના અંગે ચર્ચા કરશે. આ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન, રડાર, આધુનિક કેમેરા અને અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સરહદને વધુ સુરક્ષિત અને અભેદ્ય બનાવવાની તૈયારી કરવામાં આવશે. આ પણ વાંચો : Gulmarg Cable Car Stuck: ટેકનિકલ ખામી સર્જાતા કેબલ કાર હવામાં ઠપ્પ, 300 પ્રવાસી ફસાયા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  અમદાવાદના વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થવા મુદ્દે પરિવારની નાયબ મુખ્યમંત્રીને રજૂઆત
calendar_today May 25, 2026

Gujarat Latest News Live : અમદાવાદના વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થવા મુદ્દે પરિવારની નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 25 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward