android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
EDની કાર્યવાહી, હીરા ગ્રુપ કૌભાંડની મુખ્ય સૂત્રધાર નૌહિરા શેખની ગુરુગ્રામથી ધરપકડ
calendar_today May 25, 2026

EDની કાર્યવાહી, હીરા ગ્રુપ કૌભાંડની મુખ્ય સૂત્રધાર નૌહિરા શેખની ગુરુગ્રામથી ધરપકડ

દેશભરમાં ચકચાર જગાવનારા અને હજારો લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનારા હીરા ગ્રુપ મહાકૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ને એક બહુ મોટી સફળતા મળી છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ આ મલ્ટી-કરોડ કૌભાંડના મુખ્ય આરોપી નૌહિરા શેખની હરિયાણાના ગુરુગ્રામથી ધરપકડ કરી લીધી છે. નૌહિરા શેખ પર દેશભરના રોકાણકારો સાથે અંદાજે રૂપિયા 3 હજાર કરોડથી વધુની છેતરપિંડી અને મની લોન્ડરિંગ કરવાનો ગંભીર આરોપ છે.દેશના અનેક રાજ્યોમાં ગુનાઓ તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, નૌહિરા શેખે પોતાની પોન્ઝી સ્કીમો દ્વારા દેશના આશરે ૧.૭૨ લાખથી વધુ માસૂમ રોકાણકારોને પોતાનો શિકાર બનાવ્યા હતા. ગ્રાહકોને આકર્ષવા માટે કંપની દ્વારા વાર્ષિક ૩૬ ટકા જેટલું તોતિંગ રિટર્ન (વ્યાજ) આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ મામલે તેલંગાણા, આંધ્રપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં ગુનાઓ નોંધાયા હતા. આ ગંભીર નાણાકીય ગેરરીતિ બદલ EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. ઇડીએ દરોડો પાડીને તેને દબોચી લીધી ચોંકાવનારી વિગત એ છે કે, સુપ્રીમ કોર્ટે પણ નૌહિરા શેખને આત્મસમર્પણ કરવાનો કડક આદેશ આપ્યો હતો, પરંતુ કોર્ટના આદેશને ઘોળીને પી જઈને તે ફરાર થઈ ગઈ હતી. તે પોતાની અસલી ઓળખ છુપાવીને નકલી દસ્તાવેજોના આધારે ગુરુગ્રામમાં આલીશાન લાઈફસ્ટાઈલ સાથે છુપાઈને રહેતી હતી. EDએ બાતમીના આધારે દરોડો પાડીને તેને દબોચી લીધી હતી.  122 કરોડની બેનામી સંપત્તિઓ ટાંચમાં આ મહાકૌભાંડમાં ED અત્યાર સુધીમાં આશરે રૂપિયા 122 કરોડની બેનામી સંપત્તિઓ ટાંચમાં લઈને તેની હરાજી પણ કરી ચૂકી છે. ધરપકડ બાદ આરોપી નૌહિરા શેખને હૈદરાબાદની ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી કોર્ટે તેને ન્યાયિક કસ્ટડી (જેલ) માં મોકલવાનો આદેશ કર્યો છે. આ આંતરરાજ્ય કૌભાંડના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે તે દિશામાં હવે એજન્સીઓ ઊંડી તપાસ ચલાવી રહી છે.આ પણ વાંચો----     Supreme Courtએ કહ્યું, બહુ ભાવુક થવાની જરુર નથી...કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધની અરજી પર સુનાવણી કરીશું

Read Full Story arrow_forward
Premanand Maharajનો ભાવુક સંદેશ.. નામ જાપ કરો, 'હું રહું કે ના રહું, હંમેશા તમારી સાથે જ છું...'
calendar_today May 25, 2026

Premanand Maharajનો ભાવુક સંદેશ.. નામ જાપ કરો, 'હું રહું કે ના રહું, હંમેશા તમારી સાથે જ છું...'

વૃંદાવનના સુપ્રસિદ્ધ અને અગણિત ભક્તોની આસ્થાના કેન્દ્ર સંત શ્રી પ્રેમાનંદ મહારાજજીના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ અફવાઓ ઉડી રહી છે. થોડા દિવસ પહેલા તેમની તબિયત લથડતા તેમની યાત્રા રોકવામાં આવી હતી. સંત પ્રેમાનંદ મહારાજની તબિયતને લઈને તેમના ભક્તો ચિંતાતુર થયા હતા. જેના બાદ આશ્રમત તરફથી તેઓ સ્વસ્થ હોવાની પુષ્ટિ કરાઈ હતી. હાલમાં આ બધા વચ્ચે સંત પ્રેમાનંદ મહારાજે પોતાના ભક્તોને ભાવુક સંદેશ આપ્યો. તેમણે કહ્યું, "હું રહું કે ના રહું.. હંમેશા તમારી સાથે રહીશ."પ્રેમાનંદ મહારાજનો ભક્તોને સંદેશ વૃંદાવનના પ્રખ્યાત સંત પૂજ્ય પ્રેમાનંદ મહારાજે તેમના લાખો ભક્તો અને શિષ્યો માટે એક અત્યંત ભાવનાત્મક વિડીયો સંદેશ જાહેર કર્યો છે. છેલ્લા નવ દિવસથી નાદુરસ્ત તબિયતને કારણે તેમની લોકપ્રિય 'રાત્રિ પદયાત્રા' સ્થગિત કરવામાં આવી છે. આ દરમિયાન, રવિવારે 'કેલી કુંજ આશ્રમ ટ્રસ્ટ'ની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર તેમનો ૧ મિનિટ ૧૯ સેકન્ડનો એક ખાસ વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. "એક પણ શબ્દ વગર પણ હું તમારા મનમાં રહીશ" વાયરલ વીડિયોમાં પ્રેમાનંદ મહારાજે ભક્તોને હિંમત આપતા કહ્યું, "બિલકુલ ચિંતા કરશો નહીં. આપણે મળીએ કે ન મળીએ, તમારી સાથે ભલે સંવાદ ના થાય, પણ હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું. એક પણ શબ્દ વગર પણ, અમે સદાય તમારા મનમાં રહીશું." મહારાજશ્રીના આ શબ્દો સાંભળીને દેશ-વિદેશમાં રહેતા તેમના ભક્તો ભાવુક થઈ ગયા છે. તેમણે આગળ જણાવ્યું કે, તેમનો આ હાલનો એકાંતવાસ ભક્તોના હિત અને શિષ્યોના કલ્યાણ માટે જ છે. તેમણે અનુયાયીઓને વિનંતી કરતા કહ્યું: "ખૂબ ભજન કરો, ભગવાનના નામનો જપ કરો, અડગ રહો અને ખુશ રહો. જ્યારે પણ અનુકૂળ લાગશે, ત્યારે હું ચોક્કસ બોલીશ. તમારી ભક્તિમાં હંમેશા શાંત અને નિર્ભય રહો."17 મે થી 'રાત્રિ પદયાત્રા' સ્થગિત પ્રેમાનંદ મહારાજની સુપ્રસિદ્ધ રાત્રિ પદયાત્રા ૧૭ મે થી અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. મહારાજશ્રી દરરોજ સવારે ૩:૦૦ વાગ્યે કેલી કુંજ આશ્રમથી સૌભારી વન સુધી લગભગ દોઢ કિલોમીટર પગપાળા ચાલતા હતા. આ યાત્રા દરમિયાન તેમના દર્શન કરવા માટે રોજ હજારો અને વીકએન્ડમાં લાખો ભક્તો રસ્તાની બંને બાજુએ કલાકો સુધી ઊભા રહેતા હતા. ૧૭ મે ની રાત્રે પણ હજારો લોકો એકઠા થયા હતા, પરંતુ શિષ્યોએ લાઉડસ્પીકર દ્વારા જાહેરાત કરી હતી કે સ્વાસ્થ્યના કારણોસર આ પદયાત્રા હાલ પૂરતી સ્થગિત રહેશે. બંને કિડની ફેલ હોવા છતાં ભક્તિનો અખંડ પ્રવાહ આશ્રમના શિષ્યોના જણાવ્યા મુજબ, પ્રેમાનંદ મહારાજની બંને કિડની લાંબા સમયથી ફેઈલ છે અને તેમને અઠવાડિયામાં બે થી ત્રણ વખત નિયમિત ડાયાલિસિસ (Dialysis) કરાવવું પડે છે. આ ગંભીર શારીરિક પરિસ્થિતિને કારણે ડોક્ટરોએ તેમને સંપૂર્ણ આરામ કરવાની કડક સલાહ આપી છે. જોકે, ખરાબ તબિયત હોવા છતાં બે દિવસ પહેલા તેઓ કેલી કુંજ આશ્રમથી વરાહ ઘાટ ખાતે પોતાના ગુરુ સંત ગોવિંદ શરણ મહારાજના આશ્રમની મુલાકાતે ગયા હતા. સોશિયલ મીડિયા પર લાખો લોકોના પ્રેરણાસ્ત્રોત આજે પૂજ્ય પ્રેમાનંદ મહારાજ તેમના પરમ રાધાનામ જપ, પ્રેરણાદાયી પ્રવચનો, પદયાત્રા અને અત્યંત સરળ જીવનશૈલી માટે વિશ્વભરમાં લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર તેમના સત્સંગના વીડિયોઝ અબજો વખત જોવામાં આવે છે. મહારાજશ્રીના સ્વાસ્થ્યને લઈને ભક્તો ચિંતિત હતા, પરંતુ તેમના આ તાજેતરના વીડિયો સંદેશાએ લાખો હૃદયોને મોટી આત્મિક શાંતિ અને ભાવનાત્મક ટેકો આપ્યો છે.આ પણ વાંચો : Tvisha Sharma Caseમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ સરકારનું ભાવુક નિવેદન, ‘મૃત પુત્રી કરતાં છૂટાછેડા લીધેલી પુત્રી વધુ સારી’

Read Full Story arrow_forward
Gulmarg Cable Car Stuck: ટેકનિકલ ખામી સર્જાતા કેબલ કાર હવામાં ઠપ્પ, 300 પ્રવાસી ફસાયા
calendar_today May 25, 2026

Gulmarg Cable Car Stuck: ટેકનિકલ ખામી સર્જાતા કેબલ કાર હવામાં ઠપ્પ, 300 પ્રવાસી ફસાયા

ગોંડોલા કેબલ કાર સેવામાં ટેકનિકલ ખામી સર્જાતા તે અચાનક બંધ થઈ હતી. ઘટનાસ્થળે અંધાધૂંધી ફેલાઇ હતી. બચાવ કામગીરી શરુ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેકનિકલ સમસ્યાને કારણે ગોંડોલા સેવા તાત્કાલિક બંધ કરવી પડી હતી. માહિતી મળતાં, સેનાની 9મી રાજ રાઇફલ્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને નાગરિક વહીવટીતંત્રની સંયુક્ત બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે તંગમાર્ગના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને તહસીલદાર પણ પહોંચ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન પ્રવાસીઓને બચાવવા અને બહાર કાઢવાનું કામ ઝડપી ગતિએ ચાલુ કર્યુ હતુ. મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયાપ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગોંડોલા અચાનક બંધ થવાથી મહિલાઓ અને બાળકો સહિત ઘણા પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, વહીવટીતંત્રે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાહેર કરતાં જણાવ્યું હતું કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને બચાવ કામગીરી સરળતાથી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, તકનીકી ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. તેઓ કેબલ કારમાં ખામી સર્જાવાના કારણની તપાસ કરી રહ્યા છે અને ગોંડોલા સેવા ફરી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ ગુલમર્ગ અધિકારીઓએ ખાતરી આપી છે કે સંપૂર્ણ સલામતી નિરીક્ષણ પછી જ સેવા ફરી શરૂ કરવામાં આવશે. ગુલમર્ગ ગોંડોલા એશિયાની સૌથી ઊંચી કેબલ કાર સેવા અને વિશ્વની મુખ્ય કેબલ કાર સેવાઓમાંની એક માનવામાં આવે છે, જ્યાં દર વર્ષે ભારત અને વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચે છે. આ પણ વાંચોઃ  ઓર્કેસ્ટ્રા અને ડાન્સ ગ્રુપમાં બાળકોના ઉપયોગ પર SCની લાલ આંખ, કેન્દ્ર અને NHRCને નોટિસ

Read Full Story arrow_forward