android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav Tharad : કોંગ્રેસે ફોર્મ ભરતા જ ભાજપનો હોબાળો, દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી મુલતવી, Video
calendar_today May 25, 2026

Vav Tharad : કોંગ્રેસે ફોર્મ ભરતા જ ભાજપનો હોબાળો, દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી મુલતવી, Video

 વાવ-થરાદ જિલ્લાની દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દરમિયાન ભારે રાજકીય તણાવ અને હોબાળો સર્જાયો છે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં જ કોંગ્રેસના સભ્યોએ પોતાના ઉમેદવારી ફોર્મ વિધિવત રીતે ભરી દીધા હતા. જોકે, કોંગ્રેસના સભ્યો દ્વારા ફોર્મ સબમિટ કરાતા જ ભારતીય જનતા પાર્ટી ના સભ્યો, ખાસ કરીને એક મહિલા સદસ્ય દ્વારા ગૃહમાં જોરદાર વિરોધ અને હંગામો શરૂ કરવામાં આવ્યો હતો.ચૂંટણી આગામી 27 મેના રોજ યોજાશે ભાજપ અને વિપક્ષી સભ્યો વચ્ચે વધતા વિવાદ અને હોબાળાને પગલે કાયદો-વ્યવસ્થા જાળવવા વહીવટી તંત્રએ ચૂંટણી પ્રક્રિયાને અધવચ્ચે જ મુલતવી રાખવાની ફરજ પડી હતી. હવે આ ચૂંટણી આગામી 27 મેના રોજ ફરી યોજવામાં આવશે. તોડજોડના ગંભીર આક્ષેપો બીજી તરફ, વાવ-થરાદ વિસ્તારની અન્ય 7 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ દિયોદર અને લાખણી પંથકમાં સર્જાયેલી સ્થિતિને પગલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ ગેનીબેન ઠાકોરે આ મામલે ભારતીય જનતા પાર્ટી પર સત્તાના દુરુપયોગ અને તોડજોડના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોરે દાવો કર્યો સાંસદ ગેનીબેન ઠાકોરે દાવો કર્યો છે કે, ભાજપ દ્વારા દાંતા અને વડગામના કોંગ્રેસી સભ્યોને તોડવાના ખુલ્લેઆમ પ્રયાસો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લાખણી અને દિયોદરમાં પણ લોકશાહીનું ચીરહરણ કરીને સભ્યો ખરીદવાનો કે ડરાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે બહુમતી ગુમાવવાના ડરથી ભાજપે જાણીજોઈને હોબાળો મચાવી ચૂંટણી પ્રક્રિયા અટકાવી દીધી છે. દિયોદરમાં વરણી અટકી પડતા હવે આગામી 27 મેના રોજ યોજાનારી ચૂંટણી પર સૌકોઈની નજર ટકેલી છે.આ પણ વાંચો----     Supreme Courtએ કહ્યું, બહુ ભાવુક થવાની જરુર નથી...કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધની અરજી પર સુનાવણી કરીશુંhttps://youtu.be/14kOsp09j-E

Read Full Story arrow_forward
Surat: સિગારેટના ધુમાડામાં મિત્રતા થઈ વેરવિખેર, હત્યા કેસમાં બાળ કિશોર સહિત બે આરોપીઓની ધરપકડ
calendar_today May 25, 2026

Surat: સિગારેટના ધુમાડામાં મિત્રતા થઈ વેરવિખેર, હત્યા કેસમાં બાળ કિશોર સહિત બે આરોપીઓની ધરપકડ

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા રામનગર પાસે મોડી રાત્રે ૩૩ વર્ષીય અમર ઉર્ફે કાલુ નામના યુવકની ઘાતકી હત્યાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. સુરત શહેર પોલીસ કમિશનરની કડક સૂચના બાદ રાંદેર પોલીસની અલગ-અલગ ટીમો આ કેસના હત્યારાઓને શોધવા માટે કામે લાગી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડીને જેલ ભેગા કરી દીધા છે.સિગારેટનો વિવાદ જાનલેવા સાબિત થયોપોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે ખુલાસો થયો છે તે ખરેખર સ્તબ્ધ કરી દેનારો છે. મૃતક અમર ઉર્ફે કાલુ અને પકડાયેલા આરોપીઓ એકબીજાના પરિચિત અને મિત્રો જ હતા. મોડી રાત્રે તેઓ રામનગર વિસ્તારમાં સાથે હતા, તે દરમિયાન તેમની વચ્ચે સિગારેટ પીવા બાબતે કોઈ નાની વાતમાં બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આવેશમાં આવીને આરોપીઓએ અમર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે અમરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.મુખ્ય સૂત્રધાર સગીર વયનો હોવાનું ખુલ્યુંરાંદેર પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર કાયદાના સંઘર્ષમાં આવેલો એક બાળ કિશોર છે. જ્યારે આ ગુનામાં તેને સાથ આપનાર તેનો મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલ પણ પોલીસના સિકંજામાં આવી ગયો છે. સગીર વયના બાળકો અને યુવાનોમાં વધતી જતી ગુનાહિત માનસિકતાનો આ વધુ એક ચિંતાજનક કિસ્સો છે. હાલમાં રાંદેર પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી, હથિયાર કબજે કરવા અને ઘટનાનું પંચનામું કરવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad: જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે મોડી રાત્રે કાર સહિત 5 થી વધુ વાહનોમાં પથ્થરમારો અને તોડફોડ

Read Full Story arrow_forward
Rajkot: સામાન્ય તાવ અને ઝાડા-ઉલટીના કેસોથી હોસ્પિટલો ઉભરાઈ, મનપાએ 189 આસામીઓને નોટિસ ફટકારી
calendar_today May 25, 2026

Rajkot: સામાન્ય તાવ અને ઝાડા-ઉલટીના કેસોથી હોસ્પિટલો ઉભરાઈ, મનપાએ 189 આસામીઓને નોટિસ ફટકારી

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા બદલાવ અને દૂષિત પાણીની ફરિયાદો વચ્ચે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલા આંકડા જ સાબિતી આપે છે કે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી રહી છે. સૌથી વધુ અસર નાના બાળકો અને વૃદ્ધોમાં જોવા મળી રહી છે.તાવ અને ઝાડા-ઉલટીના કેસોએ ચિંતા વધારીમનપાના સત્તાવાર અહેવાલ મુજબ, શહેરમાં સામાન્ય તાવના ૭૧૨ કેસ, શરદી-ઉધરસના ૫૦૬ કેસ અને દૂષિત પાણી-ખોરાકના કારણે થતા ઝાડા-ઉલટીના ૩૨૭ કેસ માત્ર એક સપ્તાહમાં જ સામે આવ્યા છે. આ ઉપરાંત, મચ્છરજન્ય એવા ડેન્ગ્યુનો ૧ કેસ, ટાઈફોડનો ૧ કેસ અને ઝેરી કમળાના ૨ કેસ પણ નોંધાયા છે. આરોગ્ય અધિકારીઓના મતે, ઉનાળામાં બહાર ખુલ્લામાં વેચાતા બરફ, ઠંડા પીણાં અને દૂષિત પાણીના કારણે ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે.બેદરકાર નાગરિકો સામે કોર્પોરેશન લાલઆંખબીજી તરફ, મચ્છરજન્ય રોગચાળો વકરે નહીં તે માટે મહાનગરપાલિકાની મલેરિયા નાબૂદી શાખા દ્વારા અલગ-અલગ વોર્ડમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરમાં અત્યાર સુધીમાં 171 ઘરોમાં ફોગિંગ મશીન ફેરવીને દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે. ચેકિંગ દરમિયાન જે ઘરો, કોમર્શિયલ બિલ્ડિંગો અથવા કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર પાણી ભરાયેલું જોવા મળ્યું અને મચ્છરોના લાર્વા (પોરા) મળી આવ્યા, તેવા 189 આસામીઓને વહીવટી તંત્ર દ્વારા કડક નોટિસ ફટકારવામાં આવી છે અને આગામી દિવસોમાં દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા અપીલ કરી છે.આ પણ વાંચો:  Surat: સિગારેટના ધુમાડામાં મિત્રતા થઈ વેરવિખેર, હત્યા કેસમાં બાળ કિશોર સહિત બે આરોપીઓની ધરપકડ

Read Full Story arrow_forward