Junagadh News: 47 આગાહીકારોએ ચોમાસાનું સચોટ અનુમાન કર્યું, જાણો આ વર્ષે કેટલા ટકા વરસાદની સંભાવના છે?
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ગરમીએ માજા મુકી છે. ગરમીને કારણે દેશની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે ચોમાસુ ક્યારે શરૂ થશે તેની આગાહી કરવામાં આવે છે. હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આ વખતે કેરળમાં ચોમાસુ વહેલુ આવશે. ચોમાસાને લઈને જૂનાગઢમાં 32મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો છે. જેમાં 47 આગાહીકારો દ્વારા ચોમાસાનું અનુમાન કર્યું છે. 47 આગાહીકારો દ્વારા ચોમાસાનું અનુમાન જૂનાગઢમાં 47 આગાહીકારોએ આ વર્ષે સારા ચોમાસાની આગાહી કરી છે.આ વર્ષે 10થી 12 આની એટલે કે 75 ટકા સુધી સારા વરસાદની સંભાવના છે.જૂનના બીજા સપ્તાહમાં ચોમાસુ શરૂ થાય તેવી શક્યતાઓ છે. આ વર્ષે ખેડૂતો બે તબક્કામાં વાવણી કરી શકશે. 15 ઓક્ટોબર બાદ રાજ્યમાંથી વરસાદ વિરામ લેશે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા એવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે કે, આ વર્ષે ચોમાસુ સમગ્ર દેશમાં ઓછી અસર કરશે. આ વખતે ચોમાસાની ગતિમાં ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. આ પણ વાંચોઃ Vav Tharad : કોંગ્રેસે ફોર્મ ભરતા જ ભાજપનો હોબાળો, દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી મુલતવી, Video
Read Full Story arrow_forward