android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
UCC Bill 2026: ઉત્તરાખંડ બાદ હવે આ રાજ્યમાં UCC લાગુ કરવાની તૈયારી, સરકારે રજૂ કર્યુ બિલ
calendar_today May 25, 2026

UCC Bill 2026: ઉત્તરાખંડ બાદ હવે આ રાજ્યમાં UCC લાગુ કરવાની તૈયારી, સરકારે રજૂ કર્યુ બિલ

આસામ સરકારે વિધાનસભામાં UCC બિલ 2026 રજૂ કર્યું છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા વતી સંસદીય બાબતોના મંત્રી અતુલ બોરાએ ગૃહમાં આ બિલ રજૂ કર્યું. જેને લઇને વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે. આસામમાં કેમ UCC? મુખ્યમંત્રી હિમંતાએ વિધાનસભા ચૂંટણી પહેલા જાહેરાત કરી હતી કે, સત્તામાં પાછા ફર્યા બાદ, તેઓ UCC બિલ રજૂ કરશે. આ કાયદાનો ઉદ્દેશ્ય લગ્ન માટે લઘુત્તમ વય, બહુપત્નીત્વ, મિલકત અધિકારો, લગ્ન નોંધણી અને લિવ-ઇન સંબંધો જેવા મુદ્દાઓને એક સમાન કાનૂની માળખા હેઠળ લાવવાનો છે. એકવાર કાયદામાં પરિવર્તિત થયા પછી, આ જોગવાઈઓ બધા ધર્મોના લોકોને સમાન રીતે લાગુ પડશે.બિલનો વિરોધ શરૂજ્યારે આસામ સરકારે રાજ્ય વિધાનસભામાં 'યુનિફોર્મ સિવિલ કોડ બિલ' રજૂ કર્યું, ત્યારે વિરોધ પક્ષોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો. વિરોધ પક્ષોના ધારાસભ્યોએ આસામ વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરવાનો વિરોધ કર્યો, અને દલીલ કરી કે તેની રજૂઆત પહેલાં તમામ હિસ્સેદારો સાથે ચર્ચા થવી જોઈતી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બિલ બધા પક્ષો સાથે પરામર્શ કર્યા પછી જ રજૂ કરવું જોઈએ, કારણ કે તે રાજ્યના લોકોની સદીઓ જૂની પરંપરાઓને અસર કરશે. UCC બિલ પર ક્યારે ચર્ચા થશે? આસામ વિધાનસભાનું એક ખાસ સત્ર 21 મે થી 26 મે સુધી ચાલવાનું છે. પરિણામે, UCC બિલ પર ચર્ચા મંગળવારે થવાની સંભાવના છે - વિધાનસભા સત્રના અંતિમ દિવસે. આસામ વિધાનસભામાં રજૂ કરાયેલા UCC બિલ મુજબ, તેનો ઉદ્દેશ્ય લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન સંબંધોને લગતા કાયદાઓનું નિયમન કરવાનો છે. વધુમાં, તેમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાની અને પુરુષો માટે લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને સ્ત્રીઓ માટે 18 વર્ષ નક્કી કરવાની જોગવાઈઓ શામેલ છે.

Read Full Story arrow_forward
Karnataka માં કાળજું કંપાવનારી દુર્ઘટના, નદીમાં છીપલા વીણવા ગયેલા એક જ પરિવારના 11 લોકોના ડૂબી જવાથી મોત
calendar_today May 25, 2026

Karnataka માં કાળજું કંપાવનારી દુર્ઘટના, નદીમાં છીપલા વીણવા ગયેલા એક જ પરિવારના 11 લોકોના ડૂબી જવાથી મોત

કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાંથી આઘાતજનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં શનિવારે સવારે નદીમાં છીપવાળી માછલીઓ અને શેલ (છીપલા) એકઠા કરવા ગયેલા એક જ પરિવાર અને પડોશના સભ્યો નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ કમનસીબ અને હૃદયદ્રાવક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૧ લોકોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ ભયાનક ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર સહિત શારદાહોલ ગામમાં માતમ છવાઈ ગયો છે. અચાનક વધ્યું નદીનું જળસ્તર પ્રાપ્ત વિગતો અનુસાર, આ આખી ઘટના ભટકલ ક્ષેત્રના શિરાલી નજીક આવેલી થટ્ટેહાકલ્લુ નદીમાં ઘટી હતી. શનિવારે સવારે શારદાહોલ ગામના 14 લોકોનું એક જૂથ નદી કિનારે છીપવાળી માછલીઓ પકડવા અને શેલ વીણવા માટે ગયું હતું. આ જૂથમાં ૧૨ મહિલાઓ અને બે પુરુષો સામેલ હતા. સવારે લગભગ ૧૧ વાગ્યાની આસપાસ તમામ લોકો નદીના પાણીમાં ઉતરીને પોતાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક જ નદીના ઉપરવાસમાંથી પાણી છોડાતા અથવા વરસાદને કારણે જળસ્તર ભયજનક રીતે વધી ગયું હતું. પાણીનો પ્રવાહ એટલો બધો તીવ્ર હતો કે લોકોને સંભાળવાની તક જ ન મળી અને વહેણ તમામને પોતાની સાથે તાણી ગયું. 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા આ ભયાનક અકસ્માતની જાણ આસપાસના લોકોને થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપનની બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. બચાવ કામગીરી દરમિયાન નદીમાંથી અત્યાર સુધીમાં 11 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 9 મહિલાઓ અને ૨ પુરુષોનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ લક્ષ્મી માદેવ નાઈક, લક્ષ્મી શિવરામ નાઈક, માલતી જટ્ટપ્પા નાઈક, મસ્તમ્મા મંજુનાથ નાઈક, લક્ષ્મી અન્નપ્પા નાઈક, જ્યોતિ નાઈક અને ઉમેશ મંજુનાથ નાઈક તરીકે થઈ છે. આ તમામ લોકો એકબીજાના સંબંધી અને પડોશી હતા. 4 લોકોનો આબાદ બચાવ આ અકસ્માતમાં નદીમાં ડૂબી રહેલા અન્ય 4 લોકોને સ્થાનિક લોકો અને બચાવ ટીમો દ્વારા સમયસર સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલમાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા હજુ પણ નદીમાં કોઈ અન્ય વ્યક્તિ લાપતા નથી ને તે સુનિશ્ચિત કરવા શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. ચાલુ ચોમાસાની અને વરસાદની ઋતુને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્ર અને સ્થાનિક સત્તાવાળાઓએ ગ્રામજનોને નદીઓ, નાળાઓ અને જળાશયોની નજીક ન જવા અથવા પાણીમાં ન ઉતરવા માટે કડક સૂચનાઓ અને વિનંતી કરી છે. આ પણ વાંચોઃ China: ડોક્ટર ચીનમાં, દર્દી ભારતમાં,3,000 કિમી દૂરથી માત્ર 0.2 સેકન્ડના કમાન્ડ પર અદ્દભુત સર્જરી કરી!

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : કચ્છમાં ભચાઉ પોલીસનું કોમ્બિંગ, 42 શંકાસ્પદોની તપાસ સહિત 16 વાહનો ડિટેઈન કરાયા
calendar_today May 25, 2026

Gujarat Latest News Live : કચ્છમાં ભચાઉ પોલીસનું કોમ્બિંગ, 42 શંકાસ્પદોની તપાસ સહિત 16 વાહનો ડિટેઈન કરાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 25 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward