android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: શહેરમાં TRP ગેમઝોન અગ્નિકાંડનાં બે વર્ષ, કાળજે ક્યારેય રુઝાય નહીં એવો ઘા
calendar_today May 25, 2026

Rajkot News: શહેરમાં TRP ગેમઝોન અગ્નિકાંડનાં બે વર્ષ, કાળજે ક્યારેય રુઝાય નહીં એવો ઘા

25 મે 2024ની એ ગોઝારી સાંજ રાજકોટવાસીઓ અને સમગ્ર ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે.રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી (TRP)ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગે જોતજોતામાં રમત-ગમતના હસતા-રમતા વાતાવરણને સ્મશાનભૂમિમાં ફેરવી નાખ્યું હતું.વેકેશનનો આનંદ માણી રહેલા નિર્દોષ બાળકો અને પરિવારો સહિત 27 જેટલા લોકો આ ભયાનક અગ્નિકાંડમાં હોમાઈ ગયા હતા. આજે પણ એ માસૂમોની કીકીયારીઓ શમી નથી બે વર્ષ વીતી ગયા હોવા છતાં આજે પણ એ માસૂમોની કીકીયારીઓ શમી નથી અને સ્વજનોની આંખોના આસુ સુકાયા નથી. ટીઆરપી ગેમ ઝોનની રાખમાંથી સરકારી તંત્રએ જે બોધપાઠ લેવાનો હતો તે ખૂબ જ મોંઘો અને લોહીથી લખાયેલો છે.આ દુર્ઘટના એ કોઈ કુદરતી આપત્તિ નહોતી, પરંતુ સરકારી વિભાગોની મિલીભગત,આંખ આડા કાન કરવાની નીતિ અને ઘોર બેદરકારીનું પરિણામ હતી.કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી (NOC) વગર, ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા રેઝિન અને પતરાના આ આખા માળખાને તંત્રના આશીર્વાદથી ધમધમતો રાખવામાં આવ્યો હતો. ચાર દુર્ઘટનાઓમાં રાજકોટનો કેસ પ્રથમ બોર્ડ પર આવ્યો તંત્રએ સૌથી મોટો બોધપાઠ એ લેવાનો છે કે વહીવટી મંજૂરીઓ માત્ર ટેબલ પરની ફાઈલો પૂરતી સીમિત ન રહેવી જોઈએ.ફાયર સેફ્ટી,સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અને લોકોની સુરક્ષા સાથે બાંધછોડ કરનારા તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ'ની નીતિ જ ભવિષ્યની આવી હોનારતો અટકાવી શકશે.આ ઘટનાના સમગ્ર કેસને લઈ એડવોકેટ સુરેશ ફળદુએ કહ્યું હતું કે, સમગ્ર કેસમાં પીએમ કરનાર પાંચ ડોક્ટરોની જુબાની લેવાઈ છે. એક ડોક્ટરની જુબાની આગામી સમયમાં લેવાશે. કેસ મોડો ચાલે તેવા આરોપીઓ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા પણ રાજ્યની ચાર દુર્ઘટનાઓમાં રાજકોટનો કેસ પ્રથમ બોર્ડ પર આવ્યો છે.આ પણ વાંચોઃ Kachchh News: ભચાઉ પોલીસે કોમ્બિંગ કરી 42 શંકાસ્પદોની પૂછપરછ કરી, 16 વાહનો ડિટેઈન કર્યા

Read Full Story arrow_forward
Ahmedabad: IIM રોડ પર આવેલી 'છાસ વાલા' ના અંજીર મિલ્કશેકમાંથી નીકળ્યો મરેલો વંદો
calendar_today May 25, 2026

Ahmedabad: IIM રોડ પર આવેલી 'છાસ વાલા' ના અંજીર મિલ્કશેકમાંથી નીકળ્યો મરેલો વંદો

અમદાવાદ શહેરમાં પ્રખ્યાત અને નામાંકિત ફૂડ આઉટલેટ્સમાં સ્વચ્છતાના ધજાગરા ઉડતા હોય તેવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. હજુ થોડા દિવસો પહેલા જ રેસ્ટોરન્ટના શાક અને સંભારમાંથી વંદા-ગરોળી નીકળવાની ઘટનાઓ શાંત થઈ ન હતી, ત્યાં જ અમદાવાદના પોશ ગણાતા IIM રોડ પર આવેલી ‘છાસ વાલા’ ની ફ્રેન્ચાઈઝીમાંથી એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક જાગૃત ગ્રાહકે પીવા માટે મંગાવેલા પ્રીમિયમ અંજીર મિલ્કશેકમાંથી મરેલો વંદો નીકળતા ગ્રાહકના હોશ ઉડી ગયા હતા.શેક પીતી વખતે જ નજરે ચડ્યો વંદોમળતી માહિતી મુજબ, ગ્રાહકે IIM રોડ પર આવેલી છાસ વાલાની શોપમાંથી અંજીર શેક ખરીદ્યો હતો. ગ્રાહક જ્યારે આ શેક પી રહ્યો હતો, ત્યારે કપની અંદર તેને કંઈક શંકાસ્પદ વસ્તુ દેખાઈ હતી. જ્યારે ચમચી વડે તેને બહાર કાઢવામાં આવી તો તે એક મોટો મરેલો વંદો હતો. બ્રાન્ડેડ આઉટલેટમાં આ પ્રકારની ઘોર બેદરકારી જોઈને ગ્રાહકનો પિત્તો ગયો હતો. તેમણે તાત્કાલિક દુકાનના સ્ટાફને આ અંગે કડક શબ્દોમાં રજૂઆત કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો.સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં AMC દોડતું થયુંરોષે ભરાયેલા ગ્રાહકે મિલ્કશેક અને તેમાં તરતા વંદાનો લાઈવ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી દીધો હતો. આ વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો છે અને યુઝર્સ ‘છાસ વાલા’ બ્રાન્ડની ગુણવત્તા પર ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઘટના સોશિયલ મીડિયા પર ગાજતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું ફૂડ એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ પણ એક્શનમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ આ પર્ટીક્યુલર આઉટલેટ પર દરોડા પાડીને શેકના સેમ્પલ લેશે અને જો ગંદકી જણાશે તો આઉટલેટને સીલ કરવાની અથવા મોટો દંડ ફટકારવાની કડક કાર્યવાહી હાથ ધરી શકે છે.આ પણ વાંચો: Bhavnagar: ખેડૂતવાસ વિસ્તારમાં 24 ગુનેગારોના ઘરે મેગા કોમ્બિંગ, PGVCL એ 7 મકાનોના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપ્યા

Read Full Story arrow_forward
Falta By-Election 2026: લોકશાહીની જીત અને ધમકીઓની.. BJPની પ્રચંડ જીત પર PMની પ્રતિક્રિયા
calendar_today May 25, 2026

Falta By-Election 2026: લોકશાહીની જીત અને ધમકીઓની.. BJPની પ્રચંડ જીત પર PMની પ્રતિક્રિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ફાલ્ટા બેઠક પરથી ધારાસભ્ય બનેલા દેવાંગશુ પાંડાને તેમની ચૂંટણી જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ફાલ્ટામાં જીત અંગે શું કહ્યું ? સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું: "ફાલ્ટાના લોકોએ પોતાનો ચુકાદો આપ્યો છે! લોકશાહીનો વિજય થયો છે, અને ધાકધમકીનો પરાજય થયો છે. ફાલ્ટામાં રેકોર્ડ માર્જિનથી જીતવા બદલ દેવાંગશુ પાંડાને હાર્દિક અભિનંદન. આ પશ્ચિમ બંગાળના લોકોનો ભાજપ પર અતૂટ વિશ્વાસ દર્શાવે છે. જનતા પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા તમામ ક્ષેત્રોમાં હાથ ધરવામાં આવેલા અસાધારણ કાર્યની સાક્ષી બની રહી છે, અને તેથી, તેઓએ ફરી એકવાર અમારા પર આશીર્વાદ આપવાનું નક્કી કર્યું છે." તેમણે ઉમેર્યું કે  "પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરોને તેમના ઉત્કૃષ્ટ પ્રયાસો માટે મારા હૃદયપૂર્વક અભિનંદન. અમે આવનારા સમયમાં પશ્ચિમ બંગાળની પ્રગતિ માટે કામ કરતા રહીશું." ભાજપ ઉમેદવારનો શાનદાર વિજયપશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં, ભાજપના ઉમેદવાર દેબાંશુ પાંડાએ 109,021 મતોના માર્જિનથી જંગી વિજય મેળવ્યો, જ્યારે ટીએમસી ઉમેદવારની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. પાંડાને કુલ 149,666 મત મળ્યા, જ્યારે સીપીઆઈ(એમ)ના ઉમેદવાર શંભુનાથ કુર્મી 40,645 મતો સાથે બીજા સ્થાને રહ્યા. કોંગ્રેસના ઉમેદવાર અબ્દુર રઝાક 10,084 મતો સાથે ત્રીજા સ્થાને રહ્યા, જ્યારે તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન 7,783 મતો સાથે ચોથા સ્થાને રહ્યા. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના બંને ઉમેદવારોએ તેમની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરી. ફાલ્ટા પેટાચૂંટણીનું પરિણામ શા માટે મહત્વપૂર્ણ છે?ફાલ્ટામાં યોજાયેલી પુનઃ મતદાનના પરિણામો બે બાબતોમાં અનોખા છે. જાન્યુઆરી 1988માં તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના થયા પછી, ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે પાર્ટીનો કોઈ ઉમેદવાર ચોથા સ્થાને રહ્યો છે. 2011માં - જ્યારે ડાબેરી મોરચાના 34 વર્ષના શાસનનો અંત આવ્યો અને તૃણમૂલ કોંગ્રેસનો યુગ શરૂ થયો - ત્યારથી આ પહેલી વાર બન્યું છે કે પાર્ટીના કોઈ ઉમેદવારે તેમની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરી છે. ૨૧ મેના રોજ ફાલ્ટામાં ફરીથી મતદાન યોજાયું હતું. પાંડાની જીત સાથે, 294 બેઠકોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપનો કુલ આંકડો 208 પર પહોંચી ગયો છે. આ પણ વાંચો: Petrol Diesel Price Hike: કુલ 7 રૂપિયા વધ્યા અને હજી પણ વધશે ! જાણો કેમ ?

Read Full Story arrow_forward