android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: 1994ના ચકચારી અરવિંદ શાહ હત્યા કેસનો આરોપી ઝડપાયો,2013થી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો
calendar_today May 25, 2026

Ahmedabad: 1994ના ચકચારી અરવિંદ શાહ હત્યા કેસનો આરોપી ઝડપાયો,2013થી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કાયદાના લાંબા હાથનો પરચો આપતા એક એવા ગુનેગારને પકડવામાં મોટી સફળતા મેળવી છે, જેનું નામ સાંભળીને જ ૩ દાયકા પહેલા આખું ગુજરાત ધ્રુજી ઉઠ્યું હતું. 1994માં અમદાવાદની પ્રખ્યાત નીલમ હોટેલમાં બનેલા ચકચારી વેપારી અરવિંદ શાહ હત્યા અને લૂંટ કેસના મુખ્ય આરોપી સતીશ રેલિયા ઉર્ફે ભીખુ ઉર્ફે સંજય ઠક્કરને ક્રાઈમ બ્રાંચે દબોચી લીધો છે. આ આરોપી કોર્ટ દ્વારા ફાંસીની સજા મેળવ્યા બાદ જેલમાં હતો, પરંતુ ૨૦૧૩માં પેરોલ મેળવી બહાર આવ્યા બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.શું હતો 1994નો એ ભયાનક નીલમ હોટેલ હત્યાકાંડ?વર્ષ  1994માં આરોપી સતીશ રેલિયા અને તેના સાગરીતોએ લૂંટના ઈરાદે વેપારી અરવિંદ શાહને નિશાન બનાવ્યા હતા. તેઓએ અમદાવાદની નીલમ હોટેલના રૂમમાં વેપારીની નિર્મમ હત્યા કરી નાખી હતી. ક્રૂરતાની હદ વટાવતા આરોપી સતીશ વેપારીનું માથું ધડથી અલગ કરી, તેને એક ટ્રાવેલ બેગમાં પેક કરીને અમદાવાદથી છેક અડાલજ સુધી લઈ ગયો હતો અને ત્યાં ફેંકી દીધું હતું. આ લોહિયાળ અને રૂંવાડા ઉભા કરી દેતા કેસમાં અદાલતે ગુનાની ક્રૂરતાને ધ્યાને રાખીને આરોપીને ફાંસીની (મૃત્યુદંડ) આકરી સજા સંભળાવી હતી.પેરોલ જમ્પ કરી 13 વર્ષ સુધી પોલીસને ચકમો આપ્યોઆરોપી સતીશ સાબરમતી જેલમાં ફાંસીની સજા કાપી રહ્યો હતો તે દરમિયાન વર્ષ 2013માં કાયદાકીય જોગવાઈ હેઠળ પેરોલ રજા પર બહાર આવ્યો હતો. રજા પૂરી થતાં તેને જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. છેલ્લા 13 વર્ષથી તે પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ શહેરોમાં સંજય ઠક્કર સહિતના ખોટા નામો ધારણ કરીને રહેતો હતો. ક્રાઈમ બ્રાંચની એન્ટી રોબરી સ્ક્વોડ લાંબા સમયથી તેની પાછળ પડી હતી. આખરે અદ્યતન ટેક્નિકલ સર્વેલન્સ, કોલ ડિટેઈલ્સ અને હ્યુમન સોર્સિસની મદદથી તેનું ચોક્કસ લોકેશન મેળવીને ક્રાઈમ બ્રાંચે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો છે અને આગળની જેલ ટ્રાન્સફરની પ્રક્રિયા હાથ ધરી છે.આ પણ વાંચો: Amreli: ગામની શેરીઓમાં સિંહે પશુઓ પાછળ દોડ લગાવી, આખા ગામને માથે લીધું

Read Full Story arrow_forward
અમેરિકી વિદેશ મંત્રીએ નિહાળ્યો તાજમહેલ, ડાયના સીટ પર ખેંચાવી તસવીરો
calendar_today May 25, 2026

અમેરિકી વિદેશ મંત્રીએ નિહાળ્યો તાજમહેલ, ડાયના સીટ પર ખેંચાવી તસવીરો

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સોમવારે તાજમહેલની મુલાકાત લીધી.  ભારતના ત્રણ દિવસના પ્રવાસ પર આવી રહેલા અમેરિકાના વિદેશ મંત્રી સોમવારે ખાસ વિમાનમાં આગ્રાના ખેરિયા એરફોર્સ સ્ટેશન પર ઉતર્યા. .  જ્યાંથી તેઓ સવારે 10:05 વાગ્યે તાજમહેલ પહોંચ્યા હતા.  તેઓ તાજમહેલમાં લગભગ એક કલાક વિતાવ્યો. . આ સમય દરમિયાન, તાજમહેલ પ્રવાસીઓ માટે ખુલ્લો રહ્યો હતો. 

Read Full Story arrow_forward
Cockroach Janata Party: વેબસાઇટ બંધ અને સુપ્રીમ કોર્ટમાં અરજી...હવે કોક્રોચ જનતા પાર્ટીનું શું?
calendar_today May 25, 2026

Cockroach Janata Party: વેબસાઇટ બંધ અને સુપ્રીમ કોર્ટમાં અરજી...હવે કોક્રોચ જનતા પાર્ટીનું શું?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવનાર 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) આ દિવસોમાં કાનૂની મુશ્કેલીઓ અને વિવાદોના કેન્દ્રમાં છે. પાર્ટીની સત્તાવાર વેબસાઇટ સામે કાર્યવાહી કરીને તેને બંધ કરી દેવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) પણ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, આ પેજના સ્થાપક અભિજીત દીપકેએ દાવો કર્યો છે કે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરાયો હતો. આ તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ, સંગઠને સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ મુશ્કેલીઓ સામે ઝૂકવાના મૂડમાં નથી. "વાર્તા હજી પૂરી નથી થઈ, આ તો માત્ર શરૂઆત છે" પાર્ટીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ૨ કરોડથી વધુ યુવા સભ્યોને એક પ્રેરણાદાયી સંદેશ આપતા લખ્યું કે, "વંદો (કોકરોચ) એ દરેક પરિસ્થિતિમાં ટકી રહેનાર જીવ છે; તેઓ અંધારા ખૂણામાં પણ ખીલે છે અને તમામ મુશ્કેલીઓ છતાં જીવંત રહે છે. દેશના યુવાનોની સ્થિતિ પણ આજે કઈંક આવી જ છે. પરંતુ વાર્તા હજી પૂરી નથી થઈ, અમારો સંઘર્ષ તો હમણાં જ શરૂ થયો છે." CJPએ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક મીમ પેજ બનીને નહીં રહે, પરંતુ આ અભિયાનને એક મોટા જનઆંદોલનમાં બદલવામાં આવશે. તેમની વિચારધારા ભારતીય બંધારણ અને મહાત્મા ગાંધી, બાબાસાહેબ આંબેડકર, શહીદ ભગતસિંહ જેવી મહાન વિભૂતિઓથી પ્રેરિત છે, જે લોકશાહી અને સામાજિક ન્યાય માટે લડશે. હવે આ સંગઠન બેરોજગારી, પેપર લીક અને પર્યાવરણ જેવા ગંભીર મુદ્દાઓ પર દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યું છે. સ્થાપક અભિજીત દીપકેના પરિવારને ધમકીઓ બીજી તરફ, આ વિવાદના કારણે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રહેતા અભિજીતના માતા-પિતાના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અભિજીત પોતે હાલમાં યુએસએના બોસ્ટનમાં છે. તેણે ખુલાસો કર્યો છે કે તેને અને ભારતમાં રહેતા તેના પરિવારને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. અભિજીતના પિતા ભગવાન દીપકે અને માતા અનિતાએ ભારે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ પોતાના પુત્રની સુરક્ષાને લઈને ખૂબ ડરેલા છે અને તેઓ ઈચ્છે છે કે તેમનો પુત્ર સલામત રીતે ઘરે પરત ફરે. વિવાદ સુપ્રીમ કોર્ટના દ્વારે આ સમગ્ર વિવાદની શરૂઆત ગયા અઠવાડિયે થઈ હતી જ્યારે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એક કેસની સુનાવણી દરમિયાન કથિત રીતે બેરોજગાર યુવાનોની તુલના "કોકરોચ" સાથે કરી હતી. આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર આ પેજ રાતોરાત પ્રચંડ લોકપ્રિય બન્યું હતું. હવે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં આક્ષેપ કરાયો છે કે અદાલતી કાર્યવાહી દરમિયાન વ્યક્ત કરાયેલી ટિપ્પણીઓનો દુરુપયોગ કરીને ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેથી આ પ્રવૃત્તિઓની ન્યાયિક તપાસ થવી જોઈએ. પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે પણ આ મુદ્દે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "તેઓ હિટ થઈ ગયા છે, સમય જતાં બધું સાજું થઈ જશે."આ પણ વાંચોઃ Karnataka માં કાળજું કંપાવનારી દુર્ઘટના, નદીમાં છીપલા વીણવા ગયેલા એક જ પરિવારના 11 લોકોના ડૂબી જવાથી મોત

Read Full Story arrow_forward