android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર મહિલા 9 વર્ષે ઝડપાઈ
calendar_today May 24, 2026

Surat News: મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર મહિલા 9 વર્ષે ઝડપાઈ

સુરતની રાંદેર પોલીસ ટીમ દ્વારા ઘણા લાંબા સમયથી કાયદાના હાથથી બચીને ભાગતી ફરતી એક રીઢો મહિલા ઠગને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવવામાં આવી છે. મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનારી આ મહિલા છેલ્લા 9 વર્ષથી પોલીસને હંફાવી રહી હતી.બોગસ રસીદ અને પઝેશન લેટર પધરાવી દીધા સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે, આરોપી મહિલાએ વર્ષ 2018 દરમિયાન (અને તે પૂર્વેથી) લોકોને સસ્તા સરકારી આવાસો અપાવવાની લાલચ આપી હતી. વિશ્વાસ જીતવા માટે તેણે લોકોને મુખ્યમંત્રી આવાસ યોજનાની ખોટી અને બોગસ રસીદો તેમજ નકલી પઝેશન લેટર (કબ્જા પત્રો) પણ બનાવી આપ્યા હતા. આ માયાવી જાળમાં ફસાવીને તેણે નિર્દોષ લોકો પાસેથી કુલ રૂપિયા 21.69 લાખની મોટી રકમ પડાવી લીધી હતી અને ત્યારથી જ તે ફરાર થઈ ગઈ હતી. બીજા પોલીસ સ્ટેશનમાં પણ ગુનાહિત ઈતિહાસ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ મહિલા માત્ર રાંદેર વિસ્તાર પૂરતી સીમિત ન હતી. તેની વિરૂદ્ધ સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારે કરોડો/લાખોની છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. તે સતત પોતાના રહેઠાણ અને લોકેશન બદલીને પોલીસની ધરપકડથી બચતી ફરતી હતી. રાંદેર પોલીસે આખરે દબોચી લીધી લાંબી વોચ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ ઉપયોગથી રાંદેર પોલીસે આ મહિલા ઠગને આખરે શોધી કાઢીને કાયદાના સકંજામાં લીધી છે. પોલીસે તેની વિધિવત ધરપકડ કરી આગળની સઘન પૂછપરછ હાથ ધરી છે. આ ધરપકડથી આવાસ યોજનાના નામે છેતરાયેલા અન્ય ભોગ બનનારાઓની વિગતો અને આ સ્કેમમાં જોડાયેલા અન્ય સાગરીતોના નામો પણ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ પણ વાંચો - Surat: તક્ષશિલા અગ્નિકાંડના 7 વર્ષ, 22 માસૂમોના પરિવારોનો ન્યાય માટે સિસ્ટમ સામે આજે પણ આક્રોશ

Read Full Story arrow_forward
Business : ભારતીયોએ વિદેશ જવાનું ઓછું કર્યું! માર્ચ મહિનામાં વિદેશ ટ્રીપના ખર્ચામાં 16 ટકાનો થયો ઘટાડો
calendar_today May 24, 2026

Business : ભારતીયોએ વિદેશ જવાનું ઓછું કર્યું! માર્ચ મહિનામાં વિદેશ ટ્રીપના ખર્ચામાં 16 ટકાનો થયો ઘટાડો

RBIના તાજા આંકડાઓ અનુસાર ભારતીયો દ્વારા વિદેશ પ્રવાસ માટે કરવામાં આવતો ખર્ચ માર્ચ 2026 દરમિયાન નોંધપાત્ર રીતે ઘટ્યો છે. ફેબ્રુઆરીમાં વિદેશ પ્રવાસ પાછળ 1.3 બિલિયન ડોલર ખર્ચાયા હતા, જ્યારે માર્ચમાં આ ખર્ચ ઘટીને 1.09 બિલિયન ડોલર રહ્યો છે. એટલે કે માત્ર એક મહિનામાં અંદાજે 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીમાં આ ખર્ચ 1.65 બિલિયન ડોલર હતો.વિદેશી કરન્સીની બચત માટે વિદેશ પ્રવાસ ઘટાડવા અપીલ RBI દ્વારા જાહેર કરાયેલો આ ડેટા LRS હેઠળ વિદેશ મોકલાયેલા નાણાં પર આધારિત છે. આ યોજના હેઠળ ભારતીય નાગરિકો એક નાણાકીય વર્ષમાં 2.5 લાખ ડોલર સુધીની રકમ વિદેશ મોકલી શકે છે. તેમાં પ્રવાસ, શિક્ષણ, સંબંધીઓનો ખર્ચ, રોકાણ અને પ્રોપર્ટી ખરીદી જેવી કેટેગરીનો સમાવેશ થાય છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ, કાચા તેલના વધતા ભાવ અને રૂપિયાની નબળાઈને કારણે લોકો વિદેશ પ્રવાસ પર ઓછો ખર્ચ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. વડાપ્રધાને પણ તાજેતરમાં લોકોને વિદેશી કરન્સીની બચત માટે વિદેશ પ્રવાસ ઘટાડવા અને કારપૂલિંગ જેવા ઉપાયો અપનાવવાની અપીલ કરી હતી. વિદેશમાં પ્રોપર્ટી ખરીદવાનો ખર્ચ ઘટ્યો માર્ચ દરમિયાન કુલ આઉટવર્ડ રેમિટન્સ 2.59 બિલિયન ડોલર રહ્યું, જેમાં સૌથી મોટો હિસ્સો ટ્રાવેલ કેટેગરીનો હતો. તેમાં ખાસ કરીને અન્ય પ્રવાસ કેટેગરીમાં 623.05 મિલિયન ડોલરનો ખર્ચ થયો, જેમાં વિદેશી વેકેશન અને ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ પેમેન્ટનો સમાવેશ થાય છે. શિક્ષણ સંબંધિત પ્રવાસ માટે ભારતીયોએ માર્ચમાં 450.16 મિલિયન ડોલર ખર્ચ્યા હતા. બીજી તરફ ભારતીયોનું વિદેશી રોકાણ વધ્યું છે. માર્ચમાં ઈક્વિટી અને ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં 440.22 મિલિયન ડોલરનું રોકાણ નોંધાયું હતું, જ્યારે વિદેશમાં પ્રોપર્ટી ખરીદવાનો ખર્ચ ઘટીને 38.68 મિલિયન ડોલર રહ્યો હતો. આ પણ વાંચો : West Bengal : ઘુસણખોરો સામે એક્શન શરૂ, દરેક જિલ્લામાં બનશે હોલ્ડિંગ સેન્ટર

Read Full Story arrow_forward
Dwarka News: ભાણવડના શેઢાખાઇમાં 400 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
calendar_today May 24, 2026

Dwarka News: ભાણવડના શેઢાખાઇમાં 400 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. દેવભૂમિ દ્વારકા એલસીબીની ટીમે ભાણવડ તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. ભાણવડના શેઢાખાઇ ગામ નજીકથી પોલીસે વિદેશી દારૂની જેમ જ હેરાફેરી કરાતા દેશી દારૂના મોટા જથ્થા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રૂપિયા 2.85 લાખનો મુદ્દામાલ જપ્ત એલસીબીની ટીમે બાતમીના આધારે શેઢાખાઇ ગામ નજીક વોચ ગોઠવીને એક શંકાસ્પદ ઇકો કારને આંતરી હતી. કારની તલાશી લેતા તેમાંથી અંદાજે 400 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો આ જથ્થો, ઇકો કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 2,85,000નો મુદ્દામાલ ઘટના સ્થળેથી જપ્ત કર્યો છે. એકની અટકાયત, ત્રણ આરોપીઓ ફરાર આ ગેરકાયદેસર હેરફેરના મામલે પોલીસે ઘટના સ્થળેથી જામનગરના ફઝલ હુશેન ઘાવડા નામના આરોપીની અટકાયત કરી લીધી છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ સાગરીતો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ફરાર આરોપીઓમાં હિતેષ ઉર્ફે સાકીડો સોમાભાઇ ચાવડા (રહે. જામનગર), નાજીર ઉર્ફે નાઝલો નુરમામદભાઇ ઘોઘા (રહે. જામનગર) અને એક અજાણ્યા ઇસમનો સમાવેશ થાય છે. બુટલેગરોમાં ફફડાટ પોલીસે આ ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે, અને તેમને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. એલસીબીની આ કડક કાર્યવાહીના પગલે જિલ્લાના બુટલેગરો અને ગેરકાયદેસર દારૂનો વેપાર કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Dwarka News: ખંભાળિયા હાઈવે પર ચાલુ કારમાં લાગી ભીષણ આગ, પિતા અને પુત્રી જીવતા ભૂંજાયા

Read Full Story arrow_forward