android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar જિલ્લા પંચાયતમાં ભાજપે સોંપ્યા મેન્ડેટ, રંજનબેન પ્રમુખ અને પાયલબેન ઉપપ્રમુખ તરીકે નિયુક્ત
calendar_today May 24, 2026

Surendranagar જિલ્લા પંચાયતમાં ભાજપે સોંપ્યા મેન્ડેટ, રંજનબેન પ્રમુખ અને પાયલબેન ઉપપ્રમુખ તરીકે નિયુક્ત

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના મહત્વના હોદ્દાઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સત્તાવાર રીતે નામોની જાહેરાત કરીને મેન્ડેટ આપી દેવામાં આવ્યા છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા નામો નક્કી કરાતા જ પક્ષમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.જાણો કોને કઈ જવાબદારી સોંપાઈ ભાજપના મોવડી મંડળ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની બાગડોર નીચે મુજબના આગેવાનોને સોંપવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ: રંજનબેન ભૂસડીયા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ: પાયલબેન દર્શનભાઈ પટેલ કારોબારી ચેરમેન: અજયસિંહ શિવરાજસિંહ રાણા ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ, 25 મેના રોજ સંભાળશે ચાર્જ પક્ષ તરફથી મેન્ડેટ મળતાની સાથે જ જે-તે હોદ્દેદારો દ્વારા ફોર્મ ભરવાની વહીવટી પ્રક્રિયા પણ સમયસર પૂર્ણ કરી લેવામાં આવી છે. આ નવી નિમણૂકો સાથે જ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં હવે નવા શાસકોના શાસનનો પ્રારંભ થશે. મળતી માહિતી મુજબ, ભાજપના આ તમામ નવનિયુક્ત હોદ્દેદારો 25 મેના રોજ સત્તાવાર અને વિધિવત રીતે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદોનો ચાર્જ સંભાળશે. સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને વેગ આપવા માટે નવી ટીમ આગામી દિવસોમાં કાર્યરત થશે. આ પણ વાંચો - Surendranagar News: પેટ્રોલ પંપો પર ડીઝલનો જથ્થો ખૂટ્યો, લાગી લાંબી લાઈનો

Read Full Story arrow_forward
Vadodara News: શિનોરની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા 16 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી કરુણ મોત
calendar_today May 24, 2026

Vadodara News: શિનોરની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા 16 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી કરુણ મોત

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ ઘટના સામે આવી છે. શિનોરના કુકસ ગામ નજીક આવેલી નર્મદા નિગમની કેનાલમાં ન્હાવા પડેલા એક 16 વર્ષીય સગીર કિશોરનું પાણીના તેજ પ્રવાહમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. કિશોરના અકાળે થયેલા અવસાનથી તેના પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે ગમગીની અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.આંબો વેડવા ગયેલો રાજદીપ કેનાલના પ્રવાહમાં તણાયો મૂળ રાજદીપ દીપકભાઈ ચુડાસમા નામનો 16 વર્ષીય કિશોર પોતાના પરિવારના સભ્યો સાથે કુકસ ગામ નજીક ખેતરમાં આંબો વેડવા (કેરીઓ ઉતારવા) માટે ગયો હતો. આ દરમિયાન ગરમીથી રાહત મેળવવા માટે તે કુકસ નજીકથી પસાર થતી નર્મદાની અમરેશ્વર બ્રાન્ચ કેનાલના પાણીમાં ન્હાવા માટે પડ્યો હતો. જો કે, કેનાલમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાના કારણે કિશોર પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેઠો હતો અને જોતજોતામાં પાણીના જોરદાર પ્રવાહમાં તણાવવા લાગ્યો હતો. સ્થાનિકોએ બહાર કાઢ્યો, હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યો કિશોરને ડૂબતો જોઈને આસપાસના લોકોએ તાત્કાલિક બૂમાબૂમ કરી મૂકી હતી. ઘટનાની જાણ થતાં જ શિનોર પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકો અને પોલીસની ભારે જહેમત અને શોધખોળ બાદ આખરે રાજદીપને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand News: આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરાયુ, કોંગ્રેસ બિનહરીફ વિજેતા બનશે
calendar_today May 24, 2026

Anand News: આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરાયુ, કોંગ્રેસ બિનહરીફ વિજેતા બનશે

આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણી પહેલાં જ એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. ભાજપના સત્તાવાર ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થઈ જતાં, વિપક્ષ કોંગ્રેસ માટે જીતનો માર્ગ બિલકુલ સાફ થઈ ગયો છે.જાતિના પ્રમાણપત્ર મુદ્દે સર્જાયેલા વિવાદ બાદ હવે કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ પ્રમુખ બને તે નિશ્ચિત થઈ ગયું છે.આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખની ખુરશી અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે. મહારાષ્ટ્રનું જાતિ પ્રમાણપત્ર રજૂ કરાયું હતું આ પદ માટે ભાજપે મયુરીબેન પટેલને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. ફોર્મની ચકાસણી દરમિયાન સામે આવ્યું કે મયુરીબેને મહારાષ્ટ્ર સરકારનું જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું.જેની સામે કોંગ્રેસે સખત વાંધો ઉઠાવ્યો હતો.જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ બંને પક્ષના વકીલોએ આ અંગે કલાકો સુધી દલીલો કરી હતી. અંતે ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમોને ટાંકીને DDOએ સ્પષ્ટ કર્યું કે અન્ય રાજ્યનું અનામત પ્રમાણપત્ર ગુજરાતમાં માન્ય રાખી શકાય નહીં.આથી ભાજપના ઉમેદવારનું ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ, મયુરીબેન મૂળ મહારાષ્ટ્રના આદિવાસી વતની છે અને તેમણે ગુજરાતમાં પટેલ જ્ઞાતિમાં લગ્ન કર્યા છે. અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરીને આવેલા હોવાને કારણે તેમનું ફોર્મ રદ થયું છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું બીજી તરફ, હાડગુડ બેઠક પરથી જીતેલા કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવીનું ફોર્મ માન્ય રહ્યું છે.જેથી તેઓ બિનહરીફ વિજેતા જાહેર થશે.રાજકીય દ્રષ્ટિએ આ એક અત્યંત રસપ્રદ કિસ્સો બન્યો છે, કારણ કે 40 સભ્યોની જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે 33 બેઠકો સાથે પ્રચંડ બહુમતી છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 7 બેઠકો છે. આમ છતાં, વહીવટી નિયમોની ચૂક ભોગવવી પડતાં ભાજપે બહુમતી હોવા છતાં પ્રમુખ પદ ગુમાવવાનો વારો આવ્યો છે. આ જીતથી કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચોઃ Dwarka News: ભાણવડના શેઢાખાઇમાં 400 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો

Read Full Story arrow_forward