android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
CBSE ટેક્નિકલ સમસ્યાઓને દૂર કરવા માટે IIT નિષ્ણાંતોની મદદ લેશે
calendar_today May 24, 2026

CBSE ટેક્નિકલ સમસ્યાઓને દૂર કરવા માટે IIT નિષ્ણાંતોની મદદ લેશે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને CBSEની ટેકનિકલ સમસ્યાઓ દૂર કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે આદેશ આપ્યો છે કે ભારતીય ટેકનોલોજી સંસ્થાઓ (IITs)ના નિષ્ણાતોની એક ટીમ બનાવવામાં આવે, જે ખાસ કરીને આ વર્ષે પરીક્ષા બાદ શરૂ થયેલી રિવેલ્યુએશન અને વેરિફિકેશન સેવાઓ દરમિયાન ઉભી થયેલી ટેકનિકલ ખામીઓની તપાસ કરશે.વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ના થાય મંત્રાલયનો હેતુ છે કે આ પ્રક્રિયામાં આવેલી તમામ સમસ્યાઓની ઓળખ કરી તેને ઝડપથી દૂર કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને સમગ્ર સિસ્ટમ વધુ પારદર્શક અને સુચારુ બની શકે. કેન્દ્રીય મંત્રીએ CBSE પાસે રિવેલ્યુએશન પ્રક્રિયા દરમિયાન આવેલી ફરિયાદો અંગે વિગતવાર રિપોર્ટ પણ માગ્યો છે. સમસ્યાઓ અંગે ગંભીર ફરિયાદો કરવામાં આવી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સર્વર ડાઉન થવું, પેમેન્ટ પ્રક્રિયામાં તકલીફ અને ઓપરેશનલ ખામીઓ જેવી સમસ્યાઓ અંગે ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી. મંત્રીએ આ તમામ ટેકનિકલ વિક્ષેપોનું કારણ, તૈયારીઓમાં રહેલી ખામીઓ અને પ્રક્રિયામાં સામેલ એજન્સીઓની જવાબદારી અંગે સ્પષ્ટતા આપવા સૂચના આપી છે. CBSEએ પણ જણાવ્યું છે કે તે પરિણામ બાદની વેરિફિકેશન અને રિવેલ્યુએશન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ પણ વાંચો : Iran Nuclear Weapons News: દિલ્હીમાં ઈરાની રાજદૂતની જાહેરાત બાદ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો

Read Full Story arrow_forward
Twisha Sharma Funeral: ત્વિષા શર્માના અંતિમ સંસ્કાર, ભાઈ મેજર હર્ષિતે આપ્યો અગ્નિદાહ
calendar_today May 24, 2026

Twisha Sharma Funeral: ત્વિષા શર્માના અંતિમ સંસ્કાર, ભાઈ મેજર હર્ષિતે આપ્યો અગ્નિદાહ

ત્વિષા શર્માના પરિવારે તેમની પુત્રીના ભડભડા વિશ્રામ ઘાટ પર અંતિમ સંસ્કાર કર્યા હતા. પરિવારના સભ્યોએ કરી ભાવનાત્મક અપીલ અંતિમ સંસ્કાર પહેલાં, ત્વિષાના પરિવારે હૃદયસ્પર્શી પત્ર લખીને લોકો અને સંગઠનોને ભાગ લેવા અપીલ કરી હતી. આ અપીલમાં પિતાનું દુઃખ સ્પષ્ટપણે દેખાતું હતું. તેમણે લખ્યું કે આજે તેમને દીકરીના અંતિમ સંસ્કાર કરવાના છે. જેને તેમણે પોતાના ખોળામાં ખવડાવી, ખભા પર ઊંચકીને દુલ્હન તરીકે વિદાય આપી. પરિવારે કહ્યું કે, તેઓ ફક્ત ત્વિષાને જ નહીં, પરંતુ તેમના જીવનના એક અમૂલ્ય ભાગને પણ વિદાય આપી રહ્યા છે. દિલ્હી એઇમ્સે કર્યુ બીજીવાર પોસ્ટમોર્ટમઆ કેસમાં પારદર્શિતા જાળવવા માટે, દિલ્હીના એઇમ્સની એક ખાસ મેડિકલ ટીમ ભોપાલ પહોંચી. કોર્ટના આદેશ પર રચાયેલી આ ટીમમાં ચાર વરિષ્ઠ ડોકટરોનો સમાવેશ થાય છે. ફોરેન્સિક વિભાગના વડા ડૉ. સુધીર ગુપ્તાના નેતૃત્વમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મૃત્યુના કારણ વિશે કોઈ શંકા ન રહે તે માટે સમગ્ર પ્રક્રિયા આધુનિક સાધનોની મદદથી હાથ ધરવામાં આવી હતી. SITની કાર્યવાહી શરુકેસની તપાસ કરી રહેલી SIT પણ સક્રિય રીતે સામેલ છે. ટીમે ગિરિબાલા અને તેના પુત્ર સિદ્ધાર્થને હાલ પૂરતું ઘરે જ રહેવા સૂચના આપી છે. એવી પણ અપેક્ષા છે કે SIT ટૂંક સમયમાં સમર્થને તેના ઘરે લઈ જશે, જ્યાં ઘટનાસ્થળની ચકાસણી અને પુનર્નિર્માણ હાથ ધરવામાં આવશે. આ પણ વાંચોઃ દિલ્હીમાં ઈરાની રાજદૂતની જાહેરાત બાદ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો

Read Full Story arrow_forward
West Bengal : ફલતામાં ભાજપની પ્રચંડ જીત, દેબાંગ્શુ પાંડાએ 1 લાખ મતથી જહાંગીર ખાનને હરાવ્યા
calendar_today May 24, 2026

West Bengal : ફલતામાં ભાજપની પ્રચંડ જીત, દેબાંગ્શુ પાંડાએ 1 લાખ મતથી જહાંગીર ખાનને હરાવ્યા

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લામાં આવેલી પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર દેવાંગશુ પાંડાએ ભવ્ય વિજય મેળવ્યો છે. અગાઉ આ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસનો કબજો હતો, પરંતુ આ વખતે ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર ગડબડોના આરોપો બાદ સમગ્ર મતદાન રદ કરી ફરીથી મતદાન કરાવવામાં આવ્યું હતું.કાર્યકરોએ મનાવ્યો જશ્ન, જુઓ વીડિયો ભાજપે લગભગ 1 લાખ મતના મોટા અંતરથી જીત નોંધાવી ફરીથી યોજાયેલી મતગણતરીમાં ભાજપે લગભગ 1 લાખ મતના મોટા અંતરથી જીત નોંધાવી છે, જેને રાજ્યની રાજનીતિમાં TMC માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. મતપરિણામો સામે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે ફરીથી મતચોરી કરવામાં આવી છે અને ગણતરી કેન્દ્રમાં કેન્દ્રીય દળના જવાનો ભાજપના એજન્ટ તરીકે પ્રવેશ્યા હતા. બીજી તરફ ભાજપે આ જીત બાદ તૃણમૂલ કોંગ્રેસ પર તીખો પ્રહાર કર્યો છે. 21 મેના રોજ તમામ 285 બૂથ પર ફરીથી મતદાન કરાયું ફલતા બેઠક દક્ષિણ 24 પરગના જિલ્લામાં આવે છે અને તે ડાયમંડ હાર્બર લોકસભા ક્ષેત્રનો ભાગ છે, જ્યાં TMCના નેતા અભિષેક બેનર્જીનું મજબૂત પ્રભાવ ક્ષેત્ર માનવામાં આવે છે. 29 એપ્રિલે પ્રથમ વખત અહીં મતદાન થયું હતું, પરંતુ EVM ગડબડ, બૂથ કબજા અને મતદારોને ધમકાવવાના ગંભીર આરોપો બાદ ચૂંટણી પંચે સમગ્ર મતદાન રદ કર્યું હતું. પછી 21 મેના રોજ તમામ 285 બૂથ પર ફરીથી મતદાન કરાયું, જેમાં ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. 88 ટકા કરતાં વધુ મતદાન સાથે શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આજે 24 મેના રોજ થયેલી ગણતરીમાં ભાજપ ઉમેદવાર દેવાંગશુ પાંડા શરૂઆતથી જ આગળ રહ્યા અને અંતે વિજય મેળવ્યો. તેમને કુલ 1,49,666 મત મળ્યા, જ્યારે CPI(M)ના ઉમેદવારને 40,645 મત, કોંગ્રેસને 10,084 મત અને TMC ઉમેદવારને માત્ર 7,783 મત મળ્યા હતા. TMC ઉમેદવારે ફરીથી મતદાન પહેલા જ ચૂંટણીમાંથી હટવાનો નિર્ણય કર્યો હતો. આ પણ વાંચો : CBSE ટેક્નિકલ સમસ્યાઓને દૂર કરવા માટે IIT નિષ્ણાંતોની મદદ લેશે

Read Full Story arrow_forward