android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live Update: રાજકોટમાં પોક્સો પીડિતાના કાકાની હત્યા કરનારા બે આરોપીઓ 781 દિવસ બાદ ઝડપાયા
calendar_today May 24, 2026

Gujarat Latest News Live Update: રાજકોટમાં પોક્સો પીડિતાના કાકાની હત્યા કરનારા બે આરોપીઓ 781 દિવસ બાદ ઝડપાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 24 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
West Bengal : ઘુસણખોરો સામે એક્શન શરૂ, દરેક જિલ્લામાં બનશે હોલ્ડિંગ સેન્ટર
calendar_today May 24, 2026

West Bengal : ઘુસણખોરો સામે એક્શન શરૂ, દરેક જિલ્લામાં બનશે હોલ્ડિંગ સેન્ટર

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે મોટું પગલું ભર્યું છે. રાજ્ય સરકારે ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા નાગરિકોને તેમના દેશમાં પરત મોકલવા માટે ખાસ ‘હોલ્ડિંગ સેન્ટર’ બનાવવાના નિર્દેશો જાહેર કર્યા છે.તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવા જણાવાયું આ મુદ્દે રાજ્ય સરકાર તરફથી પશ્ચિમ બંગાળના તમામ જિલ્લા અધિકારીઓને લેખિત માર્ગદર્શિકા અને સૂચનાઓ મોકલવામાં આવી છે. તમામ જિલ્લાધિકારીઓને પોતાના વિસ્તારમાં આવા હોલ્ડિંગ સેન્ટર માટે યોગ્ય સ્થળોની ઓળખ કરી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવા જણાવાયું છે. ખાસ કરીને સરહદી જિલ્લાઓ અને ગેરકાયદેસર ઘુસણખોરો છુપાયેલા હોવાની શક્યતા ધરાવતા વિસ્તારો પર તંત્રનું ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ડિપોર્ટેશન સુધી સેન્ટરમાં રાખવામાં આવશે સરકાર દ્વારા બનાવવામાં આવતા આ હોલ્ડિંગ સેન્ટરોનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો પર કડક નજર રાખવાનો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા નાગરિકોને સીધા જેલમાં મોકલવાને બદલે આ સેન્ટરોમાં રાખવામાં આવશે. તેમની ઓળખની પુષ્ટિ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને તેમના મૂળ દેશમાં પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરાશે. ચૂંટણી દરમિયાન આપ્યું હતું વચન ઉલ્લેખનીય છે કે ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાંથી ગેરકાયદેસર ઘૂસણખોરોને બહાર કાઢવાનો વાયદો કર્યો હતો. અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે જેમ આસામમાં ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, તેવી જ રીતે બંગાળમાં પણ ગેરકાયદેસર પ્રવેશ સંપૂર્ણપણે રોકવામાં આવશે. હવે રાજ્યમાં સરકાર બન્યા બાદ પાર્ટી આ વચનને અમલમાં મૂકવા તરફ આગળ વધી રહી છે. આ પણ વાંચો : વિશ્વ પર Ebola Virusનો ખતરો વધ્યો, ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, જાણો શું આપી સલાહ?

Read Full Story arrow_forward
Gujarat Mango: લંડન હીથ્રો એરપોર્ટ ગુજરાતની કેસરની સુગંધથી મહેક્યું, ખેડૂતો હવે સીધા પાઉન્ડ કમાશે
calendar_today May 24, 2026

Gujarat Mango: લંડન હીથ્રો એરપોર્ટ ગુજરાતની કેસરની સુગંધથી મહેક્યું, ખેડૂતો હવે સીધા પાઉન્ડ કમાશે

જ્યારે લંડનના હીથ્રો એરપોર્ટ પર ગુજરાતથી આવેલી કેસર અને હાફુસના બોક્સ ઉતરે અને તેની સુગંધ આખા કાર્ગો એરિયામાં ફેલાઈ જાય,ત્યારે એક ભારતીય તરીકે બહુ ગર્વ થાય. લંડન, લેસ્ટર અને બર્મિંગહામમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો માટે આ માત્ર ફ્રૂટ નથી વતનની યાદ છે.લોકો ગમે તેટલા ભાવ આપીને પણ ખરીદવા તૈયાર હોય છે.હવે તો યુરોપિયન પ્રજાને પણ ઈન્ડીયન મેન્ગોનો ચસ્કો લાગ્યો છે. હાફુસ જેવી સુગંધ અને મીઠાશ આખી દુનિયામાં ક્યાંય નથી દિગ્વિજયસિંહ ગોહિલના જેઓ પ્રતિ વર્ષ કેરી ખરીદવા ગુજરાત રૂબરૂ આવે છે અને ઈંગ્લેન્ડમાં કેરી ઇમ્પોર્ટ કરે છે. તેઓ જણાવે છે કે, વિશ્વમાં અને ભારતમાં ઘણા પ્રકારની કેરીઓ મળે છે પણ ગુજરાતીઓ અને વિદેશીઓને માત્ર કેસર કેરી અને મહારાષ્ટ્રની હાફુસ જ ભાવે છે.સૌથી વધુ ડિમાન્ડ કેસર કેરીની છે.ભારતની કેસર તથા હાફુસ જેવી સુગંધ અને મીઠાશ આખી દુનિયામાં ક્યાંય નથી.સાઉથ અમેરિકા બ્રાઝિલ કે પેરુની કેરીઓ દેખાવમાં લાલચટ્ટક હોય છે પણ સ્વાદમાં અંદરથી ફિક્કી હોય છે, જ્યારે ભારતની કેસર કેરી તો સ્વાદનો રાજા છે.  નિકાસ માટેની પ્રક્રિયા અમારા પેક હાઉસમાં કરીએ એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા માન્યતા પ્રાપ્ત કેરીનાં બગીચાની કેરી અને માન્યતા પ્રાપ્ત પેક હાઉસમાં કેરીની પ્રોસેસિંગ કર્યા બાદ જ તેની નિકાસ કરવામાં આવે છે.રાજકોટના કુવાડવા ખાતે સ્થિત APEDA માન્યતા પ્રાપ્ત 'કુંજ કોલ્ડ વેર સોલ્યુશન-પેક હાઉસ'ના માલિક શ્રી સમીર સાપરીયા જણાવે છે કે, અમે કેરીની નિકાસ માટેની પ્રક્રિયા અમારા પેક હાઉસમાં કરીએ છીએ. અમેરિકા, ઇંગ્લેન્ડ, યુ.એ.ઈ., ઓસ્ટ્રેલીયા, યુરોપિયન દેશો તથા ગલ્ફના દેશોમાં જરૂરિયાત મુજબ પ્રોસેસ કરીને કેરી પેકિંગ કરી આપીએ છીએ. ખેડૂતો હવે સીધા કમાઓ ડૉલર-પાઉન્ડ એફ.પી.ઓ.ના માધ્યમથી ખેડૂતો કેરીને સીધી વિદેશમાં પોતાની રીતે જ એક્સપોર્ટ કરીને ડૉલર-પાઉન્ડમાં કમાઈ શકે છે.ખેડૂતો પોતાનું ગ્રુપ કે એફ.પી.ઓ. બનાવીને એકસરખું ઉત્પાદન કરે અને એક્સપોર્ટ કરે તો સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસિડી અને સહાય કરવામાં આવે છે.આ માટે કોઈ ખેડૂત ભાઈઓને મદદ કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તેમને પૂરતી મદદ અને માર્ગદર્શન આપવામાં આવશે. કેરી બાદ હવે શાકભાજી પણ વિદેશમાં ધૂમ મચાવશે નિકાસકારોના જણાવ્યા મુજબ માત્ર કેરી જ નહીં પરંતુ 2026ના ચોમાસા પછી એટલે કે આગામી સપ્ટેમ્બર મહિનાથી ગુજરાતના પ્રીમિયમ શાકભાજી જેવા કે જી–ફોર મરચાં, ભીંડો, કારેલા, તૂરિયા અને ગલકા સહિતની જણસો પણ આ જ આધુનિક પ્રોસેસિંગ સાથે વિદેશી બજારોમાં મોકલવાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ પણ વાંચોઃ Gandhinagar News : બકરી ઈદની રજાને કારણે ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર, જાણો નવું સમયપત્રક

Read Full Story arrow_forward