Gujarat Weather : ગરમીમાં રાહત મળવાના કોઈ સંકેત નહીં, રાત્રે પણ ગરમ પવનો ફૂંકાશે
ગુજરાતમાં આગઝરતી ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે અને સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ નાગરિકોને હજી ગરમીમાંથી રાહત મળવાના કોઈ સંકેત નથી.દિવસભર સૂર્યદેવનો આકરો મિજાજ અને અસહ્ય ઉકળાટભર્યું વાતાવરણ રહ્યા બાદ, હવે રાત્રિના સમયે પણ ગરમ પવન ફૂંકાશે.જેના કારણે રાત્રે પણ લોકોએ બફારાનો સામનો કરવો પડશે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.1 ડિગ્રી તાપમાન રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે.સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.1 ડિગ્રી તાપમાન નોંધાતા તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. જ્યારે અમદાવાદમાં પારો 42 ડિગ્રી અને વડોદરામાં 41.4 ડિગ્રીએ પહોંચ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટમાં 41.2 ડિગ્રી, ઉત્તર ગુજરાતના ડીસામાં 41.1 ડિગ્રી અને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દિવસભર ભારે ઉકળાટ અનુભવાઈ રહ્યો છે ભૂકંપ પ્રભાવિત અને સરહદી વિસ્તાર એવા ભુજમાં તાપમાન 40 ડિગ્રી, કંડલામાં 41 ડિગ્રી જ્યારે દરિયાકાંઠાના સુરત શહેરમાં 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતમાં ભલે તાપમાન ઓછું હોય, પરંતુ ભેજના ઊંચા પ્રમાણને કારણે દિવસભર ભારે ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગે લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને ગરમીથી બચવા પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી લેવા અપીલ કરી છે. આ પણ વાંચોઃ Gandhinagar: અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનની સત્તાવાર પુષ્ટિ,ઓલિમ્પિક માટે પણ માસ્ટર પ્લાન તૈયાર
Read Full Story arrow_forward