android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
UP માં વીજ કાપ મુદ્દે સીએમ યોગી લાલઘૂમ, ઉર્જા મંત્રી અને અધિકારીઓ સાથે કરી તાકીદની બેઠક
calendar_today May 24, 2026

UP માં વીજ કાપ મુદ્દે સીએમ યોગી લાલઘૂમ, ઉર્જા મંત્રી અને અધિકારીઓ સાથે કરી તાકીદની બેઠક

ઉત્તર પ્રદેશ (UP) માં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને ભીષણ ગરમીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. આવી કટોકટીની સ્થિતિમાં રાજ્યના અનેક શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાંથી અઘોષિત વીજ કાપ (Power Cut) ની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. વીજ પુરવઠો ખોરવાઈ જવાની આ ઘટનાઓએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને નારાજ કર્યા છે. જનતાને પડતી હાલાકીને પગલે સીએમ યોગી ભારે ગુસ્સામાં જોવા મળ્યા છે અને તેમણે વીજળી વ્યવસ્થાને તાત્કાલિક પાટા પર લાવવા કડક વલણ અપનાવ્યું છે. જનતા રસ્તા પર ઉતરી, સીએમ યોગીએ બોલાવી ઈમરજન્સી બેઠક મળતી માહિતી મુજબ, રાજધાની લખનૌ ઉપરાંત કાનપુર, અલીગઢ અને વારાણસી સહિતના અનેક મોટા શહેરોમાં વીજળી ગુલ થવાના કારણે લોકો ત્રાસી ગયા છે. ગરમીથી પરેશાન નાગરિકો અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજ્યમાં પરિસ્થિતિ વણસતી જોઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના આજે ઉર્જા મંત્રી એ.કે. શર્મા અને પાવર કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય ઈમરજન્સી બેઠક બોલાવી હતી. અધિકારીઓને કડક ચેતવણી: બેદરકારી સહન નહીં થાય બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ગમે તેટલી ગરમી હોય, ગામડાં હોય કે શહેરો, રાજ્યના તમામ નાગરિકોને શિડ્યુલ મુજબ અવિરત (તૂટ્યા વિના) વીજ પુરવઠો મળવો જ જોઈએ. સીએમ યોગીએ વીજ કંપનીઓ અને અધિકારીઓને ચેતવણી આપી છે કે ફીડર બગાડ અથવા સ્થાનિક ફોલ્ટના બહાના હેઠળ લાંબો સમય પાવર કટ રાખવાની બેદરકારી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. ટ્રાન્સફોર્મર બગડવાના કિસ્સામાં તેને નિર્ધારિત સમય મર્યાદામાં જ બદલવાના આદેશ અપાયા છે, જેથી આ આકરી ગરમીમાં સામાન્ય જનતાને વહેલી તકે રાહત મળી શકે.આ પણ વાંચોઃ Pakistan ના ક્વેટામાં આત્મઘાતી હુમલો, સૈન્ય કર્મચારીઓથી ભરેલી ટ્રેન પર બ્લાસ્ટ, 23 ના મોત અને 53 ઘાયલ

Read Full Story arrow_forward
Gandhinagar: અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનની સત્તાવાર પુષ્ટિ,ઓલિમ્પિક માટે પણ માસ્ટર પ્લાન તૈયાર
calendar_today May 24, 2026

Gandhinagar: અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનની સત્તાવાર પુષ્ટિ,ઓલિમ્પિક માટે પણ માસ્ટર પ્લાન તૈયાર

ગુજરાત હવે વૈશ્વિક રમતગમતનું નવું સરનામું બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગાંધીનગર ખાતે આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) ના પરિસરમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ભારતીય રમતગમત જગતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર કરાયેલા અત્યાધુનિક નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE) નું રીબન કાપીને લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ તેમણે ખેલાડીઓની સુવિધામાં વધારો કરતા અન્ય ત્રણ પ્રકલ્પો સહિત કુલ ચાર પ્રોજેક્ટ્સ દેશના રમતવીરોને સમર્પિત કર્યા હતા.અમદાવાદમાં રમાશે કોમનવેલ્થ ગેમ્સકાર્યક્રમ દરમિયાન મીડિયા અને ખેલાડીઓને સંબોધિત કરતા મનસુખ માંડવીયાએ સૌથી મોટો ધડાકો કરતા જણાવ્યું હતું કે, "આવનારા દિવસોમાં ગુજરાતના મેગા સિટી અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) નું આયોજન કરવામાં આવશે. આ માટે વહીવટી તંત્ર અને માળખાકીય સુવિધાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે." વધુમાં તેમણે ઉમેર્યું કે ભારત સરકાર માત્ર કોમનવેલ્થ જ નહીં, પરંતુ ભવિષ્યમાં દેશમાં ઓલિમ્પિક ગેમ્સ રમાય તે માટે પણ અત્યારથી જ આયોજનબદ્ધ તૈયારીઓ કરી રહી છે.ખેલાડીઓ દેશની આશાઓ પૂર્ણ કરશેકેન્દ્રીય મંત્રીએ દેશના રમતવીરો પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ દેશમાં સ્પોર્ટ્સ કલ્ચરનો ઉદય થયો છે. સરકાર ખેલાડીઓને વૈશ્વિક કક્ષાની ટ્રેનિંગ અને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. હવે ખેલાડીઓ પણ આ સુવિધાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલો જીતી દેશની જનતાની આશાઓ અને અપેક્ષાઓ પર ખરા ઉતરશે તેવો દ્રઢ વિશ્વાસ છે.આ પણ વાંચો: Rajkot: સુરેન્દ્રનગરના સાયલામાંથી નકલી DYSP સોહિલખાન પઠાણને દબોચ્યો, ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતો

Read Full Story arrow_forward
Gujarat News: સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલી કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી, જાણો શું અભિયાન ચલાવશે
calendar_today May 24, 2026

Gujarat News: સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલી કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી, જાણો શું અભિયાન ચલાવશે

મહારાષ્ટ્રના અને હાલ બોસ્ટનમાં રહેતા અભિજીત દીપકેની ઇન્ટરનેટ પર અત્યારે સૌથી વધુ વાયરલ અને ટ્રેન્ડિંગ બનેલી કોકરોચ જનતા પાર્ટી સીજેઆઈ (CJI) સૂર્યકાંતની યુવાનો પરની કોક્રોચ ટિપ્પણી બાદ અચાનક ભારે લોકપ્રિય થઈ ગઈ છે. હવે આ પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. સૌશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલી આ પાર્ટી હવે દેશની GenZ ક્રાંતિને હવે ગુજરાત વ્યાપી બનાવવા એક્ટિવ થઈ ગઈ છે. કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી કોકરોચ જનતા પાર્ટી દ્વારા હવે ગુજરાતમાં GenZ ક્રાંતિને સક્રિય કરવા આયોજનો શરૂ કરવામાં આવ્યાં છે. આગામી પહેલી જૂનથી રાજ્યમાં શહેર, ગામ, મહોલ્લા અને કોલેજોમાં આ પાર્ટી દ્વારા અભિયાન શરૂ થશે. હું કોકરોચ છું અને હું ક્રાંતિકારી છું જેવા નારા સાથે અભિયાન શરૂ થશે.અન્યાય, અત્યાચાર અને શોષણ સામે આ પાર્ટી ગુજરાતમાં મેદાનમાં ઉતરી છે. હું કોકરોચ છું, હું ક્રાંતિકારી છું નારા સાથે અભિયાન ગુજરાતમાં એક્ટિવ થયેલી આ પાર્ટી ખોટા કેસમાં ફસાયેલા લોકોને સમર્થન આપશે એવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં સત્યની લડાઈ લડનારાને પણ સમર્થન આપશે તેવી વિગતો સામે આવી છે. બંધારણિય મૂલ્યોના આધારે કાનૂની લડત લડવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ થયેલી આ પાર્ટી હવે ગુજરાતમાં પગપેસારો કરી રહી છે. આ પણ વાંચોઃ Cockroach Janta Partyના સ્થાપકનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક, ભારતમાં X હેન્ડલ પણ બંધ

Read Full Story arrow_forward