android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Updated: ભાવનગરના પશુપાલકો માટે ઐતિહાસિક નિર્ણય, સર્વોત્તમ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં કર્યો રૂ.20નો વધારો
calendar_today May 24, 2026

Gujarat Latest News Updated: ભાવનગરના પશુપાલકો માટે ઐતિહાસિક નિર્ણય, સર્વોત્તમ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં કર્યો રૂ.20નો વધારો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 24 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Navsari: વાંસદામાં માવઠાથી રસ્તા ભીંજાયા, પવન સાથે વરસાદી છાંટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક
calendar_today May 24, 2026

Navsari: વાંસદામાં માવઠાથી રસ્તા ભીંજાયા, પવન સાથે વરસાદી છાંટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક

દક્ષિણ ગુજરાતમાં મે મહિનાના અંતમાં સામાન્ય રીતે કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ આ વર્ષે હવામાનના મિજાજ કઈંક જુદા જ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી નવસારી જિલ્લામાં સાચી સાબિત થઈ છે. આજે રવિવારની વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું.વાંસદામાં માવઠું, વાતાવરણ ઠંડુંગારજિલ્લાના આદિવાસી અને ડુંગરાળ વિસ્તાર ધરાવતા વાંસદા તાલુકામાં સવારના સમયે પવનના સુસવાટા સાથે વરસાદના અમીછાંટણા શરૂ થયા હતા. વરસાદી છાંટા પડવાના કારણે ધૂળની ડમરીઓ શાંત થઈ હતી અને રસ્તાઓ ભીના થઈ ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ૪૦ ડિગ્રીની આસપાસ સહન કરી રહેલા સ્થાનિક લોકોને આ કમોસમી વરસાદના કારણે ગરમી અને અસહ્ય બફારામાંથી મોટી રાહત મળી છે. સવારના સમયે હવામાં ઠંડક પ્રસરી જતાં વાતાવરણ એકદમ આહલાદક બની ગયું હતું.કેરીના પાક પર સંકટના વાદળોજોકે, આ આહલાદક વાતાવરણ નવસારી અને આસપાસના વિસ્તારના પ્રખ્યાત આંબાના બગીચાઓ ધરાવતા ખેડૂતો માટે ચિંતાની આફત લઈને આવ્યું છે. હાલમાં કીમતી કેરીઓ ઝાડ પર પાકવાની અણી પર છે અને બજારમાં મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં અચાનક આવેલા પવન અને કમોસમી વરસાદના કારણે કેરીઓ આંબા પરથી ખરી પડવાની તેમજ તેમાં કાળી મચ્છી કે સડો લાગવાની શક્યતા વધી ગઈ છે. જો વરસાદ વધુ ચાલુ રહેશે તો ચાલુ વર્ષે કેરીના ઉત્પાદનને મોટો ફટકો પડી શકે છે, જેનાથી કિંમતો પણ વધી શકે છે.આ પણ વાંચો: Surat: તક્ષશિલા અગ્નિકાંડના 7 વર્ષ, 22 માસૂમોના પરિવારોનો ન્યાય માટે સિસ્ટમ સામે આજે પણ આક્રોશ

Read Full Story arrow_forward
Bhavnagar: સર્વોત્તમ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં કર્યો રૂ.20નો ધરખમ વધારો, સમગ્ર દેશમાં સૌથી વધુ ભાવ આપતી ડેરી બની
calendar_today May 24, 2026

Bhavnagar: સર્વોત્તમ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં કર્યો રૂ.20નો ધરખમ વધારો, સમગ્ર દેશમાં સૌથી વધુ ભાવ આપતી ડેરી બની

ભાવનગર જિલ્લાના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લાખો પરિવારો માટે સર્વોત્તમ ડેરી તરફથી મોટા આશીર્વાદરૂપ સમાચાર આવ્યા છે. ચાલુ વર્ષે પડી રહેલી અસહ્ય ગરમી અને બજારમાં પશુ આહાર તેમજ સુકા-લીલા ઘાસચારાના ભાવોમાં થયેલા અસાધારણ વધારાને કારણે પશુપાલકો ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. પશુઓ નિભાવવાનો ખર્ચ વધી જતાં દૂધ ઉત્પાદકો લાંબા સમયથી ભાવ વધારાની આશા રાખીને બેઠા હતા, જેને ડેરી તંત્રે સ્વીકારી લીધી છે.સમગ્ર ભારતમાં સૌથી મોટો ભાવ આપવાનો રેકોર્ડસર્વોત્તમ ડેરીના નિયામક મંડળ (Board of Directors) ની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પશુપાલકોની રજૂઆતો અને વર્તમાન મોંઘવારીની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કર્યા બાદ દૂધ ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20 વધારવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. આ સાથે જ સર્વોત્તમ ડેરી સમગ્ર ભારતમાં પોતાના સભાસદો અને પશુપાલકોને દૂધનો સૌથી વધુ ખરીદ ભાવ આપતી સહકારી સંસ્થા બની ગઈ છે.1જૂનથી પશુપાલકોના ખાતામાં જમા થશે વધુ નાણાંઅત્યાર સુધી ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટના રૂપિયા 900 ચૂકવવામાં આવતા હતા. પરંતુ આગામી ૧ જૂનથી આ નવો વધારો અમલમાં આવી જશે, જેથી પશુપાલકોને હવેથી પ્રતિ કિલો ફેટના સીધા રૂપિયા ૯૨૦ ચૂકવવામાં આવશે. આ નિર્ણયને કારણે દૂધ ઉત્પાદન કરતા ખેડૂતો અને માલધારીઓની માસિક આવકમાં મોટો ઉછાળો આવશે. ડેરીના આ નિર્ણયને ભાવનગર જિલ્લાના તમામ પશુપાલક મંડળો અને આગેવાનોએ હર્ષભેર વધાવી લીધો છે અને મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો છે.આ પણ વાંચો:  Navsari: વાંસદામાં માવઠાથી રસ્તા ભીંજાયા, પવન સાથે વરસાદી છાંટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક

Read Full Story arrow_forward