Rajkot: સુરેન્દ્રનગરના સાયલામાંથી નકલી DYSP સોહિલખાન પઠાણને દબોચ્યો, ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતો
ગુજરાતમાં નકલી સરકારી અધિકારીઓ અને નકલી પોલીસ બનીને તોડબાજી કરતા શખ્સોનો વ્યાપ વધતો જઈ રહ્યો છે, ત્યારે રાજકોટ પોલીસે સરાહનીય કામગીરી કરીને આવા જ એક હાઈપ્રોફાઈલ ઠગને ઝડપી પાડ્યો છે. રાજકોટ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાંથી નકલી ડીવાયએસપી (DYSP) તરીકે રોફ જમાવતા સોહિલખાન પઠાણ નામના શખ્સને દબોચી લેવામાં આવ્યો છે.દાહોદ LCB ના નામે ચલાવતો હતો નેટવર્કપોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી સોહિલખાન પઠાણ એટલો શાતિર છે કે તે સામાન્ય લોકો, વાહનચાલકો કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા શંકાસ્પદ લોકોને ફોન કરીને અથવા રૂબરૂમાં પોતે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) માં ફરજ બજાવતો હોવાનું કહેતો હતો. એટલું જ નહીં, વધુ પ્રભાવ પાડવા માટે તે પોતાની ઓળખ ક્લાસ-૧ અધિકારી એટલે કે ડીવાયએસપી (DYSP) તરીકે આપતો હતો. પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તે લોકો પાસેથી મોટી રકમ પડાવી લેતો હતો.સાયબર ક્રાઈમમાં પણ સંડોવણીપોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પકડાયેલો આરોપી સોહિલખાન પઠાણ જૂનો અને રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસ સ્ટેશનમાં ટેકનોલોજીના દુરુપયોગ અને ઓનલાઈન છેતરપિંડીના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે. રાજકોટ પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે કે તેણે અત્યાર સુધીમાં આ પ્રકારે નકલી પોલીસ બનીને કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે અને કેટલા રૂપિયાની ઠગાઈ આચરી છે. આ કેસમાં આગામી દિવસોમાં અન્ય મોટા ખુલાસા થવાની પણ પૂરી શક્યતા છે.આ પણ વાંચો: Bhavnagar: સર્વોત્તમ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં કર્યો રૂ.20નો ધરખમ વધારો, સમગ્ર દેશમાં સૌથી વધુ ભાવ આપતી ડેરી બની
Read Full Story arrow_forward