Surat: તક્ષશિલા અગ્નિકાંડના 7 વર્ષ, 22 માસૂમોના પરિવારોનો ન્યાય માટે સિસ્ટમ સામે આજે પણ આક્રોશ
આજે 24 મે એટલે સુરતના ઇતિહાસનો સૌથી કાળો દિવસ. 2019ની ૨૪મી મેના રોજ સરથાણાના તક્ષશિલા આર્કેડના ચોથા માળે ચાલતા ક્લાસીસમાં કાયદાઓનો ભંગ કરીને ઊભું કરાયેલું ડોમ સ્ટ્રક્ચર સેકન્ડોમાં ભડભડ સળગી ગયું હતું. આ ભયાનક આગમાં ૨૨ જેટલા હોનહાર અને માસૂમ બાળકો જીવતા ભૂંજાઈ ગયા હતા અથવા બચવા માટે ઉપરથી કૂદતા મોતને ભેટ્યા હતા. આજે આ ઘટનાને સાત વર્ષના વહાણા વાઈ ગયા હોવા છતાં, પરિસ્થિતિ એ જ છે કે પીડિત પરિવારો ન્યાયના નામે ખાલી હાથે ઉભા છે.ચૂંટણી પત્યા પછી નેતાઓ મોઢું પણ નથી બતાવતાપોતાના વહાલસોયા સંતાનો ગુમાવનારા વાલીઓએ આજે મીડિયા સમક્ષ હૃદયદ્રાવક આક્રોશ વ્યક્ત કર્યો છે. વાલીઓએ જણાવ્યું કે, "જ્યારે ઘટના બની ત્યારે સહાનુભૂતિ દર્શાવવા અને ટીવી પર ચમકવા માટે શહેરના કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદો અને મોટા મોટા નેતાઓ લાઈન લગાવીને અમારા ઘરે આવ્યા હતા. પણ એ દિવસ અને આજનો દિવસ, આજદિન સુધી કોઈ નેતાએ અમારા ઘરનું પગથિયું ચઢવાની તસ્દી લીધી નથી કે અમારું દુઃખ પૂછ્યું નથી. આ નેતાઓ અને સરકાર ફક્ત ચૂંટણી આવે ત્યારે જ મોટી મોટી વાતો કરીને વોટ માંગવા આવે છે."14 આરોપીઓ બહાર અને ન્યાય હજુ પણ અધ્ધરતાલકાનૂની ન્યાયતંત્રની ધીમી ગતિ સામે સવાલ ઉઠાવતા વાલીઓએ ઉમેર્યું કે, પોલીસ તંત્રે ૮,૦૦૦ પાનાની કાગળની હોડી જેવી ચાર્જશીટ તો બનાવી દીધી, પણ નક્કર પરિણામ શૂન્ય છે. આ ઘટના માટે જવાબદાર એવા બિલ્ડરો, ફાયર અને પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ સહિતના ૧૪ આરોપીઓ આજે જેલની બહાર આવી ગયા છે અને ખુલેઆમ હરીફરી રહ્યા છે, જ્યારે અમે કોર્ટના ધક્કા ખાઈ-ખાઈને થાકી ગયા છીએ.તક્ષશિલા અગ્નિકાંડમાંથી સરકારે કોઈ પાઠ ભણ્યો નથીવાલીઓએ ગુજરાત સરકારની નીતિઓ સામે પ્રહાર કરતા કહ્યું કે, તક્ષશિલા અગ્નિકાંડમાંથી સરકારે કોઈ પાઠ ભણ્યો નથી. તેના પછી મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, વડોદરાના હરણી તળાવમાં માસૂમો ડૂબ્યા અને તાજેતરમાં રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ થયો. આ બધી ઘટનાઓમાં નિર્દોષ લોકો જ મરે છે અને સરકાર માત્ર આશ્વાસનો આપે છે, વાસ્તવમાં કોઈને ન્યાય મળતો જ નથી.આ પણ વાંચો: Himmatnagar: વિજયનગરની ચિતરીયા તાલુકા પંચાયત બેઠક પર આજે મતદાન
Read Full Story arrow_forward