android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Falta Seat Counting Live: બંગાળના ફાલ્ટામાં ભાજપની એકતરફી આગેકૂચ, દેબાંશુ પાંડા 9,500 થી વધુ મતોથી આગળ
calendar_today May 24, 2026

Falta Seat Counting Live: બંગાળના ફાલ્ટામાં ભાજપની એકતરફી આગેકૂચ, દેબાંશુ પાંડા 9,500 થી વધુ મતોથી આગળ

પશ્ચિમ બંગાળની હાઈપ્રોફાઈલ ફાલ્ટા વિધાનસભા બેઠક પર યોજાયેલા પુનઃમતદાન (Re-polling) બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગુરુવારે ભારે સુરક્ષા વચ્ચે તમામ ૨૮૫ મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું અને ક્યાંયથી પણ હિંસા કે ગેરરીતિના અહેવાલો આવ્યા નહોતા. શરૂઆતના વલણોમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) એ અહીં એકતરફી અને પ્રચંડ લીડ મેળવી લીધી છે, જેનાથી ભાજપ ખેમામાં ઉત્સાહનો માહોલ છે. પ્રથમ તબક્કાની ગણતરી: ભાજપની મોટી લીડ ફાલ્ટા બેઠક પરથી આવેલા પ્રથમ તબક્કાના સત્તાવાર વલણો મુજબ, ભાજપના ઉમેદવાર દેબાંશુ પાંડાએ પોતાના હરીફોને ભારે માત આપી છે. દેબાંશુ પાંડાને પ્રથમ રાઉન્ડમાં ૯,૫૩૪ મતો મળ્યા છે અને તેઓ ૯,૦૮૬ મતોની મજબૂત લીડ સાથે સૌથી આગળ ચાલી રહ્યા છે. આ રેસમાં સીપીઆઈ(એમ) ના શંભુનાથ કુર્મી બીજા સ્થાને છે. સૌથી ચોંકાવનારા પરિણામો તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના આવ્યા છે, જ્યાં તેમના ઉમેદવાર જહાંગીર ખાન ચોથા સ્થાને ફેંકાઈ ગયા છે અને તેમને અત્યાર સુધીમાં માત્ર ૨૧૦ મતો જ મળ્યા છે. ફાલ્ટા બેઠક પર ફરીથી મતદાન કેમ થયું?  ઉલ્લેખનીય છે કે ગત ૨૯ એપ્રિલે રાજ્યની અન્ય બેઠકો સાથે ફાલ્ટામાં પણ મતદાન થયું હતું. પરંતુ, તે સમયે ઇવીએમ (EVM) મશીનો પર પરફ્યુમ જેવો પદાર્થ છાંટવા અને એડહેસિવ ટેપ ચોંટાડવા જેવી ગંભીર ફરિયાદો સામે આવી હતી. આ વિવાદ બાદ ચૂંટણી પંચે ફાલ્ટા બેઠક પરનું મતદાન રદ કરીને ફરીથી ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. બાકીની ૨૯૩ બેઠકોના પરિણામો ૪ મેના રોજ જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભાજપે ઐતિહાસિક બહુમતી સાથે પશ્ચિમ બંગાળમાં પહેલીવાર પોતાની સરકાર બનાવી છે. જહાંગીર ખાને પાછી ખેંચી હતી ઉમેદવારી આ ચૂંટણીમાં વધુ એક ટ્વિસ્ટ એ આવ્યો હતો કે મતદાનના બરાબર બે દિવસ પહેલાં ટીએમસીના ઉમેદવાર જહાંગીર ખાને ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો અને પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જોકે, ટેકનિકલ કારણોસર તેમનું નામ ઈવીએમ (EVM) પર યથાવત રહ્યું હતું, જેના કારણે તેમને ૨૧૦ મતો મળ્યા છે. હાલ ડાયમંડ હાર્બર મહિલા યુનિવર્સિટીના સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને આગળના રાઉન્ડની ગણતરી ચાલુ છે. આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: વૈશ્વિક તણાવ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવમાં ધડાધડ વધારો! જાણો આજનો લેટેસ્ટ રેટ...

Read Full Story arrow_forward
Ahmedabad: આજે UPSC પ્રિલિમ્સ પરીક્ષા, NEET વિવાદ વચ્ચે પેપર લીકનો ભય યથાવત
calendar_today May 24, 2026

Ahmedabad: આજે UPSC પ્રિલિમ્સ પરીક્ષા, NEET વિવાદ વચ્ચે પેપર લીકનો ભય યથાવત

આઈએએસ (IAS), આઈપીએસ (IPS) અને આઈએફએસ (IFS) જેવી દેશની સર્વોચ્ચ વહીવટી સેવાઓ માટેની UPSC પ્રિલિમ્સ પરીક્ષા આજે યોજાઈ છે. અમદાવાદ શહેરમાં અંદાજે 51 જેટલી શાળાઓ અને કોલેજોને કેન્દ્ર તરીકે ફાળવવામાં આવ્યા હતા, જ્યાં વહેલી સવારથી જ ઉમેદવારોની લાંબી લાઈનો જોવા મળી હતી. દેશની આ સૌથી કઠિન ગણાતી પરીક્ષાને બે સેશનમાં (શિફ્ટમાં) વહેંચવામાં આવી હતી.ઉમેદવારોના કડક વેરિફિકેશન કોઈપણ પ્રકારની ડમી ઉમેદવાર કે ગેરરીતિની ઘટના ન બને તે માટે આ વર્ષે UPSC દ્વારા કેન્દ્રો પર અભૂતપૂર્વ તકનીકી સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી. પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલાં દરેક ઉમેદવારનું ડિજિટલ બાયોમેટ્રિક વેરિફિકેશન અને આધુનિક ફેસ ઓથેન્ટિકેશન (ચહેરો સ્કેન કરવાની પ્રક્રિયા) કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સમગ્ર પરીક્ષા પ્રક્રિયા દરમિયાન તમામ વર્ગખંડોમાં CCTV કેમેરા ચાલુ રાખવામાં આવ્યા હતા, જેનું દિલ્હી અને સ્થાનિક સ્તરે બોર્ડના કંટ્રોલ રૂમમાંથી સીધું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું.પેપર લીક મામલે ઉમેદવારોમાં છૂપો આક્રોશજોકે, આ ભવ્ય વ્યવસ્થા વચ્ચે પણ કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારોના મનમાં તાજેતરની રાષ્ટ્રીય સ્તરની 'NEET' પરીક્ષામાં થયેલા પેપર લીકના કથિત કૌભાંડનો ડર સ્પષ્ટ જોઈ શકાતો હતો. કેન્દ્રની બહાર પત્રકારો સાથે વાતચીતમાં અનેક ઉમેદવારોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે દિવસ-રાત જોયા વગર વર્ષો સુધી આકરી મહેનત કરીએ છીએ, પરંતુ જ્યારે પેપર લીકના સમાચાર આવે છે ત્યારે મનોબળ તૂટી જાય છે." વિદ્યાર્થીઓએ અને જનતાએ માંગ કરી છે કે દેશમાં પરીક્ષાઓ સંપૂર્ણપણે પારદર્શક રીતે લેવાય અને ગેરરીતિ અટકાવવા માટે એવા કડક કાયદાકીય કદમ ઉઠાવવામાં આવે જેથી કોઈ બૂટલેગર કે માફિયા પેપરને સ્પર્શ પણ ન કરી શકે.આ પણ વાંચો: Bodeli: ઓરસંગ નદીમાં ચાલતું ગેરકાયદે રેતી ખનન ઝડપાયું, 70 લાખનો મુદ્દામાલ સીઝ

Read Full Story arrow_forward
Ahmedabad: પવનની દિશા બદલાતાં ભેજ ઘટ્યો, રાત્રે પણ વાતાવરણ ગરમ રહેશે
calendar_today May 24, 2026

Ahmedabad: પવનની દિશા બદલાતાં ભેજ ઘટ્યો, રાત્રે પણ વાતાવરણ ગરમ રહેશે

ગુજરાતમાં ચોમાસા જેવા માવઠાના માહોલ બાદ હવે સૂર્યનારાયણ લાલચોળ બન્યા છે. વાતાવરણમાંથી ભેજ ઓછો થતાં જ આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગની નવીનતમ વિગતો મુજબ, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે અને મોટાભાગના મુખ્ય શહેરો અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયા છે. પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનોના કારણે લોકો હવે બપોરના સમયે ઘર કે ઓફિસની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.રાજકોટ અને અમદાવાદ ટોપ પરતાપમાનના સત્તાવાર આંકડા જોઈએ તો, સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર ગણાતું રાજકોટ 42.7 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી વધુ શેકાયું છે. જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગર 42.3 ડિગ્રી સાથે બીજા ક્રમે રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં પણ પારો 42 ડિગ્રીએ સ્થિર થયો છે. ઉત્તર ગુજરાતના ડીસામાં 41.2 ડિગ્રી અને હાઇવે બેલ્ટ ગણાતા કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મધ્ય ગુજરાતના વડોદરામાં 40.4 અને સરહદી ભુજમાં 40 ડિગ્રી સાથે અસહ્ય ગરમી પડી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં દરિયાઈ પવનના કારણે પારો 37.2 ડિગ્રી રહ્યો છે, પરંતુ ભેજના ઊંચા પ્રમાણને લીધે ત્યાં પણ નાગરિકો બફારાથી તોબા પોકારી ઉઠ્યા છે.રાત્રિના તાપમાનમાં પણ થશે વધારોહવામાન વિભાગની સૌથી ચિંતાજનક આગાહી એ છે કે, હવે માત્ર દિવસના સમયે જ નહીં પરંતુ રાત્રિના સમયે પણ લોકોને ગરમીમાંથી કોઈ મોટી રાહત મળવાની નથી. મોડી રાત સુધી વાતાવરણમાં ગરમ પવન (લૂ) ફૂંકાશે, જેને કારણે રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું નોંધાશે. તબીબોએ આ આકરી ગરમી અને લૂથી બચવા માટે નાગરિકોને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી (પાણી, છાશ, લીંબુ પાણી) પીવા અને બપોરે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે.આ પણ વાંચો: Surat: ઉત્રાણમાં નજીવી બાબતે મારામારી, જીવલેણ હુમલો કરનાર બે શખ્સોની પોલીસે કરી ધરપકડ

Read Full Story arrow_forward