Explained: 'કોકરોચ જનતા પાર્ટી'ને રાજકીય પાર્ટી બનાવવા શું કરવુ પડે ?
દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની ‘વિવાદિત ટિપ્પણી’ બાદ 16 મેના રોજ બનાવવામાં આવેલ ‘કોકરોચ જનતા પાર્ટી’ નામનું X એકાઉન્ટ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં રહ્યું છે. માત્ર એક જ અઠવાડિયામાં ઇન્સ્ટાગ્રામ પર ‘કોકરોચ જનતા પાર્ટી’ને 2 કરોડથી વધુ લોકોએ ફોલો કર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં આ ડિજિટલ અભિયાનની ચર્ચા થઈ રહી છે.ભારતનું સંવિધાન નાગરિકોને સંગઠન બનાવવાનો અને રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો અધિકાર આપે છે હવે લોકોના મનમાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે ફોલોઅર્સની બાબતમાં મોટી રાજકીય પાર્ટીઓને પાછળ છોડનાર આ એકાઉન્ટના સંચાલકો અથવા સ્થાપકો શું ભવિષ્યમાં કોઈ રાજકીય પાર્ટી બનાવશે? ભારતનું સંવિધાન નાગરિકોને સંગઠન બનાવવાનો અને રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો અધિકાર આપે છે. આ અધિકાર હેઠળ દેશમાં અનેક રાજકીય પાર્ટીઓ નોંધાયેલ છે. જોકે, કોઈપણ રાજકીય પક્ષને સત્તાવાર રીતે ચૂંટણી પંચમાં નોંધણી કરાવવા માટે કેટલીક કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓનું પાલન કરવું જરૂરી બને છે. આ પ્રક્રિયા મુખ્યત્વે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 અને ચૂંટણી પંચની માર્ગદર્શિકાઓ હેઠળ ચલાવવામાં આવે છે. રાજકીય પાર્ટી નોંધાવવાનો અધિકાર કોને છે? ભારતમાં કોઈપણ ભારતીય નાગરિકોનું જૂથ રાજકીય પક્ષ બનાવી શકે છે. તેના માટે પહેલેથી ચૂંટણી લડેલી હોવી જરૂરી નથી. જોકે, સંગઠનનો હેતુ રાજકીય હોવો જોઈએ અને તેને સંવિધાનના લોકશાહી મૂલ્યોનું પાલન કરવું પડશે. પાર્ટીને જાહેર કરવું પડે છે કે તે ભારતના સંવિધાન, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, લોકશાહી અને દેશની એકતા-અખંડિતતામાં વિશ્વાસ રાખે છે. ચૂંટણી પંચમાં અરજી કેવી રીતે થાય છે? રાજકીય પક્ષની નોંધણી માટે ભારતના ચૂંટણી પંચ પાસે અરજી કરવી પડે છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 29A હેઠળ આ પ્રક્રિયા કરવામાં આવે છે. કોઈ નવી રાજકીય પાર્ટીએ પોતાની સ્થાપનાના 30 દિવસની અંદર અરજી આપવી જોઈએ. અરજીમાં નીચેની વિગતો સામેલ કરવી જરૂરી હોય છે: પાર્ટીનું નામ પાર્ટીનું સંપૂર્ણ સરનામું પાર્ટીના અધ્યક્ષ, મહાસચિવ અને અન્ય પદાધિકારીઓની માહિતી પાર્ટીનું બંધારણ પાર્ટીના હેતુ અને વિચારધારા સભ્યોની યાદી બેંક ખાતું અને નાણાકીય માહિતી પાર્ટીના ગઠન સંબંધિત દસ્તાવેજો પાર્ટીનું બંધારણ કેમ જરૂરી છે? દરેક રાજકીય પક્ષે પોતાનું લખિત બંધારણ જમા કરાવવું પડે છે. તેમાં પાર્ટીની આંતરિક રચના અને કાર્યપદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે: સભ્યપદ કેવી રીતે આપવામાં આવશે પાર્ટીના આંતરિક ચૂંટણી કેવી રીતે યોજાશે અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓ કેવી રીતે પસંદ થશે શિસ્તભંગની કાર્યવાહી માટેના નિયમો શું હશે પાર્ટીના હેતુ અને નીતિઓ શું હશે રાષ્ટ્રીય પાર્ટી બનવા માટેની જરૂરી શરતો કોઈપણ પક્ષને અનેક રાજ્યોમાં ચૂંટણી પ્રદર્શનના આધારે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલી શરતો પૂર્ણ કરવી પડે છે. એટલે કે જો ‘કોકરોચ જનતા પાર્ટી’ને નોંધણી મળી જાય, તો પણ તેને રાજકીય પ્રભાવ સાબિત કરવા માટે ચૂંટણી લડવી પડશે અને મત મેળવવા પડશે. શું સોશિયલ મીડિયા ફોલોઇંગથી પાર્ટી બની શકે? આજના સમયમાં સોશિયલ મીડિયા રાજકીય પ્રભાવનું મોટું માધ્યમ બની ગયું છે. ઘણા રાજકીય પક્ષો ડિજિટલ કેમ્પેઇન દ્વારા ઝડપથી લોકપ્રિય બન્યા છે. પરંતુ માત્ર વાયરલ પોસ્ટ, મીમ્સ અથવા ફોલોઅર્સના આધારે ચૂંટણી પંચ કોઈ સંગઠનને રાજકીય પક્ષનો દરજ્જો આપતું નથી.
Read Full Story arrow_forward