Karnataka : ક્લાસમાં ‘યસ સર’ની જગ્યાએ બોલો ‘જય શ્રી રામ’, ભાજપના ધારાસભ્યના નિવેદનથી ચર્ચા શરૂ
હવે આ મામલે સમગ્ર દેશમાં ચર્ચાએ જોર પકડ્યુ છે. રેડ્ડીએ કહ્યું હતું, “જ્યારે પણ હું કોઈ શાળા કે કોલેજમાં જાઉં છું ત્યારે હું આવી જ અપીલ કરું છું. વિદ્યાર્થીઓને ભગવા શાલ અને ભગવા પાઘડી પહેરવાની મંજૂરી આપવી જોઈએ. આપણે ભારતીય છીએ, આ હિંદુત્વનો મુદ્દો છે, આપણા દેશનો અને આપણા સનાતન ધર્મનો મુદ્દો છે.”આ ટિપ્પણીઓ રાજ્ય સરકારના તે નિર્ણયના પ્રતિસાદ રૂપે આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને શાળાઓમાં હિજાબ અને અન્ય ધાર્મિક પ્રતિકો પહેરવાની મંજૂરી આપવામાં આવી છે. કોંગ્રેસ સરકારે ગયા અઠવાડિયે વર્ગખંડોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતા 2022ના આદેશને પાછો ખેંચી લીધો હતો. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસ અને વિરોધ પક્ષ ભાજપે શુક્રવારે લાડલે મશક દરગાહ દંગા કેસમાં સંડોવાયેલા મુસ્લિમો સામેના કેસો પાછા ખેંચવાના મંત્રીમંડળના નિર્ણયને લઈને એકબીજા પર આરોપો લગાવ્યા. કોંગ્રેસે કહ્યું કે આ કેસ “રાજકીય કારણોસર નોંધાયો હતો”, જ્યારે ભાજપે સરકાર પર “તુષ્ટીકરણની રાજનીતિ” કરવાનો આરોપ મૂક્યો છે. રાજ્ય મંત્રીમંડળે ગુરુવારે કલબુર્ગી જિલ્લાના આલંદ ખાતે આવેલી લાડલે મશક દરગાહમાં થયેલા સામ્પ્રદાયિક દંગા સંબંધિત કેસો પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો. આ ઘટના 1 માર્ચ, 2022ની છે, જ્યારે કેટલાક ભાજપ કાર્યકરોએ દરગાહની અંદર આવેલા શિવલિંગના શુદ્ધિકરણ માટે વિધિ કરવાની માંગ કરી હતી. આ મુદ્દાને કારણે સામ્પ્રદાયિક હિંસા ભડકી ઊઠી હતી, જેના કારણે વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવા પડ્યા હતા. ‘ગદ્દાર’ કહેતા ભડક્યા સાંસદ હરભજન સિંહ પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહ ગયા મહિને આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેમને ‘ગદ્દાર’ કહેવામાં આવી રહ્યા છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં હરભજન સિંહે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેમને લોકો કેવી રીતે યાદ રાખશે તે આ દેશની જનતા નક્કી કરશે.
Read Full Story arrow_forward