Dhrangadhra: ધ્રાંગધ્રા છેતરપિંડી કેસનો ફરાર આરોપી પકડાયો, વધુ એક ફરિયાદ પણ નોંધાઈ
ધ્રાંગધ્રાની નાની બજારમાં રહેતા સલમાબેન માયક જુની શાક માર્કેટ પાસે આવેલ વીશાલ ચેમ્બરમાં લેડીઝ વેર કપડાનો વેપાર કરે છે. કોમ્પલેક્ષમાં 9 અને 10 નંબરની દુકાન તેઓએ વર્ષ 2021માં રાજેશ મણીલાલ પુજારા પાસેથી રૂપીયા 12,21,000ના ગીરો પેટે લીધી હતી. વર્ષ 2024માં સોલડીના ભરત મેવાડાએ આવી વિશાલ ચેમ્બર કોમ્પલેક્ષ અમોએ વેચાણથી રાખી લીધુ છે તેમ કહી સલમાબેનને દુકાન ખાલી કરવા કહ્યુ હતુ. જેમાં સલમાબેને દુકાન ખાલી કરવાની ના પાડતા બન્ને વચ્ચે બેઠક થતા ભરત મેવાડા 4 નંબરની દુકાન આપે અને તેના બદલામાં સલમાબેનને રૂપીયા 8.50 ચુકવવાનું નક્કી થયુ હતુ. જયારે ભરત મેવાડાએ તેના ભાઈના પત્ની પુનીબેન રમેશભાઈ મેવાડાના નામથી આ દુકાનનો દસ્તાવેજ સલમાબેનને કરી આપ્યો હતો. જેમાં કટકે કટકે રૂપીયા 8.50 લાખ સલમાબેને આપી દીધા હતા. બાદમાં કેનરા બેંકના કર્મીઓએ આવી આ દુકાન પર પુનીબેને લોન લીધી છે તેમ કહી દુકાન ખાલી કરવાનું સલમાબેનને કહ્યુ હતુ. આ અંગે ભરત મેવાડા સહિત પ સામે 90.72 લાખની સલમાબેન સહિત સાહેદો સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસનો આરોપી ભરત મેવાડા ફરાર હતો. ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે તેને ઝડપી લીધો હતો. અને તેની સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ખારીશેરીમાં રહેતા નનીબેન જગાભાઈ મેવાડાના પુત્ર દિનેશ પાસેથી લગ્ન પ્રસંગે પહેરવા ભરત મેવાડા 17 તોલાનો રૂપીયા 19,11,600ની કિંમતનો સોનાનો પટ્ટો લઈ ગયો હતો. આ દાગીના પર ગોલ્ડ લોન લઈ છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ પીએેસઆઈ એ.એમ.ચુડાસમા ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward