android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandal: કુણપુર પાસે કંપનીના પરિસરમાંથી રૂ. 1.30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
calendar_today May 23, 2026

Mandal: કુણપુર પાસે કંપનીના પરિસરમાંથી રૂ. 1.30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

માંડલ પોલીસ મથકના સ્ટાફની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન દાલોદ ગામ નજીકથી બાતમી મળેલ કે, દાલોદ-કુણપુર હાઈવે ઉપરની કંપનીના કમ્પાઉન્ડમાં એક ઓરડીમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો સંતાડાયો છે. એથી પોલીસે છાપો મારતાં કંપનીના કમ્પાઉન્ડમાં પતરાની ઓરડીમાં 1 શખ્સ મળી આવ્યો હતો તેણે પોતાનું નામ શ્રીરામ કુદ્દુલ મુંડા(રહે.ઓડિશા)નો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ઓરડીમાં પોલીસે તપાસ કરતા એક ખુણામાં શંકાસ્પદ પુઠાના બોક્ષ જોઈ તપાસ કરતાં દારૂની બોટલો, બીયરના ટીન હોવાનું જણાતાં પોલીસે શ્રામિક શ્રીરામ કુદુલ મુંડાની વધુ પુછપરછ હાથ કરતાં તેણે જણાવ્યું કે, દાલોદ ગામના કિર્તનસિંહ ઉર્ફે પિન્ટુ નવલસિંહ ઝાલા જે અગાઉ એમજીઆરએસ કંપનીમાં નોકરી કરતાં હતાં તેઓએ અંદાજે બે દિવસ પહેલાં દારૂનો જથ્થો લાવીને આ ઓરડીમાં સંતાડયો છે અને શ્રામિકને આ જથ્થાની દેખરેખ રાખવા જણાવ્યું હોવાનું તે શ્રામિકે જણાવ્યું હતું. પોલીસે સમગ્ર જથ્થાને માંડલ પોલીસ મથકે લાવીને મુદ્દામાલની તપાસ કરતાં દારૂની બોટલો અને બીયરના ટીન મળીને કુલ 578 બોટલ જેની કિંમત કુલ 1.30 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ઝડપાયેલ શ્રામિક અને દારૂનો જથ્થો મંગાવનાર બંનેની વિરૂદ્ધ પ્રોહીબિશન ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ સાથેની કાર્યવાહી હાથ ધરી હતી અને વોન્ટેડ આરોપી તેમજ આ નેટવર્ક પાછળ બીજા જે સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur: નસવાડીમાં આશાવર્કર અને ફેસિલિટેટર્સનો પગાર મુદ્દે ઉગ્ર રોષ
calendar_today May 23, 2026

Chhotaudepur: નસવાડીમાં આશાવર્કર અને ફેસિલિટેટર્સનો પગાર મુદ્દે ઉગ્ર રોષ

નસવાડી તાલુકામાં આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત આશાવર્કર અને આશા ફેસિલિટેટરોના પગાર અટવાતા કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે. અંદાજે 200થી વધુ આશાવર્કર અને ફેસિલિટેટરો પગાર વગર કામગીરી કરતા હોવાથી તેમના પર આર્થિક સંકટ ઊભું થયું છે.આ મુદ્દે શુક્રવારે નસવાડી સેવા સદન ખાતે આશાવર્કર તેમજ ફેસિલિટેટરો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. આરોગ્ય અધિકારી સમક્ષ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તમામ બિલો પર સહી થઈ હોવા છતાં પગાર પ્રક્રિયા ટ્રેઝરી અને વેરિફ્કિેશનમાં અટવાઈ જતાં મુશ્કેલી વેઠવી પડે છે. આશાવર્કરો ગામ અને અંતરિયાળ વિસ્તારોમાં ગર્ભવતી મહિલાઓની દેખરેખ, રસીકરણ, આરોગ્ય જાગૃતિ અને વિવિધ સરકારી યોજનામાં સતત સેવા આપે છે. છતાં તેઓના હકના પગાર માટે વારંવાર રજૂઆત કરવી પડે તે દુઃખદ બાબત છે. પગાર ન મળવાને કારણે અનેક કર્મચારીઓ માટે ઘરખર્ચ ચલાવવું મુશ્કેલ બન્યું છે. બાળકોની શાળાની ફી, દવાખર્ચ,EMIઅને રોજિંદા જરૂરિયાતો માટે ઉધાર લેવાની સ્થિતિ ઊભી થઈ હોવાનું પણ કર્મચારીઓએ જણાવ્યું હતું. આરોગ્ય વિભાગને કરેલી રજૂઆતમાં આશાવર્કર અને ફેસિલિટેટરોએ માંગ કરી હતી કે, છોટાઉદેપુર જિલ્લા તંત્ર અને સંબંધિત કચેરીઓ તાત્કાલિક કાર્યવાહી કરીને બાકી રહેલા પગાર વહેલી તકે જમા કરાવે. તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. પટેલના જણાવ્યા મુજબ અમારા તરફ્થી દરેક બિલ સબ ટ્રેઝરી નસવાડીમાં બે દિવસ પહેલા જ જમા કરી દેવાયા છે. અમારા તરફ્થી હાલમાં કોઈ પણ આશાવર્કરના પગારના બિલ પેન્ડિંગ નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur: ક્વાંટ તાલુકા પંચાયતમાં નિશ્ચિત મનાતું આપનું શાસન
calendar_today May 23, 2026

Chhotaudepur: ક્વાંટ તાલુકા પંચાયતમાં નિશ્ચિત મનાતું આપનું શાસન

કવાંટ તાલુકા પંચાયતમાં આપનું શાસન નિશ્ચિત મનાય છે. પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ફેર્મ ભરાયાં હતા. ચૂંટણીમાં 26માંથી 17 બેઠક મેળવી આપ પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવી હતી.આજે કવાંટ તાલુકા પંચાયત કચેરી ખાતે સત્તાવાર રીતે ઉમેદવારી પત્રો રજૂ કરાયાં હતા.કવાંટ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ હવે સત્તા સ્થાપવાની કવાયત તેજ બની ગઈ છે. ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ, આજે આમ આદમી પાર્ટી દ્વારા કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે સત્તાવાર રીતે ઉમેદવારી ફેર્મ ભરાયા છે. તાજેતરમાં યોજાયેલી કવાંટ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 26માંથી 17 બેઠકો પર આપના ઉમેદવારોએ જીત મેળવીને પંચાયત પર કબજો મેળવી લીધો હતો. આ સ્પષ્ટ બહુમતીના આધારે આજે આપના ચૂંટાયેલા પ્રતિનિધિ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી સમક્ષ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેના ફેર્મ વિધિવત રીતે સુપરત કરાયા હતા. ફેર્મ ભર્યા બાદ પક્ષના આગેવાનોએ જણાવ્યું હતું કે, કવાંટ તાલુકાની જનતાએ જે વિશ્વાસ મૂકીને અમને બહુમતી આપી છે, તે વિશ્વાસને અમે તૂટવા નહીં દઈએ. તાલુકા પંચાયતમાં હવે પ્રજાના પ્રશ્નોને વાચા અપાશે અને શિક્ષણ, આરોગ્ય તેમજ પાણી જેવી પાયાની સુવિધા ગામડાઓ સુધી પહોંચાડવા માટે સત્તાવાર ચાર્જ સંભાળતાની સાથે જ કામગીરી શરૂ કરાશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward