Dabhoi: મહુડીભાગોળ માછીવાડ ખાડા વિસ્તારમાં ગટરો ઊભરાતા પરેશાની
ડભોઇ નગરપાલિકાના વિકાસના દાવાની પોલ ખોલતો એક કિસ્સો મહુડી ભાગોળ માછીવાડ ખાડા વિસ્તારમાં સામે આવ્યો છે. ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. જેના કારણે સ્થાનિક રહીશો નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. ગટરના ગંદા પાણીના ભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં લીલ જામી છે. ભારે દુર્ગંધ ફેલાય છે.સૌથી ચોંકાવનારી અને આશ્ચર્યજનક બાબત એ છે કે, આ વિસ્તાર ડભોઇ નગર પાલિકાના ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુડાવાળાનો હોવાની ચર્ચા છે. સ્થાનિક લોકોમાં એ વાતને લઈને ભારે રોષ છે કે જેઓ નગરમાં અને અન્ય જગ્યાઓએ જઈને વિકાસની મોટી-મોટી વાતો કરે છે. તેમના પોતાના જ ઘર આંગણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. લોકો વક્રોક્તિમાં કહી રહ્યા છે કે નગરપાલિકાના ઉપપ્રમુખને તેમના જ વિસ્તારના લોકો તરફ્થી આ ગંદકીની અનોખી ભેટ મળી છે. મચ્છરોનો ત્રાસ અને રોગચાળાનો ભય ભરાયેલા ગંદા પાણીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અતિશય વધ્યો છે. અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સ્થાનીકોનો આક્ષેપ છે કે, રાત-દિવસ ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. લોકો સવાલ ઉઠાવે છે કે, વિસ્તારમાં રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ? ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward