android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Prantij: સાંપડ ગામની સીમમાંથી ગંજીપાનાનો જુગાર રમતા સાત ઈસમ પકડાયા
calendar_today May 23, 2026

Prantij: સાંપડ ગામની સીમમાંથી ગંજીપાનાનો જુગાર રમતા સાત ઈસમ પકડાયા

પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામની સીમમાં ગુરૂવારે કેટલાક શખ્સો ગંજીપાનાનો જુગાર રમતા હોવાની માહિતી પ્રાંતિજ પોલીસને મળ્યા બાદ પોલીસે તરત જ સાંપડ ગામની સીમમાં જઈ 7 જણાને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા અને પકડાયેલા સાતેય વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ અંગે પ્રાંતિજના પીઆઈ એમ.એમ.વાળા તથા સ્ટાફના જણાવાયા મુજબ, ગુરૂવારે તેમનો સ્ટાફ સ્થાનિક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે, સાંપડ ગામની સીમમાં કેટલાક શખ્સો ગોળ કુંડાળુ કરી તીનપત્તીનો જુગાર રમતા હતા. જેથી પ્રાંતિજ પોલીસે તરત જ બાતમી મુજબના સ્થળે પહોંચી જઈ જુગાર રમી રહેલા સાતેય જણાને કોર્ડન કરી પકડી લીધા હતા. ત્યારબાદ પકડાયેલા આ સાતેયની ઝડતી લઈ તેમની પાસેથી રૂ.10 હજાર રોકડા તથા દાવ પર લગાવાયેલ અંદાજે રૂ.9400 મળી રૂ.19,400ના મુદ્દામાલ સાથે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પકડાયેલા સાતેય વિરૂધ્ધ ગુરૂવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: સંતાનોમાં નૈતિક મૂલ્યો અને ધાર્મિક ચેતનાનો વિકાસ પણ આવશ્યક
calendar_today May 23, 2026

Vadodara: સંતાનોમાં નૈતિક મૂલ્યો અને ધાર્મિક ચેતનાનો વિકાસ પણ આવશ્યક

પાદરા ખાતે રંગ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત પારાયણ મહોત્સવમાં આજે ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે પ્રસિદ્ધ વક્તા નિરર્ગ જોષીએ ઉપસ્થિત ભક્તોને જીવનમૂલ્યો, શિક્ષણ અને સંસ્કાર વિષયક માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ જય શ્રી કૃષ્ણના જયઘોષથી ગુંજી ઉઠયું હતું.વિમલ ભાગવતજીએ પ્રવચનમાં આજના આધુનિક સમયગાળામાં માતા-પિતાની સંતાનો પ્રત્યેની કરજો, સંસ્કારનું મહત્વ તેમજ શિક્ષણ સાથે સંસ્કૃતિનું સંકલન કેટલું જરૂરી છે તે વિષય ઉપર ખૂબ જ અસરકારક રીતે વિચાર રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે માત્ર ભૌતિક શિક્ષણ પૂરતું નથી, પરંતુ સંતાનોમાં નૈતિક મૂલ્યો, સંસ્કાર અને ધાર્મિક ચેતનાનો વિકાસ પણ એટલો જ આવશ્યક છે. પ્રવચન દરમિયાન તેમણે ભાગવતના વિવિધ પ્રસંગો દ્વારા જીવનમાં સદાચાર, કર્તવ્ય અને પરિવાર પ્રત્યેની જવાબદારીનું મહત્વ સમજાવ્યું હતું. તેમના સરળ અને મર્મસ્પર્શી શબ્દોએ ઉપસ્થિતોના હૃદયને સ્પર્શી લીધા હતા. આખ્યાન વાચન દરમિયાન અનેક ભક્તોની આંખો ભીની થઈ ગઈ હતી અને સમગ્ર પંડાલ ભાવવિભોર બની ગયો હતો. આજના આખ્યાનમાં સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલ શ્વાસથી પરમાત્મા સુધીના વિષય પર પણ સુંદર નિરૂપણ કરાયું હતું. જેમાં માનવ જીવનમાં શ્વાસનું મહત્વ અને ભક્તિ દ્વારા આત્મશાંતિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા અંગે વિગતવાર સમજ અપાઇ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: મહેસાણાથી વાહન ચોરનારને મોડાસા નજીકથી દબોચ્યો
calendar_today May 23, 2026

Mehsana: મહેસાણાથી વાહન ચોરનારને મોડાસા નજીકથી દબોચ્યો

મોડાસા : મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી અરવલ્લી એલસીબી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ અંગેની વિગતો મુજબ, અરવલ્લી એલસીબીની ટીમ મોડાસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મોડાસા જિલ્લા સેવા સદન સામે શામળાજી રોડ ઉપર તત્વ કોમ્પ્લેક્ષ પાસે નંબર વગરની શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક શખ્સ ઉભો જોવા મળ્યો હતો. પોલીસે તેને અટકાવી મોટર સાયકલના દસ્તાવેજોની માંગણી કરતાં તે યોગ્ય પુરાવા રજૂ કરી શક્યો ન હતો. ત્યારબાદ પોલીસે વાહનની ચેસિસ અને એન્જિન નંબરના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં પુછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ પપ્પુ નવલાભાઈ ડામોર (રહે, બરોટી તા. વીંછીવાડા, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. આશરે 4 મહિના પહેલા તેણે મહેસાણા નુગર ચોકડી પાસેથી આ મોટર સાયકલ ચોરી કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward