Patan: સાંતલપુર તા. પં. પ્રમુખ તરીકે શક્તિસિંહ અને ઉપ પ્રમુખ પદે હીરાબેનની વરણી બિનહરીફ્ નિશ્ચિત
સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ પદ માટે શક્તિસિંહ જાડેજાએ પોતાની દાવેદારી નોંધાવી હતી, જ્યારે ઉપ પ્રમુખ પદ માટે હીરાબેન ઠાકોર દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. બંને પદ માટે એક જ ઉમેદવારી ફોર્મ માન્ય રહેતા હવે પ્રમુખ અને ઉપ પ્રમુખ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે.સાંતલપુર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપે 12 બેઠકો પર વિજય મેળવી બહુમતી હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારો 6 બેઠકો પર વિજેતા બન્યા છે. બહુમતીના આધારે ભાજપ સમર્થિત ઉમેદવારોની પસંદગી લગભગ નિશ્ચિત બની ગઈ છે. સાંતલપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં સાંતલપુર તાલુકા પંચાયત બેઠક પર જીતેલ ઉમેદવારે પોતાની દાવેદારી નોંધાવી હતી જો કે અન્ય કોઈ પણ ફોર્મ ભરવામાં નહીં આવતા પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી બિન હરીફ્ થશે જો કે હવે સત્તાવાર જાહેરાત બાદ નવા હોદ્દેદારો કાર્યભાર સંભાળશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward