Vadodara : સંખેડામાં ફૂલેલા ફાલેલા અખાદ્ય કેરીના રસના વેપલા સામે લાલ આંખ
સંખેડા ઇન્ચાર્જ મામલતદાર દ્વારા ગુરુવારે યોજાયેલ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન સંખેડા ચારરસ્તા વિસ્તારમાં અખાદ્ય કેરી અને શેરડીના રસનું વેચાણકર્તા દુકાનદારોને આડે હાથ લીધા હતા.સંખેડા તાલુકામાં હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો કેરી અને શેરડીના રસનું વધુ પડતું સેવન કર્તા હોય છે. સંખેડા ચાર રસ્તા વિસ્તારમાં અખાદ્ય કેરી અને શેરડીના રસનું વેચાણ કરતા દુકાનદારોની મુલાકાત કરી કેટલાક સવાલો પૂછતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા. તેઓને આડે હાથ લેતા દુકાનદારોએ કેરીનો રસ વધુ મીઠો બનાવવા માટે કેમિકલનો ઉપયોગ કરતા હોવાનું પણ કબૂલ્યું હતું. જેને લઈ હાજર રહેલા તમામ લોકોને કેમિકલયુક્ત અખાદ્ય કરી અને શેરડીના રસનું સેવન કરવાથી આરોગ્યને નુકશાન થતું હોય છે. જવાબદાર વહીવટી તંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા દુકાનદારો સામે ફૂડ વિભાગ દ્વારા ઉચિત કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward