android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bodeli: ચલામલી SBI દ્વારા મૃત ખેડૂતના પરિવારને વીમાની રકમ પરત કરાઇ
calendar_today May 23, 2026

Bodeli: ચલામલી SBI દ્વારા મૃત ખેડૂતના પરિવારને વીમાની રકમ પરત કરાઇ

બોડેલી તાલુકાના રાજબોડેલી ગામના ખેડૂત લાભાર્થી સંજયસિંહ ખુમાનસિંહ પરમારે ગત વર્ષે સ્ટેટ બેંક ઓફ્ ઈન્ડીયા ચલામલી શાખામાંથી વાર્ષિક 436 પ્રીમીયમથી રૂા.2 લાખનો લીધેલ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વીમો લીધો હતો. ખેડૂત લાભાર્થીનુ એક મહીના અગાઉ એટેક આવતા નેચરલ ડેથ થયું હતું.ખેડૂત લાભાર્થીની પત્ની નિલમબેન પરમારે તેમના મૃત્યુ પામેલ પતિની બેંક પાસબુક લઈ ચલામલી ખાતે સ્ટેટ બેંક ઓફ્ ઇંડીયાના મેનેજર આશિષભાઈ વલોદરીયાને મળી તેમના પતિ મૃત્યુ પામ્યાની જાણ કરી હતી. મેનેજર આશિષભાઈએ લાભાર્થી ખેડૂત સંજયસિંહના બેંકની પાસબુક લઈ તેમના ખાતામા તપાસ કરી તો મૃત્યુ પામનારનો પ્રધાનમંત્રી જીવન જ્યોતી વીમા યોજનાનો વીમો લીધેલ માલૂમ પડતા મેનેજર આશિષભાઈ વલોદરીયા અને તેમના સ્ટાફે લાભાર્થી ખેડૂતની પત્નીને મદદ કરવાનુ નક્કી કરી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામા જરૂરી દસ્તાવેજ મેળવી માત્ર પંદર દિવસમા મૃત્યુ પામનાર ખેડૂત લાભાર્થીની પત્ની નિલમબેન પરમારને બેંકમા બોલાવી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત રૂા.2 લાખનો ચેક સ્ટેટ બેંક ઓફ્ ઇંડીયા ચલામલી શાખાના મેનેજર આશિષભાઈ વલોદરા અને તેમના સ્ટાફ્ દ્વારા અર્પણ કરાયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: કરજણમાં ટેકાના ભાવે મકાઇની ખરીદી શરૂ કરાઇVadodara: કરજણમાં ટેકાના ભાવે મકાઇની ખરીદી શરૂ કરાઇ
calendar_today May 23, 2026

Vadodara: કરજણમાં ટેકાના ભાવે મકાઇની ખરીદી શરૂ કરાઇVadodara: કરજણમાં ટેકાના ભાવે મકાઇની ખરીદી શરૂ કરાઇ

કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આજથી ટેકાના ભાવે મકાઈની ખરીદીના શ્રીગણેશ થતાં ખેડૂતોમાં ખુશી અને રાહતની લાગણી પ્રવર્તી છે.મળતી માહિતી અનુસાર, કરજણ પંથકમાં આ વર્ષે મોટા પ્રમાણમાં મકાઈનું ઉત્પાદન થવા પામ્યું છે. બજારોમાં વેપારીઓ દ્વારા અંદાજે પ્રતિ ક્વિન્ટલ રૂા.1800ની આજુબાજુના ભાવથી ખરીદી કરાય રહી હતી. જેના લીધે ખેડૂતોએ ભારે મહેનત અને નાણાકીય ખર્ચ કરીને પકવેલ મકાઈના પાકનું યોગ્ય વળતર ,ભાવ નહીં મળતાં અને ટેકાના ભાવે મકાઈ ખરીદી કરવાની શરૂઆત નહીં થતાં ભારે આર્થિક નુકશાન થઈ રહ્યું હોય ધરતીપુત્રો લાચાર બનતાં બજાર સમિતિ ચેરમેન જયદિપસિંહ ચૌહાણ અને કરજણ ધારાસભ્ય અક્ષય પટેલને રજૂઆત કરાઈ હતી. જેને ધ્યાને રાખી તેઓ દ્વારા સરકારમાં ખેડૂતોના હિતમાં વહેલીમાં વહેલી તકે ટેકાના ભાવે મકાઈની ખરીદી કરવામાં આવે તેવી ભલામણકરાઈ હતી. જેના ભાગરૂપે આજથી કરજણ બજાર સમિતિ દ્વારા રૂા.2400 પ્રતિ ક્વિન્ટલ ના ભાવે મકાઈની ખરીદીના શ્રીગણેશ થતાં ખેડૂતોમાં એક હાશકારો અને ખુશની લહેર જોવા મળી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
દક્ષિણી બ્રીજની દીવાલો પાનની પિચકારીઓથી ખરડાઈ
calendar_today May 22, 2026

દક્ષિણી બ્રીજની દીવાલો પાનની પિચકારીઓથી ખરડાઈ

શહેરને સુંદર અને સ્વચ્છ રાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવારનવાર લાખો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ અને અંડરપાસનું બ્યુટિફ્કિેશન કરવામાં આવે છે. પરંતુ કેટલાક બેજવાબદાર નાગરિકોની સુધરવાનું નામ ન લેવાની આદતને કારણે તંત્રની મહેનત અને જનતાના ટેક્સના પૈસા પાણીમાં જઈ રહ્યા છે. આવો જ એક તાજો કિસ્સો મણિનગર વિસ્તારમાં આવેલા દક્ષિણી અંડરપાસ માંથી સામે આવ્યો છે. તાજેતરમાં જ તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે દક્ષિણી અંડરપાસની બંને તરફ્ની દીવાલો પર પાકો કલર કરીને તેને એકદમ આકર્ષક લુક આપવામાં આવ્યો હતો. જોકે, આ સુંદરતા ગણતરીના દિવસો પણ ટકી શકી નથી. વાહનચાલકો પોતાની નૈતિક ફ્રજ ભૂલીને ચાલુ વાહને પાન-મસાલા ખાઈને દીવાલો પર પિચકારીઓ મારી રહ્યા છે. હાલમાં અંડરપાસની બંને તરફ્ની દીવાલો પર થૂંકી-થૂંકીને જે હાલત કરવામાં આવી છે, તે જોઈને કોઈપણ સંસ્કારી નાગરિકનું માથું શરમથી ઝૂકી જાય.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward