android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch : હરિદ્વાર કથાના નામે કરોડોનું ફૂલેકું, 200 યાત્રાળુઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી આયોજક રફુચક્કર
calendar_today May 22, 2026

Kutch : હરિદ્વાર કથાના નામે કરોડોનું ફૂલેકું, 200 યાત્રાળુઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી આયોજક રફુચક્કર

ગુજરાતમાં ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરીને નિર્દોષ લોકોને આર્થિક ચૂનો લગાવતી ગેંગ અથવા ઠગો સક્રિય બન્યા છે. કચ્છ જિલ્લાના આદિપુર પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાની આંખ ઉઘાડતી તેમજ શ્રદ્ધાળુઓને આઘાત આપતી એક મોટી ઘટના સામે આવી છે. પવિત્ર યાત્રાધામ હરિદ્વારમાં કથા શ્રવણ કરાવવાના બહાને અંદાજે 200 જેટલા ગરીબ અને મધ્યમવર્ગીય શ્રદ્ધાળુઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. કથાનો મુખ્ય આયોજક કરોડો-લાખો રૂપિયા ઉઘરાવીને રાતોરાત ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે.પ્રતિ વ્યક્તિ 5 હજાર ઉઘરાવ્યા, છેલ્લી ઘડીએ ફોન બંધ મળતી વિગતો મુજબ, કચ્છના આયોજકે હરિદ્વારમાં ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરી લોકોને રહેવા, ખાવા-પીવાની અને કથા શ્રવણ કરાવવાની લાલચ આપી હતી. ભક્તિના રસે તરબોળ થવા માટે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો અને ભક્તો તૈયાર થયા હતા. આયોજકે કથાના નામે રજીસ્ટ્રેશન પેટે એક વ્યક્તિ દીઠ 5,000 જેવી રકમ વસૂલી હતી. આમ, અંદાજિત 200 લોકો પાસેથી આયોજકે લાખો રૂપિયાનું ફંડ ભેગું કરી લીધું હતું. પરંતુ યાત્રા પર જવાનો સમય નજીક આવતા જ આયોજકે અચાનક પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો અને કથાના તમામ આયોજનો અધ્ધરતાલ મૂકીને રફુચક્કર થઈ ગયો હતો. યાત્રાળુઓ ન્યાય માટે આદિપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા પોતાની જીવનભરની કમાણીમાંથી ધર્મયાત્રા માટે નાણાં ચૂકવનારા શ્રદ્ધાળુઓ જ્યારે આયોજકની ઓફિસે પહોંચ્યા ત્યારે આખી છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. કથા અને પ્રવાસ રદ થતાં તેમજ પૈસા ડૂબી જતાં ભક્તોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઠગાઈનો ભોગ બનેલા અસંખ્ય યાત્રાળુઓનો મોટો કાફલો ન્યાયની આશા સાથે તાત્કાલિક આદિપુર પોલીસ સ્ટેશને દોડી ગયો હતો અને આયોજક વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શરુ કરી તપાસ આદિપુર પોલીસે યાત્રાળુઓની અરજી અને ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે ફરાર થઈ ગયેલા કથાના આયોજકની કુંડળી ખંખાડવા અને તેના લોકેશનના આધારે તેને દબોચી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો----     Vadodara : MLA અક્ષય પટેલના પુત્ર રિશી પટેલ સહિત 5 સામે ગુનો દાખલ, ડીઝલ ચોરીના આક્ષેપ સાથે માર માર્યાનો આરોપ 

Read Full Story arrow_forward
RG Kar Rape Case: સંદીપ ઘોષના ઘર પર ચાલશે બુલડોઝર, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો આદેશ
calendar_today May 22, 2026

RG Kar Rape Case: સંદીપ ઘોષના ઘર પર ચાલશે બુલડોઝર, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો આદેશ

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન બાંધકામનું નિરીક્ષણ કરવા માટે સંદીપ ઘોષના ઘરની મુલાકાતે ગયું હતું. અને નોટિસ ફટકારી હતી. સંદીપ ઘોષના ઘર પર તવાઇ આરજી કાર હોસ્પિટલમાં નાણાકીય ભ્રષ્ટાચારના કેસમાં સંદીપ ઘોષ જેલની સજા ભોગવી રહ્યા છે. સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના નોટિફિકેશનમાં જણાવાયું હતું કે, બેલેઘાટાના બદન રોય લેનમાં સંદીપ ઘોષના ઘરના ત્રણ ભાગ પરવાનગી વિના બનાવવામાં આવ્યા હતા. આમાંથી એક ભાગ તોડી પાડવો પડશે. સંદીપ ઘોષ અને સંગીતા ઘોષ પર 83, બદન રોય લેન ખાતે બિલ્ડીંગ રૂલ્સ 2009 ની કલમ 133 અને 134નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. કોર્પોરેશને સંદીપ ઘોષને નોટિસ મોકલી 30 ઓક્ટોબર 2024ના રોજ, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંદીપ ઘોષના ઘર પર નોટિસ મોકલવામાં આવી હતી. મ્યુનિસિપલ અધિકારીઓએ તેમના ઘરની પણ મુલાકાત લીધી હતી. નોટિસમાં જણાવાયું હતું કે, સંદીપ ઘોષના ઘર પર 5.425 ચોરસ મીટરનું છતનું આવરણ ગેરકાયદેસર હતું. 2.05 મીટર ઊંચો આ ભાગ પરવાનગી વિના બનાવવામાં આવ્યો હતો. વધુમાં, સમર્પિત મશીનરી રૂમ સુધી પહોંચવા માટે છત પર લોખંડની સર્પાકાર સીડી સ્થાપિત કરવામાં આવી હતી. ત્રીજા માળે દરવાજાની સામે એક નવી ઈંટની દિવાલ બનાવવામાં આવી છે. આ ઉમેરો પણ પરવાનગી વિના કરવામાં આવ્યો હતો. શું હતો મામલો ? ફરજ પરના ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા સમયે સંદીપ ઘોષ હોસ્પિટલના અધિક્ષક હતા. આ ઘટનામાં તેમની ભૂમિકા અંગે પ્રશ્નો ઉભા થયા હતા. વિવાદ વચ્ચે, ઘોષે રાજીનામું આપ્યું. બાદમાં, તેમનું નામ હોસ્પિટલમાં બળાત્કાર, હત્યા અને નાણાકીય ભ્રષ્ટાચારના અલગ અલગ કેસોમાં સામે આવ્યું. બંને કેસમાં સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને બળાત્કાર અને હત્યા કેસમાં જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ નાણાકીય ભ્રષ્ટાચારના કેસમાં તેઓ જેલમાં છે. આ પણ વાંચોઃ 2027ની ચૂંટણી પહેલા giorgia meloniની વધી શકે છે મુશ્કેલીઓ, જાણો શું મામલો?

Read Full Story arrow_forward
Vapi : પાનનો ગલ્લો ચલાવતા વેપારીનું અપહરણ, ગાંજાના કેસની ધમકી આપી હોમગાર્ડ અને GRD જવાનોએ પૈસા પડાવ્યા
calendar_today May 22, 2026

Vapi : પાનનો ગલ્લો ચલાવતા વેપારીનું અપહરણ, ગાંજાના કેસની ધમકી આપી હોમગાર્ડ અને GRD જવાનોએ પૈસા પડાવ્યા

વલસાડ જિલ્લાના વાપી શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમના શિરે નાગરિકોની સુરક્ષાની જવાબદારી છે, તેવા કાયદાના રક્ષકો જ લૂંટારૂ બન્યા હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાપીમાં એક હોમગાર્ડ અને બે જીઆરડી જવાનોએ ભેગા મળીને એક નિર્દોષ પાનનો ગલ્લો ચલાવતા વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું અને ત્યારબાદ ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને હજારો રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે પોલીસે કડક વલણ અપનાવી ત્રણેય આરોપી યુનિફોર્મધારીઓની ધરપકડ કરી લીધી છે.અપહરણ કરીને આચર્યો ખંડણીનો ખેલ મળતી વિગતો મુજબ, વાપીમાં નાની એવી પાનની દુકાન ચલાવીને ગુજરાન ચલાવતા વેપારીને આ આરોપીઓએ નિશાન બનાવ્યો હતો. આરોપીઓ ક્રેટા કાર લઈને આવ્યા હતા અને વેપારીને કશું સમજાય તે પહેલાં જ તેનું કારમાં અપહરણ કરી ગયા હતા. કારની અંદર વેપારીને ધમકાવવામાં આવ્યો હતો કે તારી પાસે ગાંજો છે અને અમે તારા પર નાર્કોટિક્સનો મોટો કેસ કરીને તારી જિંદગી બરબાદ કરી નાખીશું. જેલના સળિયા પાછળ જવાથી બચવું હોય તો મોટી રકમ આપવી પડશે તેવી ધમકી આપવામાં આવી હતી. આ ડરના માર્યા ભયભીત થયેલા વેપારી પાસેથી આરોપીઓએ કટકે-કટકે કુલ 90 હજાર રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે ગુનો નોંધી કાયદાના રક્ષકોને જેલ ભેગા કર્યા સમગ્ર મામલે ભોગ બનનાર વેપારીએ હિંમત દાખવીને વલસાડ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી. સામાન્ય નાગરિક પાસેથી પોલીસના નામે આ રીતે અપહરણ અને ખંડણી વસૂલાતની વાત સાંભળીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્રણેયની ધરપકડ ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ના આધારે પોલીસે ખંડણીખોર ટોળકીને ટ્રેક કરી લીધી હતી. આ તપાસમાં ખુલાસો થયો કે ગુનામાં વપરાયેલી ક્રેતા કાર સાથે એક હોમગાર્ડ જવાન અને બે જીઆરડી જવાનો સામેલ હતા. પોલીસે ત્રણેયઆરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ચર્ચા જાગી છે કે જો રક્ષકો જ આવા ગુના આચરશે તો સામાન્ય જનતા કોના ભરોસે રહેશે. આ પણ વાંચો----     Vadodara : MLA અક્ષય પટેલના પુત્ર રિશી પટેલ સહિત 5 સામે ગુનો દાખલ, ડીઝલ ચોરીના આક્ષેપ સાથે માર માર્યાનો આરોપ

Read Full Story arrow_forward