android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: જસદણમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ; મુંબઈથી આવેલા 66 વર્ષીય વૃદ્ધનું હીટવેવથી કરુણ મોત
calendar_today May 22, 2026

Rajkot News: જસદણમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ; મુંબઈથી આવેલા 66 વર્ષીય વૃદ્ધનું હીટવેવથી કરુણ મોત

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં હીટવેવના કારણે એક વૃદ્ધના મોતનો બનાવ સામે આવ્યો છે. મુંબઈથી દર્શનાર્થે આવેલા 66 વર્ષીય બિંદુ કુમાર ધીરજલાલ થોસીયા કોઠી ગામ વિસ્તારમાં બપોરના સમયે રસ્તા પર ચાલતા હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા. વિસ્તારમાં ભારે ગરમી અને ઊંચા તાપમાનને કારણે તેઓની તબિયત લથડ્યાની માહિતી સામે આવી છે.સ્થાનિકોએ હોસ્પિટલ ખસેડ્યા, સારવાર દરમિયાન મોત વૃદ્ધ બેભાન થતા સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ હીટવેવ અને વધુ તાપમાનના કારણે વૃદ્ધની તબિયત બગડતાં મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તબીબો અને તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા તેમજ ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : સૂટ સ્પેસ કંપનીના 4 કરોડના કૌભાંડમાં અરવલ્લી કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ સહિત 2 ડાયરેક્ટરોની ધરપકડ
calendar_today May 22, 2026

Gandhinagar : સૂટ સ્પેસ કંપનીના 4 કરોડના કૌભાંડમાં અરવલ્લી કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ સહિત 2 ડાયરેક્ટરોની ધરપકડ

ગાંધીનગરના હાઈટેક ગિફ્ટ સિટી વિસ્તારમાં આવેલી હાઈ-પ્રોફાઈલ સૂટ સ્પેસ કંપની સામે આખરે છેતરપિંડીનો મસમોટો ગુનો દાખલ થયો છે. ડિજિટલ યુગમાં રોકાણકારોને આકર્ષક સ્કીમો બતાવી કરોડો રૂપિયા તારવી લેવાના આ રેકેટમાં ગાંધીનગરની ડભોડા પોલીસે મોટી કાર્યવાહી કરી છે.કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલ સહિત બે આરોપીઓની ધરપકડ આ હાઈપ્રોફાઈલ કૌભાંડમાં પોલીસે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલ સહિત બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લેતા રાજકીય અને વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અરૂણ પટેલ આ કંપનીમાં ભાગીદાર હોવાની સાથે ડાયરેક્ટરનો મહત્વનો હોદ્દો પણ ધરાવતા હતા. શું હતું સૂટ સ્પેસ કંપનીનું 'ટેરાબાઈટ' રોકાણ મોડલ? મળતી વિગતો મુજબ, ગિફ્ટ સિટીમાં કાર્યરત આ કંપની દ્વારા લોકોને ડિજિટલ ડેટા સ્ટોરેજ એટલે કે ટેરાબાઈટ માં રોકાણ કરવાની લાલચ આપવામાં આવતી હતી. કંપનીમાં મુખ્યત્વે ટેરાબાઈટ વેચાણ અને રેન્ટ મોડલ ચાલતું હતું. જેમાં રોકાણકારોને 1 ટેરાબાઈટ સ્પેસ રૂપિયા 40 હજારમાં વેચવામાં આવતી હતી. આ સ્પેસ વેચ્યા બાદ કંપની પોતે જ રોકાણકારો પાસેથી તે પરત ભાડે રાખતી હતી અને તેના બદલામાં રોકાણકારને દર મહિને 1 ટેરાબાઈટ દીઠ રૂપિયા 1500 ભાડું આપવાની ખાતરી અપાતી હતી. ઊંચા વળતરની લાલચમાં આવીને અનેક લોકોએ આ સ્કીમમાં લાખો રૂપિયાનું આંધળું રોકાણ કરી દીધું હતું. 4 કરોડની છેતરપિંડી, ફરિયાદીઓનો આંકડો વધશે રોકાણકારોને વળતર આપવાનું બંધ કરી દેતા આખરે આ આખું કૌભાંડ બહાર આવ્યું હતું. શરૂઆતમાં 13 જેટલા ભોગ બનનાર ફરિયાદીઓએ હિંમત દાખવીને ડભોડા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં જ લગભગ રૂપિયા 4 કરોડની મસમોટી છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો છે.  ડાયરેક્ટરો અને ભાગીદારો સહિત કુલ 6 આરોપીઓ સામે ગુનો પોલીસે આ સમગ્ર સ્કેમમાં કંપનીના ડાયરેક્ટરો અને ભાગીદારો સહિત કુલ 6 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે, જેમાંથી અરવલ્લી કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ભોગ બનનાર અન્ય રોકાણકારો પણ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા હોવાથી કૌભાંડનો આંકડો અને ફરિયાદીઓની સંખ્યા હજુ વધી શકે છે. હાલમાં બાકીના 4 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો----     Vadodara : MLA અક્ષય પટેલના પુત્ર રિશી પટેલ સહિત 5 સામે ગુનો દાખલ, ડીઝલ ચોરીના આક્ષેપ સાથે માર માર્યાનો આરોપ

Read Full Story arrow_forward
Rajkotમાં જાહેર રસ્તા પર રીક્ષા ચાલકની દાદાગીરી, બાઈક સવાર સાથે મારામારીનો વીડિયો થયો વાયરલ
calendar_today May 22, 2026

Rajkotમાં જાહેર રસ્તા પર રીક્ષા ચાલકની દાદાગીરી, બાઈક સવાર સાથે મારામારીનો વીડિયો થયો વાયરલ

રાજકોટ શહેરના રેસકોર્સ રીંગ રોડ પર મારામારીની ઘટના સામે આવી છે. માહિતી મુજબ એક રીક્ષા ચાલકે નજીવી બાબતે બાઈક સવાર સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ તેના પર હુમલો કર્યો હતો. જાહેર રસ્તા પર થયેલી આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં પણ અચંબો ફેલાયો હતો.રીક્ષા ચાલકોના વર્તન સામે ઉઠ્યા સવાલો ઘટના બાદ શહેરમાં રીક્ષા ચાલકોના વર્તન અને ટ્રાફિક શિસ્ત અંગે ફરી સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કેટલાક રીક્ષા ચાલકો દ્વારા વારંવાર દાદાગીરી અને ગેરવર્તનના બનાવો સામે આવતા રહે છે. બાઈક સવારને માર મારવાની ઘટનાએ સામાન્ય નાગરિકોમાં રોષની લાગણી ઉભી કરી છે. મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં રીક્ષા ચાલક બાઈક સવારને માર મારતો જોવા મળી રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચા શરૂ થઈ છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward