android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengal : મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીનો આદેશ, ગેરકાયદે બાંગ્લાદેશીઓને કોર્ટ નહીં, સીધા બીસીએફને આપી દો
calendar_today May 22, 2026

West Bengal : મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીનો આદેશ, ગેરકાયદે બાંગ્લાદેશીઓને કોર્ટ નહીં, સીધા બીસીએફને આપી દો

પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં ઘૂસણખોરી રોકવા માટે એક બહુ મોટો અને કડક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે હવેથી રાજ્યમાં જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસી પકડાશે, તો તેને કોર્ટમાં રજૂ કરવાની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. પોલીસ અને રેલવે સુરક્ષા દળ તેને સીધા બોર્ડર પર સીમા સુરક્ષા દળ BSFને સોંપી દેશે, જેથી તેને તાત્કાલિક બાંગ્લાદેશ પરત મોકલી શકાય. આ નવો આદેશ 20 મેથી જ સમગ્ર બંગાળમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.પહેલાં જમાડવામાં આવશે, પછી સીધા બોર્ડર પાર હાવડા ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ અને RPFને આ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે. જો હાવડા સ્ટેશન કે રાજ્યના કોઈપણ ખૂણે કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિક પકડાશે અને જો તે CAA નાગરિકતા સંશોધન અધિનિયમ) હેઠળ ભારતીય નાગરિકતા મેળવવા માટે હકદાર નહીં હોય, તો તેને કોર્ટમાં લઈ જઈને સમય બગાડવામાં નહીં આવે. માનવતાના ધોરણે તેને પહેલાં બરાબર જમાડવામાં આવશે અને ત્યારબાદ સીધા ઉત્તર 24 પરગણા જિલ્લાના બશીરહાટ બોર્ડર અથવા પેટ્રાપોલ બોર્ડર પર લઈ જઈને BSFને સોંપી દેવાશે, જ્યાંથી BSF તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરશે. આ ઉપરાંત, દર અઠવાડિયે આવા પકડાયેલા લોકોનો રિપોર્ટ ડીજીપીમારફતે સીધો મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ને મોકલવાનો રહેશે. નવા કાયદા અને કેન્દ્રના આદેશ હેઠળ લેવાયો નિર્ણય મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, સીએએ (CAA) કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધાર્મિક સતામણીના કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે છે. જે પ્રવાસીઓ આ દાયરામાં નથી આવતા, તેમની સામે જ આ કડક એક્શન લેવાશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI)ના અહેવાલ મુજબ, આ નિર્ણય સંસદ દ્વારા પાસ કરાયેલા 'પ્રવાસન અને વિદેશીઓ અધિનિયમ, ૨૦૨૫' હેઠળ લેવાયો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ૧૪ મેના રોજ મોકલવામાં આવેલા આદેશના પાલન સ્વરૂપે બંગાળ સરકારે આ કડક વલણ અપનાવ્યું છે. વર્ષો જૂની લાંબી કાનૂની પ્રક્રિયાનો અંત અત્યાર સુધીના નિયમ પ્રમાણે, જો કોઈ વિદેશી નાગરિક માન્ય દસ્તાવેજો વગર પકડાતો, તો તેની વિદેશી અધિનિયમ, ૧૯૪૬ની ધારા 14(A) હેઠળ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવો પડતો હતો. કોર્ટ તે ગેરકાયદેસર છે કે નહીં તે નક્કી કરતી અને આ કાનૂની પ્રક્રિયા વર્ષો સુધી ખેંચાતી હતી. મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારીના આ નવા આદેશથી હવે કોર્ટની લાંબી રાહ જોવી નહીં પડે અને ઘૂસણખોરોને સીધા બોર્ડર ભેગા કરી દેવાશે.આ પણ વાંચો----     Vadodara : MLA અક્ષય પટેલના પુત્ર રિશી પટેલ સહિત 5 સામે ગુનો દાખલ, ડીઝલ ચોરીના આક્ષેપ સાથે માર માર્યાનો આરોપ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  ગાંધીનગરમાં સૂટ સ્પેસ કંપની સામેના કેસમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ધરપકડ
calendar_today May 22, 2026

Gujarat Latest News Live : ગાંધીનગરમાં સૂટ સ્પેસ કંપની સામેના કેસમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ધરપકડ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Kutch : ગાંધીધામમાં BSF જવાને પોતાની સર્વિસ રાઇફલથી ગોળી મારી કર્યો આપઘાત
calendar_today May 22, 2026

Kutch : ગાંધીધામમાં BSF જવાને પોતાની સર્વિસ રાઇફલથી ગોળી મારી કર્યો આપઘાત

ગાંધીધામમાંથી કાળજું કંપાવી દે તેવી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. દેશની સરહદોની રક્ષા કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના એક જવાને પોતાની જ રાઇફલથી ગોળી મારીને આત્મહત્યા કરી લેતા સેન્ય છાવણી સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.પોતાની જ સર્વિસ રાઇફલથી આપઘાત કર્યો મળતી વિગતો મુજબ, આ ચોંકાવનારી ઘટના ગાંધીધામ ખાતે આવેલી BSFની 90 બટાલિયનમાં બની છે. અહીં ફરજ બજાવતા જવાન પંકજ લખુભાઈ મેમાકિયાએ કોઈ અગમ્ય કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું હતું. પંકજ મેમાકિયા એ પોતાની સત્તાવાર સર્વિસ રાઇફલ માંથી પોતાની જાત પર ગોળી ચલાવી દીધી હતી. ગોળીનો અવાજ થતાં જ આસપાસના અન્ય સાથી જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરંતુ ગોળી વાગવાના કારણે ગંભીર ઈજાઓ થતાં જવાન પંકજનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતદેહને પીએમ માટે જામનગર મોકલાશે બનાવની જાણ થતાં જ BSFના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક જવાનના પાર્થિવ દેહને કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો----     Vadodara : MLA અક્ષય પટેલના પુત્ર રિશી પટેલ સહિત 5 સામે ગુનો દાખલ, ડીઝલ ચોરીના આક્ષેપ સાથે માર માર્યાનો આરોપ

Read Full Story arrow_forward