android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Pathankotમાં Pakistan માટે જાસૂસીનો મામલો આવ્યો સામે, લાઈવ ફૂટેજ મોકલતા પંજાબ પોલીસે કરી કાર્યવાહી
calendar_today May 22, 2026

Pathankotમાં Pakistan માટે જાસૂસીનો મામલો આવ્યો સામે, લાઈવ ફૂટેજ મોકલતા પંજાબ પોલીસે કરી કાર્યવાહી

આ શખ્સે સુજાનપુરમાં બ્રિજ નંબર 4 અને 5 વચ્ચે નેશનલ હાઈવે-44 પર સીસીટીવી લગાવ્યા હતા. હેન્ડલરોને લાઈવ ફૂટેજ મોકલતા ધરપકડ પઠાણકોટ પોલીસે એક ખતરનાક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુજાનપુરમાં ધરપકડ કરાયેલા એક શંકાસ્પદે જમ્મુ-પંજાબ રાષ્ટ્રીય ધોરીમાર્ગના લાઈવ ફૂટેજ પાકિસ્તાનમાં તેના હેન્ડલર્સને મોકલ્યા હતા. આ ફૂટેજની આપ-લે કર્યા બાદ તે તેના ડ્રગના વ્યવહારને ભંડોળ પૂરું પાડતો હતો. આરોપી તેના ડ્રગના વ્યવહારને ભંડોળ પૂરું પાડવા માટે દેશ સાથે દગો કરી રહ્યો હતો અને સરહદ પાર જમ્મુ-પંજાબ રાષ્ટ્રીય ધોરીમાર્ગના દરેક ક્ષણની માહિતી મોકલી રહ્યો હતો. આરોપીની પૂછપરછ શરુ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. જેનાથી આ વિશાળ નેટવર્ક વિશે વધુ ખુલાસો થવાની અપેક્ષા છે. પઠાણકોટના એસએસપી દલજિંદર સિંહ ધિલ્લોને જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા શંકાસ્પદ વ્યક્તિ પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યો હતો. આરોપીઓએ સુજાનપુરમાં નેશનલ હાઇવે 44 પર પુલ પાસે બજાર વિસ્તારમાં કેમેરા લગાવ્યા હતા. એસએસપીએ જણાવ્યું હતું કે, આ યુવાનનું વિદેશી રાષ્ટ્રવિરોધી દળો દ્વારા તેના ડ્રગ્સના વ્યસનને સંતોષવા માટે શોષણ કરવામાં આવી રહ્યું હતું. આ પણ વાંચોઃ ચેનાબ નદી પર ₹2600 કરોડના બે ગુપ્ત પ્રોજેક્ટ શરૂ, પાકિસ્તાનમાં ફફડાટ!

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : વલસાડ પારડી નેશનલ હાઈવે 48 પર બેદરકારી, કરોડોના ખર્ચે બનેલા ફૂટ ઓવરબ્રિજના પતરા લટક્યા
calendar_today May 22, 2026

Gujarat Latest News Live : વલસાડ પારડી નેશનલ હાઈવે 48 પર બેદરકારી, કરોડોના ખર્ચે બનેલા ફૂટ ઓવરબ્રિજના પતરા લટક્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat: વેસુમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ, ફાયર ટીમે પાણીનો મારો ચલાવી મેળવ્યો કાબૂ
calendar_today May 22, 2026

Surat: વેસુમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ, ફાયર ટીમે પાણીનો મારો ચલાવી મેળવ્યો કાબૂ

સુરત શહેરમાં ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. આજે આવી જ એક ભયાવહ ઘટના સુરતના વેસુ વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં આવેલી જાણીતી 'બ્રાન્ગ અલ્ટીમા' બિલ્ડિંગના નવમા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક જ અગનજ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ફ્લેટમાંથી ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા બહાર નીકળવા લાગ્યા હતા, જેને જોઈને બિલ્ડિંગના અન્ય રહીશો જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા.કોમર્શિયલ બિલ્ડિંગોમાં શોર્ટ સર્કિટના કારણે આગપ્રાપ્ત વિગતો અનુસાર, આગ 9મા માળે લાગી હોવાથી આસપાસના અન્ય ફ્લેટ્સમાં પણ ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે બિલ્ડિંગમાં રહેતા સેંકડો લોકોમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, હાલ શહેરમાં પડી રહેલી અસહ્ય ગરમી અને હીટવેવ જેવી સ્થિતિ વચ્ચે ઇલેક્ટ્રિક વાયરિંગ ઓવરહીટ થઈ ગયું હતું. આ ભારે લોડિંગના કારણે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.સમયસર ફાયરની એન્ટ્રીથી મોટી હોનારત ટળીઆગના આ ભયાનક બનાવ અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક સુરત ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા અને હાઈરાઈઝ બિલ્ડિંગનો મામલો હોવાના કારણે ફાયર વિભાગની ટીમ અલગ-અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ અને હાઇડ્રોલિક ક્રેન સાથે મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ બિલ્ડિંગના ઇન-બિલ્ટ ફાયર સિસ્ટમ અને પોતાની ગાડીઓમાંથી પાણીનો ભારે મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી દીધી હતી અને ટૂંક જ સમયમાં તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, સમયસર લેવાયેલા પગલાંના કારણે આ મોટી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ નાગરિક દાઝ્યું નથી, જે મોટી રાહતના સમાચાર છે.આ પણ વાંચો: Gondal: "મારો દીકરો ભોળો છે, તેને ખેતી ન કરાવતા..." ખેતર પાડોશીઓની દાદાગીરીએ લીધો ખેડૂતનો જીવ

Read Full Story arrow_forward