Heat wave: આગની ભઠ્ઠી બન્યું ઉત્તર ભારત! દેશના 26 શહેરોમાં કાળઝાળ ગરમીથી હાહાકાર
સમગ્ર દેશમાં હાલ ભીષણ ગરમી અને હીટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ૨૦ મેના રોજ ઉત્તર ભારત જાણે આગની ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હતું. દેશના અનેક વિસ્તારોમાં તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી જતાં સામાન્ય જનજીવન બુરી રીતે પ્રભાવિત થયું છે. અસહ્ય લૂ, કાળઝાળ તડકો અને અકળાવનારા ઉકળાટે લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે.ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ૨૦ મેના રોજ દેશના લગભગ ૫૦ ટકા ભાગમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, વિદર્ભ અને ઓડિશા જેવા રાજ્યો ગરમીમાં શેકાઈ રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના બાંદામાં સૌથી વધુ ૪૮.૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.આ શહેરોમાં આકાશમાંથી વરસી રહી છે આગદેશના ૨૬ થી વધુ શહેરો એવા છે જ્યાં પારો ૪૫ ડિગ્રી કે તેથી વધુ નોંધાયો છે. સૌથી ખરાબ સ્થિતિ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ પંથકમાં છે. બાંદા ઉપરાંત ખજુરાહો, વર્ધા, રોહતક અને નાગપુર જેવા શહેરો હાલ આગ ઓકી રહ્યા છે. હવામાન નિષ્ણાતોના મતે, મે મહિનાના અંત સુધી આ ગરમીમાંથી રાહત મળવાના કોઈ અણસાર નથી. ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન ૪૦ થી ૪૭ ડિગ્રીની વચ્ચે જળવાઈ રહેશે અને લૂની સ્થિતિ યથાવત રહેશે.જનજીવન પર માઠી અસર, વહીવટીતંત્ર હાઈ એલર્ટ પરઆ ભીષણ ગરમીના કારણે બપોરના સમયે લોકોનું ઘરની બહાર નીકળવું અશક્ય બન્યું છે. ખેતરોમાં કામ કરતા ખેડૂતો, મજૂરો અને રસ્તા પર કામ કરતા લોકો આ ગરમીથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. આરોગ્ય વિભાગે લોકોને બપોરે બહાર ન નીકળવા, પુષ્કળ પાણી પીવા, ઓઆરએસ (ORS) નું સેવન કરવા અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાની સલાહ આપી છે.બીજી તરફ, વધતા જતા તાપમાનને જોતા સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પણ હાઈ એલર્ટ પર છે. શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે અને પશુ-પક્ષીઓ માટે છાંયડા તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો આગામી દિવસોમાં પ્રી-મોન્સૂન વરસાદ કે ઠંડા પવનો નહીં ફૂંકાય તો સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે.આ પણ વાંચો:Nepal ભારતીય YouTubers અને Influencersને શા માટે આપી રહ્યું છે આમંત્રણ?, જાણો
Read Full Story arrow_forward