Mumbai : બાંદ્રા ડિમોલિશન દરમિયાન ટીમ પર હિંસક હુમલા, પથ્થરમારો કરવાના કેસમાં અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ
મુંબઈના બાંદ્રા ઈસ્ટ રેલવે સ્ટેશન નજીક આવેલા ગરીબ નગર વિસ્તારમાં 20 મેના રોજ ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન ભારે તણાવ સર્જાયો. કોર્ટના આદેશ મુજબ તંત્રની ટીમ સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે બુલડોઝર કાર્યવાહી કરવા પહોંચી હતી. કાર્યવાહી શરૂ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા અને વિરોધ શરૂ કર્યો હતો.પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને દૂર કરી વિરોધ પ્રદર્શન દરમિયાન ઉશ્કેરાયેલી ભીડે સરકાર વિરોધી નારા લગાવ્યા હતા અને અચાનક પોલીસ તથા તંત્રની ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હુમલામાં કેટલાક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. સ્થિતિ નિયંત્રણ બહાર જતાં પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને દૂર કરી હતી. આ ઘટનાને લઈને બાંદ્રા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. અત્યાર સુધીમાં 15 નામજોગ અને લગભગ 100 અજાણ્યા લોકો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી આરોપીઓ સામે હુલ્લડ, ફરજ પરના સરકારી કર્મચારીઓ પર હુમલો, સરકારી કામમાં અવરોધ અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી છે અને તેમને કોર્ટમાં રજૂ કરીને કસ્ટડી માગવામાં આવશે. મળતી માહિતી મુજબ આ હુમલો અચાનક થયેલો નહોતો પરંતુ પૂર્વ આયોજન હેઠળ કરવામાં આવ્યો હોવાની આશંકા છે. હાલ તપાસ એજન્સીઓ સમગ્ર ઘટનાના માસ્ટરમાઈન્ડની શોધમાં લાગી છે. ભીડને ભેગી કરવા અને ઉશ્કેરવા પાછળ કોનો હાથ હતો તેની દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ પણ વાંચો : NTA ચીફે સંસદીય કમિટીની સામે કહ્યું 'NEET પેપર લીક થયું નથી, CBI કહેશે ત્યારે સ્વીકારીશું'
Read Full Story arrow_forward