android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: BRTS બસ અને બાઇક વચ્ચે અકસ્માત, બેની હાલત ગંભીર
calendar_today May 21, 2026

Ahmedabad News: BRTS બસ અને બાઇક વચ્ચે અકસ્માત, બેની હાલત ગંભીર

અમદાવાદ શહેરમાં BRTS કોરિડોરમાં વાહનો ઘૂસી જવાના કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડી-માર્ટ (D-Mart) પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વાડજ તરફથી પૂરઝડપે આવી રહેલી એક BRTS બસે બાઇકને અડફેટે લઈને કચડી નાખી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇક સીધી બસની નીચે આવી ગઈ હતી અને તેના પર સવાર બે યુવકો જિંદગી અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. બંને યુવકોની હાલત અત્યંત નાજુક અકસ્માતમાં બાઇક સવાર બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી છે. બાઇક ચલાવી રહેલા થાનસિંગ ઉર્ફે અર્જુન ચૌહાણ નામના યુવકને માથા તેમજ મોઢાના ભાગે કમકમાટીભરી ગંભીર ઇજાઓ થઈ છે. બાઇક પાછળ બેઠેલા પ્રકાશ નામના અન્ય એક યુવકની હાલત પણ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં બંને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. CCTV ફૂટેજમાં ખુલાસો: BRTS ટ્રેકમાં ઘૂસતા જ કાળ ભેટી ગયો આ અકસ્માત કઈ રીતે સર્જાયો તેનો પ્રાથમિક ખુલાસો આસપાસના સીસીટીવી (CCTV) કેમેરા ચેક કરતા થયો છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાઇકચાલક પ્રતિબંધિત એવા BRTS ટ્રેક (કોરિડોર)માં અચાનક અંદર પ્રવેશ્યો હતો. આ જ સમયે ટ્રેક પર સ્પીડમાં આવી રહેલી બસ બાઇક પર ફરી વળી હતી. પોલીસે બસ ડ્રાઇવરની કરી અટકાયત અકસ્માતની જાણ થતાં જ B ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે અકસ્માત સર્જનાર BRTS બસના ડ્રાઇવર શૈલેષકુમાર ડામોરની અટકાયત કરી લીધી છે. પકડાયેલો ડ્રાઇવર ઓઢવ BRTS ડેપોમાં ફરજ બજાવે છે અને તે મૂળ શામળાજી તાલુકાના મેરાવાળા ગામનો વતની છે. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Ahmedabad-ગાંધીનગરમાં પારો 43 ડિગ્રી, જાણો 22 મેથી કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ?

Read Full Story arrow_forward
Chhotaudepur News: ઓરસંગ નદીમાં રેતી ચોરી પર રેડ, ફટકાર્યો કરોડોનો દંડ
calendar_today May 21, 2026

Chhotaudepur News: ઓરસંગ નદીમાં રેતી ચોરી પર રેડ, ફટકાર્યો કરોડોનો દંડ

છોટાઉદેપુર જિલ્લામાંથી વહેતી ઓરસંગ નદીમાં સફેદ રેતીના ચાલતા કાળા કારોબાર ઉપર જિલ્લા વહીવટી તંત્રએ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કર્યો છે. ગેરકાયદેસર રીતે નદીના પટને ખોતરી રહેલા રેત માફિયાઓ સામે લાલ આંખ કરીને તંત્રએ જિલ્લાના ઇતિહાસમાં ક્યારેય ન થઈ હોય તેવી રેકોર્ડબ્રેક દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.રતનપુર ગામે ઓરસંગ નદીમાં રેડ: 3.94 લાખ મેટ્રિક ટન રેતી ચોરી ઝડપાઈ ચોક્કસ બાતમીના આધારે જિલ્લા વહીવટી તંત્રની ટીમે સંખેડા તાલુકાના રતનપુર ગામે ઓરસંગ નદીના પટમાં અચાનક રેડ કરી હતી. આ રેડ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ત્યાં કોઈ પણ મંજૂરી વિના આશરે 3.94 લાખ મેટ્રિક ટન બિન-અધિકૃત રેત ખનન કરી લેવામાં આવ્યું હોવાનું માપણીમાં સામે આવ્યું હતું. રૂ. 13.32 કરોડનો ઐતિહાસિક દંડ અને 3 હિટાચી મશીન સિઝ આ મેગા ઓપરેશનમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે ખનન કરનારા માફિયાઓ સામે કુલ રૂપિયા 13.32 કરોડનો ભારેખમ દંડ ફટકારવામાં આવ્યો છે. નદીના પટમાંથી ગેરકાયદેસર ખોદકામ કરી રહેલા 3 કિંમતી હિટાચી મશીનોને સિઝ કરી લેવાયા છે. આ કાળા કારોબારમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય સૂત્રધારો ગોવિંદભાઈ ઓડ, સંજય ઠાકોર અને ઉર્વશીબા વાઢેર સામે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.https://x.com/sandeshnews/status/2057489450691952951 તેજગઢમાં પણ 31 લાખનો દંડ, કલેક્ટરની ખુલ્લી ચેતવણી આ રેડ ઉપરાંત તંત્ર દ્વારા છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે આવેલા રેતીના સ્ટોકની ઓચિંતી માપણી કરવામાં આવી હતી, જેમાં ક્ષતિઓ અને ગેરરીતિ માલૂમ પડતાં ત્યાં પણ રૂપિયા ૩૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સમગ્ર ઓપરેશન અંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતો આપી હતી. તેમણે રેત માફિયાઓને કડક શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં કુદરતી સંપત્તિની ચોરી કરનારા કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ પણ વાંચો - Chhotaudepur: નસવાડીના ભગવાનપુરા-ચુનાખાન રોડ પર સ્લેબ ડ્રેઇનનું ખાતમુહૂર્ત

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated Live: કચ્છમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી ભરત જાડેજાને 20 વર્ષની સખત કેદ
calendar_today May 21, 2026

Gujarat Latest News Updated Live: કચ્છમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી ભરત જાડેજાને 20 વર્ષની સખત કેદ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward