Kutch News: પશ્ચિમ કચ્છ પોલીસ પર ઉઠ્યા સવાલો, નંબર પ્લેટ વગરની કારમાં PSI ફરતા વિડીયો થયો વાયરલ
પશ્ચિમ કચ્છમાં ટ્રાફિક નિયમોના અમલને લઈને પોલીસ વિભાગ સામે સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ટ્રાફિક PSI આર.વી. જોષી નંબર પ્લેટ વગરની કારમાં ફરતા જોવા મળ્યા હોવાનું દાવો કરવામાં આવ્યો છે. આ વિડીયોને લઈને જાહેર સ્તરે ચર્ચા અને વિવાદ શરૂ થયો છે.ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન જ નિયમ ભંગના આક્ષેપ માહિતી મુજબ PSI દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજીને વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવતી હતી. ખાસ કરીને બ્લેક ફિલ્મ લગાવેલા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ જાગૃત નાગરિકે શેર કરેલા વિડીયોમાં PSI પોતે જ નંબર પ્લેટ વગરની કારમાં દેખાતા, “નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે કે શું?” એવા સવાલો ઉઠી રહ્યા છે. વિડીયો વાયરલ થતા ચર્ચા ગરમાઈ વિડીયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. લોકો દ્વારા પોલીસની કામગીરીની નૈતિકતા અને નિયમ પાલન અંગે સવાલો કરવામાં આવી રહ્યા છે. હાલ આ મામલે સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ભારે પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકો દ્વારા સમાન નિયમો તમામ માટે લાગુ કરવાની માંગ ઉઠી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward