android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: શક્કરપુર બળિયાદેવ મંદિરમાં આજે હવન અને મહા આરતી
calendar_today September 10, 2026

Anand: શક્કરપુર બળિયાદેવ મંદિરમાં આજે હવન અને મહા આરતી

ખંભાતના શક્કરપુર વિસ્તારમાં આવેલું શ્રી મોટા બળીયાદેવ મહારાજનું પૌરાણિક મંદિર વર્ષોથી આસ્થા, શ્રાદ્ધા અને પરંપરાનું કેન્દ્ર રહ્યું છે. ચરોતરના 42 ગામો અને 24 પરગણાના દેવ તરીકે જાણીતા બળિયા બાપજી પ્રત્યે ખંભાત સહિત આસપાસના વિસ્તારોના લોકોની અતૂટ શ્રાદ્ધા છે. બળીયાદેવ મહારાજને લોકઆસ્થાના દેવ તરીકે પૂજવામાં આવે છે અને ખાસ કરીને આરોગ્ય, સુખ-શાંતિ તથા વિવિધ બાધાઓમાંથી મુક્તિ માટે ભક્તો શ્રાદ્ધાપૂર્વક તેમની આરાધના કરે છે. શક્કરપુરધામના બળીયાદેવ મહારાજના મહિમાનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ હોવાનું વર્ષોથી મંદિરની પૂજા-અર્ચના સાથે જોડાયેલા ભાગ્યેશભાઈ ભટ્ટ જણાવે છે. અમાસના પાવન દિવસે બળિયા બાપજીના દર્શન કરી પૂજન-અર્ચન અને વધામણાં અર્પણ કરવાની પરંપરા પણ વર્ષોથી ચાલી આવે છે.આ પાવન પરંપરાને અનુસરી આજે શ્રાવણી અમાસ નિમિત્તે શક્કરપુરધામ સ્થિત શ્રી મોટા બળીયાદેવ મહારાજ મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 9 વાગ્યાથી હવનનો પ્રારંભ થશે અને બપોરે 12 વાગ્યે શ્રીફ્ળ હોમવાની વિધિ સાથે પૂર્ણાહુતિ કરવામાં આવશે. ત્યારબાદ તુરંત જ ભવ્ય મહાઆરતી યોજાશે. પરંપરા મુજબ ગુપ્ત પૂજા અંતર્ગત દીપ અર્પણ વિધિ પણ કરવામાં આવશે. લોકકલ્યાણ, સર્વજનના સુખ-શાંતિ અને મંગલની ભાવના સાથે યોજાનારા આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતા છે. મંદિર પ્રશાસન અને આયોજકો દ્વારા ખંભાત શહેર તેમજ આસપાસના વિસ્તારના સર્વે ધર્મપ્રેમી નાગરિકો અને માઈભક્તોને પરિવાર સાથે ઉપસ્થિત રહી બળિયા બાપજીના દર્શન, હવન તથા મહાઆરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.શક્કરપુરના બળીયાદેવ મહારાજ સાથે જોડાયેલી વધામણાંની પરંપરા પણ ખંભાતની આગવી ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ બની છે. દર વર્ષે ચૈત્ર મહિનાની શરૂઆતમાં પણ ખંભાતના વિવિધ વિસ્તારોમાંથી ભક્તો ઘરમાં પ્રસાદ તૈયાર કરી શોભાયાત્રા સ્વરૂપે મંદિરે પહોંચે છે અને ભગવતી આલેખથી શણગારેલા દંડ તથા નૈવેદ્ય સાથે બળિયા બાપજીને વધામણાં અર્પણ કરે છે. ખંભાત તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિવિધ જ્ઞાતિના અને 18 વર્ણના ભાવિકો શ્રાદ્ધાપૂર્વક આ પરંપરામાં જોડાય છે, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તિ અને એકતાનું અનોખું વાતાવરણ સર્જાય છે. શ્રાવણી અમાસના કાર્યક્રમને અનુલક્ષીને ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પાણી, આરામ અને જરૂરી માર્ગદર્શન સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. શક્કરપુરધામના આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો પધારી બળિયા બાપજીના આશીર્વાદ મેળવે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Limbdi: બેંક અને દસાડાના બે મંદિરમાં તસ્કરોનો હાથફેરો
calendar_today September 10, 2026

Limbdi: બેંક અને દસાડાના બે મંદિરમાં તસ્કરોનો હાથફેરો

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની વારદાતો ચિંતાજનક રીતે વધી રહી છે. જેમાં લીંબડી એસબીઆઈમાંથી રૂપીયા 1 લાખ મહિલા તફડાવી ગઈ છે. બીજી તરફ દસાડાના નાના ગોરૈયાની સીમમાં આવેલ હનુમાનજી મંદિર અને પાટડી-ખારાઘોડા રોડ પર આવેલ સીંધાઈ માતાના મંદિરે તસ્કરોએ હાથ ફેરો કર્યો છે. પોલીસે ચોરીની ફરિયાદો નોંધીને તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.લીંબડીના બહીલાપરામાં રહેતા 51 વર્ષીય મહેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ પરમાર લીંબડી તળાવ કાંઠે પોતાની માનવ સહાય ટ્રસ્ટની ઓફીસમાં પીજીવીસીએલની કલેકશન એજન્સી ચલાવે છે. તા. 17-8ના રોજ તેઓ કલેકશનના રૂપીયા 1 લાખ જેમાં 500ની નોટના 2 બંડલ હતા તે લઈને લીંબડી સ્ટેશન રોડ પર આવેલ એસબીઆઈમાં ભરવા ગયા હતા. જેમાં તેઓ પાસબુકની એન્ટ્રી કરાવવા લાઈનમાં ઉભા હતા ત્યારે કોઈ મહિલા નજર ચુકવી રૂપીયા 1 લાખની ઉઠાંતરી કરીને લઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના બેંકના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ અંગે તા. 99ના રોજ મોડી સાંજે લીંબડી પોલીસ મથકે અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપી મહિલાને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ એમ.એમ.બારૈયા ચલાવી રહ્યા છે. જયારે દસાડા તાલુકાના નાના ગોરૈયા ગામની સીમમાં સડલાના રસ્તે ગોઢીયા હનુમાનજીનું મંદિર આવેલુ છે. તા. 9-9ના રોજ સવારે મંદિરના પુજારી હરેશગીરી પ્રહલાદગીરી ગોસ્વામી મંદિરે આરતી કરવા જતા દરવાજા ખુલ્લા જોયા હતા. અને દરવાજાના નકુચા તુટેલા હતા. મંદીરમાં હનુમાન દાદાને ચડાવેલ મુગટ, છત્તર, કાનના કુંડળ અને દાનપેટી તોડી રોકડ કોઈ ચોરી કરી લઈ ગયુ હતુ. બાદમાં દર્શને આવેલા નાના ગોરૈયાના મણીલાલ પટેલને પુજારીએ આ વાત કરી હતી. જેમાં બજાણા પોલીસ મથકે તા. 9ના રોજ અજાણ્યા શખ્સ સામે ભગવાનના આભુષણો અને રૂપીયા 5 હજાર રોકડા મળી કુલ રૂપીયા 1.30 લાખની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે વધુ તપાસ ઈન્ચાર્જ પીઆઈ એ.કે.વાઘેલા ચલાવી રહ્યા છે. બીજી તરફ પાટડી શહેરના 4 રસ્તેથી ખારાઘોડા રોડ તરફ બાવળીયાળી સીંધાઈ માતાજીનું મંદિર આવેલુ છે. તા. 5-9ના રોજ રાતથી તા. 6ની સવાર સુધીમાં કોઈ શખ્સો મંદિરની દાનપેટી તોડી તેમાંથી રોકડા રૂપીયા 5 હજારની ચોરી કરી લઈ ગયા છે. આ અંગે પાટડીના દશામાના પરા વિસ્તારમાં રહેતા જીણાભાઈ ઝીંઝુવાડીયાએ પાટડી પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ વી.કે.જાદવ ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: નવો રોડ બન્યો અને ખોદકામનું મુહૂર્ત નીકળ્યું !
calendar_today September 10, 2026

Dhandhuka: નવો રોડ બન્યો અને ખોદકામનું મુહૂર્ત નીકળ્યું !

અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરના હાર્દ સમા કોલેજ રોડથી શ્યામઘાટ સ્કૂલ સુધીના માર્ગ પર પાલિકા તંત્ર દ્વારા પાણીની લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વિકાસના કામો જરૂરી છે, પરંતુ એક તરફ્ નવો રોડ બનાવ્યા બાદ થોડા જ સમયમાં ફરી તેનું ખોદકામ કરવામાં આવતા વિકાસના આયોજન સામે સવાલો ઉઠી રહ્યા છે.થોડા મહિનાઓ અગાઉ જ કોલેજ રોડ પર સુંદર માર્ગ બનાવવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ પાણીની લાઇન તેમજ ગટર લાઇન નાખવાની કામગીરી માટે માર્ગની એક સાઇડમાં ખોદકામ કરવામાં આવ્યું છે. પરિણામે છેલ્લા ઘણા દિવસોથી માર્ગની હાલત બિસ્માર બની છે. સતત વાહન વ્યવહાર ધરાવતા આ માર્ગ પર ખોદકામ અને ધૂળ-માટીના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.કોલેજ રોડ પર શાળાઓ અને કોલેજ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ રાહદારીઓની પણ સતત અવરજવર રહે છે. તહેવારોના દિવસોમાં માર્ગ પરથી ઊડતી ધૂળને કારણે આસપાસના દુકાનદારો અને ખાસ કરીને ખાણીપીણીની દુકાનોના સંચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો સવાલ છે કે વિકાસના કામો ચોક્કસ થવા જોઈએ, પરંતુ યોગ્ય આયોજનના અભાવે જનતાને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે તેવા વિકાસકાર્યોનો અર્થ શું? અગાઉ નવો રોડ બનાવ્યા બાદ ફરી ખોદકામ કરવાને બદલે પાણી-ગટર લાઇનની કામગીરી અગાઉથી આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવી હોત તો જાહેર નાણાં અને સમય બંનેનો બચાવ થઈ શક્યો હોત. હવે કામગીરી પૂર્ણ થયા બાદ કોલેજ રોડ ફરી ક્યારે નવો બનશે તે સમય જ બતાવશે, પરંતુ હાલ માર્ગની બિસ્માર સ્થિતિને પગલે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોએ પાલિકા તંત્રને સત્વરે ખોદકામ કરાયેલ માર્ગનું સમારકામ કરીમાર્ગને વાહનચાલકો અને રાહદારીઓ માટે સુગમ બનાવવાની માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward