android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dabhoi: ઇદના જુલૂસમાં નિયમભંગ બદલ ચાર ડીજે સંચાલક પર તવાઇ
calendar_today September 10, 2026

Dabhoi: ઇદના જુલૂસમાં નિયમભંગ બદલ ચાર ડીજે સંચાલક પર તવાઇ

ડભોઇ શહેરમાં ગત 26-8-26ના રોજ ઈદેમિલાદના જુલૂસમા કેટલાક ડી.જે. એ સૂર રેલાવ્યા હતા. જેની સામે ડભોઇ પોલીસે વાતાવરણ પ્રદુષિત કરવાની કલમોથી ફરિયાદ નોંધીને ડી.જે જપ્ત કરવામાં આવતા નાનકડા શહેરમાં ચકચાર મચી છે.ડભોઇ ખાતે ઈદેમિલાદના જુલૂસમા વૈભવ ડી.જે. સાઉન્ડના ઓપરેટર અજય અરવિંદ ઓડ (રે. બોડેલી), પાટીલ ડી.જે. સાઉન્ડના ઓપરેટર હિમાંશુ યોગેશ પવાર (રે.તરસાલી વડોદરા), સ્નાઈપર ડી.જે. સાઉન્ડના ઓપરેટર મિત અશોક માછી (રે. નવા માંડવા ચાંદોદ) અને જે.આર.ડી. કિંગ ડી.જે. સાઉન્ડના ઓપરેટર સાહિલ સુરેશ બારીયા (નારણપુરા તા.ડભોઇ)એ ગત તા.26-8-26ના રોજ ઈદેમિલાદના જુલૂસમા ડી.જે. વગાડયું હતું. જેમાં ના. કલેકટર અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટની પરવાનગી હતી. છતાં ડી.જે. સિસ્ટમના સંચાલકો દ્વારા પોતાની અને અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમ મા મૂકાય તેમ ડી.જે.સિસ્ટમ ઉપર કેટલાક વ્યક્તિને બેસાડયાં હતા. અને પોતાના વાહનોને મોડીફાઈડ કરી વધારે પડતી સિસ્ટમ ગોઠવી નામદાર સુપ્રીમ કોર્ટના વખતો વખતના ચુકાદાના નિર્દેશો અને ગુજરાત પોલ્યુશન બોર્ડ પર્યાવરણ 51252 14-5-2010થી ધોંધાટ ઉત્પન્ન કરતાં અને નિપજાવતા સ્ત્રોતના નિયંત્રણ અને નિયમન માટે અને ભારત સરકારના વન પર્યાવરણ અધિનિયમ 1986ની કલમ 6 તથા 25 હેઠળ ધ્વનિ પ્રદુષણ 2000નું 14 ફેબ્રુઆરી 2000નું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં 1-1-2010ના સુધારા મુજબ સાઉન્ડ લીમીટર સિસ્ટમ વગર ડી.જે સિસ્ટમ વગાડવી અને ટ્રાફ્કિ અડચણ અને આજુબાજુ રહેતા લોકોને ત્રાસદાયક કૃત્ય કરી જિલ્લા મેજીસ્ટ્રેટ વડોદરાના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 અને ગુજરાત પોલીસ એકટ કલમ 33 (1) , 37 (1) (એફ્) અન્વયે બહાર પાડેલ જાહેરનામા મુજબ 281, 292, 223 અને 184,194 A મુજબ ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ગ્રામસેવકો હવે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું
calendar_today September 10, 2026

Surendranagar: ગ્રામસેવકો હવે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું

રાજયભરમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ માંગણીઓ પુરી ન થતા આંદોલનનું રણશીંગુ ફુંકયુ છે. જેમાં તા. 10મીના રોજ રાજયના દરેક જિલ્લામથકે આવેદનપત્ર આપી આંદોલનાત્મક કાર્યક્રમોની જાણ કરી છે.રાજયના મહેસુલી કર્મીઓ બાદ હવે ગ્રામસેવકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. રાજયમાં જગતના તાતના સુખ-દુઃખનો સાથી અને માર્ગદર્શક એવા ગ્રામ સેવકો ગ્રામ્ય પંથકના છેવાડાના ખેડુત સુધી સરકારી વીવીધ યોજનાઓ, સબસીડી, બીયારણ-ખાતરની માહીતી, ખેતીની આધુનીક પધ્ધતી પહોંચાડી સરકાર અને ખેડુતો વચ્ચે સેતુનું કામ કરે છે. પરંતુ ગ્રામ સેવકોના પડતર પ્રશ્નો અને તેમના પર લાદવામાં આવતા અન્ય સંવર્ગોના કામના ભારણથી ગ્રામસેવકો પરેશાન થઈ ગયા છે. આથી ગુજરાત રાજય ગ્રામસેવક મહામંઢળ દ્વારા રાજયના કૃષી મંત્રી, પંચાયત મંત્રીને અગાઉ લેખીત રજુઆત કરી અલ્ટીમેટમ અપાયુ હતુ. તેમ છતાં સરકારે કોઈ હકારાત્મક નીર્ણય ન લેતા ગ્રામસેવકોએ તા. 9 સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરી હતી. જયારે તા. 10ને ગુરૂવારે રાજયના દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ આવેદનપત્ર અપાયુ હતુ. અને આગામી કાર્યક્રમોની જાણ સાથે માંગણીઓ પુરી કરવા જણાવ્યુ હતુ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગ્રામ સેવકોએ કલેકટર કચેરી ખાતે અધીક કલેકટર વી.ડી.સાકરીયાને અને બહુમાળી ભવન ખાતે ખેતીવાડી અધીકારીને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં ગ્રામ સેવકો તા. 14મીએ તમામ સરકારી વોટસએપ ગ્રુપમાંથી લેફટ થશે, તા. 21થી ઓનલાઈન કામગીરીનો બહીષ્કાર કરશે, તા. 25મીએ પેનડાઉન, તા. 1-10ના રોજ માસ સીએલ પર જશે અને તા. 2જી ઓકટોબરથી અચોક્કસ મુદતની હડતાલ પર જનાર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dholka: APMCમાં કિસાન વિકાસ પેનલનો ભવ્ય વિજય
calendar_today September 10, 2026

Dholka: APMCમાં કિસાન વિકાસ પેનલનો ભવ્ય વિજય

ધોળકા APMC માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત સહકાર પેનલ અને કિસાન વિકાસ પેનલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો હતો. ભારે રસાકસી વચ્ચે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કિસાન વિકાસ પેનલે પૂર્ણ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવી પેનલને મોટો ઝટકો આપ્યો છે. મહત્વનું છે કે ધોળકા APMC માર્કેટ યાર્ડમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનો દબદબો રહ્યો હતો. જોકે, આ વખતે કિસાન વિકાસ પેનલે ભાજપના ગઢમાં ગાબડું પાડી સત્તા પરિવર્તનનો સંકેત આપ્યો છે. લાંબા સમયથી ચાલતા ભાજપના વર્ચસ્વનો અંત લાવી કિસાન વિકાસ પેનલે APMCમાં પોતાનો ડંકો વગાડયો છે. ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ કિસાન વિકાસ પેનલના વિજેતા ઉમેદવારો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિજયની ખુશીમાં ઢોલ-નગારાના તાલે ઉજવણી કરવામાં આવી, ફ્ટાકડા ફેડવામાં આવ્યા અને એકબીજાના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. વિજેતા ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 15 વર્ષના ભાજપના દબદબાનો અંત અને કિસાન વિકાસ પેનલનો વિજય ધોળકા APMCની રાજકીય-સહકારી વ્યવસ્થામાં મોટા ફેરફારના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward