android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkanthaમાં વાવણી પહેલા ડીઝલની અછતથી ખેડૂતોની મુશ્કેલી વધી, ટ્રેક્ટરો બન્યા નિષ્ક્રિય
calendar_today May 21, 2026

Sabarkanthaમાં વાવણી પહેલા ડીઝલની અછતથી ખેડૂતોની મુશ્કેલી વધી, ટ્રેક્ટરો બન્યા નિષ્ક્રિય

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની અછત ગંભીર બનતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસું નજીક આવતા ખેડૂતોએ વાવણી પૂર્વેની તૈયારીઓ શરૂ કરી છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતાં ખેતીકાર્ય પર સીધી અસર પડી રહી છે. રતનપુર સહિત અનેક ગામોમાં ટ્રેક્ટરો અને કૃષિ યંત્રોના પૈડા ધીમા પડી ગયા છે. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે પેટ્રોલપંપ પર પૂરતું ડીઝલ ઉપલબ્ધ નથી, જેના કારણે રોજિંદી ખેતી કામગીરી અટવાઈ રહી છે.મર્યાદિત ડીઝલથી ખેડૂતોમાં રોષ સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ કેટલાક પેટ્રોલપંપ પર માત્ર પાંચ લિટર જેટલું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જ્યારે ક્યાંક મર્યાદિત જથ્થો ફાળવવામાં આવે છે. ડીઝલ મેળવવા માટે ખેડૂતો લાંબી લાઈનમાં ઊભા રહેવા છતાં નિરાશ થઈ પરત ફરી રહ્યા છે. બીજી તરફ ખનન સાથે જોડાયેલા વાહનોને પણ પૂરતું ડીઝલ ન મળતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ડીઝલના અભાવે ટ્રેક્ટર અને અન્ય કૃષિ યંત્રો નિષ્ક્રિય બનતા ખેડામણ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સરકાર સમક્ષ ડીઝલ ક્વોટાની માંગ ખેડૂતોએ સરકાર સમક્ષ ગામડાઓ સુધી પૂરતો ડીઝલ પુરવઠો પહોંચાડવાની માંગ ઉઠાવી છે. કૃષિ હેતુ માટે અલગ ડીઝલ ક્વોટો ફાળવવાની પણ માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર ડીઝલ ઉપલબ્ધ નહીં થાય તો વાવણી મોડે પડશે અને તેનો સીધો પ્રભાવ પાક ઉત્પાદન પર પડશે. પુરવઠા વિભાગના અધિકારીઓ મેદાનમાં ન ઉતરતા ખેડૂતોમાં નારાજગી વધી રહી છે. હવે વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Jamnagar News: આગોતરા વાવેતર માટે ધ્રોલ ઉંડ-1 ડેમના 6 દરવાજા ખોલાયા
calendar_today May 21, 2026

Jamnagar News: આગોતરા વાવેતર માટે ધ્રોલ ઉંડ-1 ડેમના 6 દરવાજા ખોલાયા

ધ્રોલ તાલુકાના ખેડૂતો માટે સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ સિઝનમાં ખેડૂતોના આગોતરા વાવેતર અને સિંચાઈની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ધ્રોલના જાણીતા ઉંડ-1 ડેમના 6 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલીને નદીના પટમાં સતત પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે.ચેકડેમો અને જળાશયો છલકાશે, ખેડૂતોને મોટો ફાયદો ડેમમાંથી પાણી છોડવાના કારણે નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા તમામ ચેકડેમો તથા અન્ય નાના જળાશયો પાણીથી તૃપ્ત થઈ જશે. આ પાણીના કારણે ભૂગર્ભ જળના સ્તર પણ ઊંચા આવશે, જેનાથી સ્થાનિક ખેડૂતોને ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. આગોતરા વાવેતર માટે અમૃત સમાન નિર્ણય ચોમાસાની શરૂઆત પહેલા જે ખેડૂતોએ આગોતરા વાવેતરનું આયોજન કર્યું છે અથવા વાવેતર કરી દીધું છે, તેમના માટે આ પાણી અમૃત સમાન સાબિત થશે. સરકારના આ લોકાભિમુખ નિર્ણયથી ધ્રોલ પંથકના જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સિંચાઈની ચિંતા દૂર થઈ છે. આ પણ વાંચો - Jamnagar : 23 વર્ષીય યુવતીએ શાલિગ્રામ એપાર્ટમેન્ટના 10મા માળેથી કૂદીને કર્યો આપઘાત, સીસીટીવી આવ્યા સામે

Read Full Story arrow_forward
Ahmedabad News: BRTS બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત
calendar_today May 21, 2026

Ahmedabad News: BRTS બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી એક અત્યંત ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાણીપમાં આવેલા ડી-માર્ટ નજીક એક સ્પીડમાં આવી રહેલી BRTS બસ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇક સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.એક વ્યક્તિ ગંભીર, હોસ્પિટલમાં સારવાર હેઠળ આ હૃદયદ્રાવક અકસ્માતમાં બાઇક પર સવાર અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય રહ્યું છે. વિસ્તારમાં ચક્કાજામના દ્રશ્યો અકસ્માતને પગલે ડી-માર્ટની આસપાસનો રોડ લોકટોળાથી ઉભરાઈ ગયો હતો. પીક અવર્સ દરમિયાન બનેલી આ ઘટનાને કારણે રાણીપ વિસ્તારના આ મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો પણ ટ્રાફિક હળવો કરવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ પણ વાંચો - Ahmedabad-ગાંધીનગરમાં પારો 43 ડિગ્રી, જાણો 22 મેથી કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ?

Read Full Story arrow_forward