android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar : સ્પાની આડમાં માનવ તસ્કરી કરતા પકડાયેલી શબાનાની 80 લાખની મિલકત પોલીસ જપ્ત કરશે
calendar_today May 21, 2026

Bhavnagar : સ્પાની આડમાં માનવ તસ્કરી કરતા પકડાયેલી શબાનાની 80 લાખની મિલકત પોલીસ જપ્ત કરશે

ગુજરાત રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિઓ આચરનારાઓ વિરૂદ્ધ ભાવનગર પોલીસે એક અત્યંત મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યમાં કદાચ પ્રથમવાર કાયદાની નવી કલમનો ઉપયોગ કરીને ગુનાહિત કમાણીમાંથી વસાવેલી મિલકત જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ભાવનગર પોલીસ હવે સ્પા સેન્ટરની આડમાં માનવ તસ્કરીનું રેકેટ ચલાવી કરોડો રૂપિયાના ગોરખધંધા કરતી મહિલા સંચાલકની અંદાજે 80 લાખ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરવા જઈ રહી છે.શબાનાબેન ફારૂકભાઇ થીમ સામે કાર્યવાહી ભાવનગર ગ્રામ્યના એએસપી ઘનશ્યામ ગૌતમ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ વિરૂદ્ધ 'ઝીરો ટોલરેન્સ' ની નીતિ અપનાવવામાં આવી છે. અગાઉ દેહવ્યાપાર અને સ્પા સેન્ટરો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન શબાનાબેન ફારૂકભાઇ થીમ નામની મહિલા સંચાલક ઝડપાઈ હતી. આ જ પૈસામાંથી મિલકતો ખરીદી પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે શબાનાએ માનવ તસ્કરી અને દેહવ્યાપાર જેવા ગંભીર ગુનાઓ આચરીને ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાની કમાણી કરી હતી અને આ જ પૈસામાંથી મિલકતો ખરીદી હતી. 80 લાખ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરવાની કાયદાકીય પ્રક્રિયા આ ગેરકાયદેસર કમાણી પર તવાઈ બોલાવતા એએસપી ઘનશ્યામ ગૌતમે નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 107 હેઠળ ગુનાહિત આવકમાંથી ઉભી કરાયેલી 80 લાખ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. ગુજરાતમાં આ પ્રકારની આ પ્રથમ કાર્યવાહી માનવામાં આવી રહી છે. પોલીસના આ કડક વલણને પગલે સ્પાની આડમાં ગેરકાયદેસર ધંધા ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રશાસને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુનાખોરીના પૈસાથી એશઆરામ કરનારાઓને હવે બક્ષવામાં નહીં આવે.આ પણ વાંચો----     UNSCમાં ભારતે પાકિસ્તાનને બરાબર ધોયું, કહ્યું, પાકિસ્તાનનો ઈતિહાસ નરસંહારથી ખરડાયેલો..

Read Full Story arrow_forward
Surat : ખનિજ માફિયાઓ પર ભૂસ્તર વિભાગનો સપાટો, રોયલ્ટી વગરની રેતી ભરેલી 8 ટ્રકો ઝડપાઈ
calendar_today May 21, 2026

Surat : ખનિજ માફિયાઓ પર ભૂસ્તર વિભાગનો સપાટો, રોયલ્ટી વગરની રેતી ભરેલી 8 ટ્રકો ઝડપાઈ

સુરત જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને વહન કરતા તત્વો સામે ભૂસ્તર વિભાગે લાલ આંખ કરી છે. સુરત ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ટીમે એક મોટી કાર્યવાહી કરતા કામરેજ તાલુકામાંથી ગેરકાયદેસર રેતી ભરીને જતા વાહનો પર ત્રાટકીને મોટો સપાટો બોલાવ્યો છે. વિભાગ દ્વારા અલગ-અલગ જગ્યાએથી રોયલ્ટી પાસ વગર રેતીનું વહન કરી રહેલી કુલ 8 જેટલી ટ્રકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.માન્ય રોયલ્ટી પાસ કે દસ્તાવેજો મળી આવ્યા ન હતા મળતી વિગતો અનુસાર, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામેથી રેતી ભરેલી ટ્રકો રોયલ્ટી ચોરી કરીને પસાર થવાની હોવાની ચોક્કસ બાતમી ભૂસ્તર વિભાગને મળી હતી. આ બાતમીના આધારે અધિકારીઓની ટીમે વાવ ગામ નજીક વોચ ગોઠવીને ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી 8 જેટલી શંકાસ્પદ ટ્રકોને અટકાવીને તેમના રોયલ્ટી પાસની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ટ્રકો પાસે કોઈ પણ પ્રકારના માન્ય રોયલ્ટી પાસ કે દસ્તાવેજો મળી આવ્યા ન હતા. તમામ 8 વાહનોને સ્થળ પર જ ડિટેઈન કરી લીધા ભૂસ્તર વિભાગે રોયલ્ટી વગર ગેરકાયદેસર રેતી ભરીને જતા તમામ 8 વાહનોને સ્થળ પર જ ડિટેઈન કરી લીધા હતા. આ સમગ્ર રેડ દરમિયાન વિભાગ દ્વારા અંદાજે 80 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં રેતીના જથ્થા સહિત ભારે માલવાહક ટ્રકોનો સમાવેશ થાય છે. ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ તંત્રની આ અચાનક થયેલી સપાટાધારી કાર્યવાહીને પગલે સુરત જિલ્લાના તાપી નદીના પટમાં અને અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર રેતી ખનન અને વહન કરતા ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે.આ પણ વાંચો----  UNSCમાં ભારતે પાકિસ્તાનને બરાબર ધોયું, કહ્યું, પાકિસ્તાનનો ઈતિહાસ નરસંહારથી ખરડાયેલો..

Read Full Story arrow_forward
Cockroach Janta Party: કૉકરોચ જનતા પાર્ટી બનાવનાર કોણ ? 1 કરોડથી વધુ છે ફોલોઅર્સ
calendar_today May 21, 2026

Cockroach Janta Party: કૉકરોચ જનતા પાર્ટી બનાવનાર કોણ ? 1 કરોડથી વધુ છે ફોલોઅર્સ

સોશિયલ મીડિયા પર હાલમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર ટૂંક સમયમાં જ 10 મિલિયન (1 કરોડ) થી વધુ ફોલોઅર્સ મેળવીને આ વર્ચ્યુઅલ પાર્ટીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક કોણ છે? આ પક્ષ અસ્તિત્વમાં આવવા પાછળનું મુખ્ય કારણ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની એક ટિપ્પણી હોવાનું કહેવાય છે, જોકે બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે માધ્યમો દ્વારા તેમની વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. જો કે  ઉલ્લેખનીય છે કે આ કોઈ સત્તાવાર રાજકીય પક્ષ નથી અને ભારતના ચૂંટણી પંચમાં તેની નોંધણી થયેલી નથી. આ રસપ્રદ ડિજિટલ અભિયાન પાછળ કયું મગજ કામ કરી રહ્યું છે અને આ પક્ષનો વાસ્તવિક હેતુ શું છે તેની પર નજર કરીએ. કોણ છે સ્થાપક અભિજીત દિપકે?કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત પુણેના રહેવાસી અભિજીત દિપકે દ્વારા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવી છે. શિક્ષણ: તેમણે પુણેમાંથી જર્નાલિઝમ (પત્રકારત્વ) માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સ (PR) માં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.રાજકીય અનુભવ: વર્ષ 2020 થી 2023 દરમિયાન તેઓ આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા હતા, જ્યાં તેમણે સોશિયલ મીડિયા અને ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી.2020 ની દિલ્હી વિધાનસભા ચૂંટણી વખતે આપ (AAP) ના મીમ-આધારિત ડિજિટલ પ્રચારમાં તેમનો મહત્વનો ફાળો હોવાનું મનાય છે. આ પ્રચાર બાદ તેઓ સક્રિય રાજકારણથી દૂર થઈ વિદેશ જતા રહ્યા હતા.અભિજીત 30 વર્ષનો ભારતીય વિદ્યાર્થી છે જેણે તાજેતરમાં બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સ (PR) માં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે. તેણે સમજાવ્યું, "એક અઠવાડિયા પહેલા, હું નોકરી માટે અરજી કરી રહ્યો હતો, અને પછી આ બધું થયું.  કદાચ ભાગ્યમાં મારા માટે કંઈક બીજું જ લખેલું હશે." જ્યારે તેને વાસ્તવિક કૉકરોચ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું, "હા, હું જ કૉકરોચ છું. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ખરેખર મારા જેવા યુવાનો વિશે વાત કરી રહ્યા હતા.શું છે કોકરોચ જનતા પાર્ટી અને તેનો એજન્ડા?પાર્ટીની ઓનલાઈન પોસ્ટમાં મજાકમાં કહેવામાં આવ્યું છે કે સભ્ય બનવા માટે, વ્યક્તિએ "બેરોજગાર, હંમેશા ઓનલાઈન, વ્યાવસાયિક રીતે બહાર નીકળતો અને આળસુ" હોવું જોઈએ. આ રમૂજ વચ્ચે, કોકરોચ જનતા પાર્ટી યુવા બેરોજગારી, પરીક્ષા પેપર લીક વિવાદ, પ્રણાલીગત પારદર્શિતા અને રાજકીય પ્રતિનિધિત્વ જેવા ગંભીર મુદ્દાઓ પણ ઉઠાવે છે. પાર્ટીએ એમ પણ કહ્યું કે તે ટૂંક સમયમાં જ એક જનરલ z વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરશે જ્યાં યુવાનો નીતિઓ અને શાસન અંગે ચર્ચા કરશે.આ ઉપરાંત, કોકરોચ જનતા પાર્ટીના ઓનલાઈન પ્રકાશિત થયેલા મેનિફેસ્ટોમાં નિવૃત્તિ પછી મુખ્ય ન્યાયાધીશ માટે તમામ રાજકીય પદો પર પ્રતિબંધ, મહિલાઓ માટે 50 ટકા અનામત, મીડિયાની સ્વતંત્રતા અને પાર્ટી બદલુ નેતાઓ પર  20 વર્ષનો પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.યુઝર્સનું શું છે કહેવું ? આ અનોખી પાર્ટીને લઈને ઇન્ટરનેટ યુઝર્સ બે ભાગમાં વહેંચાયેલા જોવા મળે છે:એક પક્ષનું માનવું છે કે આ માત્ર સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવવા માટેનું "મીમ પોલિટિક્સ" છે અને તેનાથી વાસ્તવિકતામાં કોઈ મોટો બદલાવ નહીં આવે.જ્યારે બીજા પક્ષનું કહેવું છે કે આ એક પ્રશંસનીય પ્રયાસ છે, કારણ કે લાંબા સમય પછી કોઈ પ્લેટફોર્મ યુવાનોની ભાષામાં (મીમ્સ અને રમૂજ દ્વારા) તેમની સાચી ચિંતાઓ અને પ્રશ્નોને આટલી પ્રભાવશાળી રીતે રજૂ કરી રહ્યું છે. આ પણ વાંચો- PM Modi ઇટલીના પ્રવાસે.. જુઓ મોદી-મેલોનીની કેમિસ્ટ્રી

Read Full Story arrow_forward