Surat: બિલ્ડરના બંધ ઘરમાંથી 48 લાખની ચોરી, 100 CCTV કેમેરા તપાસી પોલીસે આરોપીને દબોચ્યો
સુરતના અડાજણ પોલીસ મથકની હદમાં આવેલી એક સોસાયટીમાં રહેતા જાણીતા બિલ્ડરના ઘરમાંથી મોટી ચોરી થતાં સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. તસ્કરો બિલ્ડરના ઘરમાંથી રૂપિયા 48 લાખની મસમોટી રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આટલી મોટી રકમની ચોરીની ગંભીરતાને ધ્યાને લઈ અડાજણ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો તાત્કાલિક તપાસમાં જોતરાઈ હતી.100 સીસીટીવી કેમેરાની મદદથી આરોપી ટ્રેક થયોચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી કઈ દિશામાં ભાગ્યો છે તે જાણવા માટે પોલીસે બિલ્ડરના ઘરની આસપાસના તેમજ શહેરના મુખ્ય માર્ગો પર લાગેલા આશરે 100 જેટલા સીસીટીવી (CCTV) ફૂટેજ બારીકાઈથી ચેક કર્યા હતા. સીસીટીવીની કડીઓ જોડતાં જોડતાં પોલીસ એક શંકાસ્પદ બાઇક સવાર સુધી પહોંચી હતી, જેની ઓળખ સુરતના કુખ્યાત અને નામચીન તસ્કર દેવરાજ પાટીલ તરીકે થઈ હતી. પોલીસે વિલંબ કર્યા વિના ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને દેવરાજ પાટીલને રાઉન્ડઅપ કરી લીધો હતો.રાંદેરના મકાનમાં છુપાવી હતી લૂંટની રકમપોલીસની કડક પૂછપરછમાં આરોપી દેવરાજ પાટીલે બિલ્ડરના ઘરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેણે ચોરી કરેલી તમામ રકમ સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા એક મકાનમાં સુરક્ષિત રીતે છુપાવી રાખી હતી. પોલીસે આરોપીની નિશાનદેહી પરથી રાંદેરના એ મકાનમાંથી ચોરીના રૂપિયા ૪૮ લાખ રોકડા પૂરેપૂરા રિકવર કરી લીધા છે. આ ઉપરાંત, બિલ્ડરના ઘરેથી ચોરાયેલા અન્ય સોનાના કિંમતી દાગીના પણ પોલીસે શોધી કાઢ્યા છે. અડાજણ પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરીને તે અન્ય કોઈ મોટી ચોરી કે ઘરફોડના ગુનામાં સંડોવાયેલો છે કે નહીં તે અંગે વધુ તપાસ (રિમાન્ડ મેળવવાની તજવીજ) હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: UK-કેનેડાની વર્ક પરમિટના નામે10.18 લાખની ઠગાઈ, સોશિયલ મીડિયાની એડ જોઈ મહિલા એજન્ટ જ ભેરવાઈ
Read Full Story arrow_forward