android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ગુજરાતમાં કાળઝાળ ગરમીનું મોજું, પવનની દિશા બદલાતા અસહ્ય ઉકળાટથી જનજીવન પ્રભાવિત
calendar_today May 21, 2026

Ahmedabad: ગુજરાતમાં કાળઝાળ ગરમીનું મોજું, પવનની દિશા બદલાતા અસહ્ય ઉકળાટથી જનજીવન પ્રભાવિત

રાજ્યમાં સૂર્યનારાયણ હવે આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની નવીનતમ આગાહી અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી અને ખાસ કરીને ઉકળાટનું પ્રમાણ હજુ પણ વધશે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, દરિયાઈ અને જમીની પવનોની દિશામાં થયેલા મોટા ફેરફારના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના લીધે માત્ર સ્કોર્ચિંગ હીટ (સૂકી ગરમી) જ નહીં પરંતુ અસહ્ય બફારો (હ્યુમિડિટી) પણ લોકોને અકળાવશે. રાજ્યમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રીથી લઈને 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે.અમદાવાદ અને કંડલામાં સૌથી વધુ ગરમીછેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડાઓ પર નજર કરીએ તો, અમદાવાદ શહેર 43.7 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં પણ પારો આસમાને પહોંચ્યો છે, જેમાં કંડલામાં ૪૩.૨ ડિગ્રી, અમરેલીમાં 43.1 ડિગ્રી અને રાજકોટમાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. આ સિવાય સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 42.3 ડિગ્રી તાપમાને લોકોને અકળાવ્યા છે. ઉત્તર ગુજરાતના ડીસામાં 41.4 ડિગ્રી અને સરહદી જિલ્લા ભુજમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.દક્ષિણ ગુજરાતમાં ગરમી ઓછી પણ બફારો વધુબીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનનો પારો થોડો નીચો છે પરંતુ ભેજને કારણે ત્યાં વાતાવરણ ભારે છે. વડોદરા અને ભાવનગરમાં પારો 40.2 ડિગ્રી રહ્યો છે. જ્યારે કેશોદમાં ૩code.૭ ડિગ્રી અને હીરાનગરી સુરતમાં 34.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભલે તાપમાન ઓછું દેખાતું હોય, પણ પવનની દિશા બદલાવાના લીધે ત્યાં પરસેવે રેબઝેબ કરી દેતો ઉકળાટ સૌથી વધુ અનુભવાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં ન આવવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી (પાણી, છાશ, લીંબુ પાણી) લેવા સલાહ આપવામાં આવી છે.આ પણ વાંચો:Gujarat Latest News Updated: રાજકોટમાં પ્રજાના ટેક્સના પૈસાનું પાણી, કૂતરાઓના ખસીકરણ પાછળ 1.2 કરોડ ખર્ચાયા

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated: રાજકોટમાં પ્રજાના ટેક્સના પૈસાનું પાણી, કૂતરાઓના ખસીકરણ પાછળ 1.2 કરોડ ખર્ચાયા
calendar_today May 21, 2026

Gujarat Latest News Updated: રાજકોટમાં પ્રજાના ટેક્સના પૈસાનું પાણી, કૂતરાઓના ખસીકરણ પાછળ 1.2 કરોડ ખર્ચાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad: ધંધૂકા-અમદાવાદ હાઈવે પર ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માત, 7 લોકોને ઇજા, 1 ગંભીર
calendar_today May 21, 2026

Ahmedabad: ધંધૂકા-અમદાવાદ હાઈવે પર ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માત, 7 લોકોને ઇજા, 1 ગંભીર

ધંધૂકા-અમદાવાદ હાઈવે પર નર્મદા કેનાલ નજીક ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. અકસ્માત એટલો જોરદાર હતો કે ઈકો કાર રોડ પર પલ્ટી ખાઈ ગઈ હતી.આ અકસ્માતમાં 7 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફ્કિ જામની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. બાદમાં સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ટ્રાફ્કિ વ્યવસ્થા ફરી શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા જિલ્લાના ડભોઇ નગરનો પરિવાર સાળંગપુર દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે ઓનેષ્ટ હોટલ નજીક કેનાલ માર્ગે વળવાના રસ્તે પાછળ થી પૂર ઝડપે આવેલા ટ્રકે ઈકો ને જોરદાર ટક્કર મારતા કાઈ રોડ પરપલ્ટી ખાઇ ગઈ હતી અકસ્માતમાં ચાલકને ગંભીર ઇજાઓ થતા અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ત્રણ મહિલા અને ત્રણ બાળકોને ધંધૂકા શહેરની આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward