android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ધોલેરા ભાવનગર હાઈવે રક્તરંજીત થયો
calendar_today May 21, 2026

Ahmedabad: ધોલેરા ભાવનગર હાઈવે રક્તરંજીત થયો

ધોલેરા ભાવનગર હાઈવે પર આવેલા ભાલ પંથકના ભરભીડ ટોલનાકાથી અંદાજે એક કિલોમીટર દૂર ત્રણ નંબરની ખાડી પાસે મંગળવારે મોડી રાત્રે માર્ગ અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી મુજબ, ઓવર સ્પીડમાં આવી રહેલી ફેરવીલ કાર આગળ જતાં કન્ટેનરના પાછળના ભાગમાં જોરદાર રીતે ઘૂસી જતા આ દુર્ઘટના બની હતી.આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર રહેલા વિરેન્દ્રસિંહ કિરીટસિંહ સરવૈયા, બળભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા અને ઈમ્તિયાઝભાઈ મલેકનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના કુરછા ઉડી ગયા હતા અને ત્રણેય મૃતદેહોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતદેહોને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માતના બનાવ અંગે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતના બનાવ અંગેની વધુમાં મળતી માહિતી મુજબ, ત્રણેય મિત્રો દિલ્હીથી અમદાવાદ આવી ત્યારબાદ ભાવનગર પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી, જેના કારણે તેમના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. હાઈવે પર કન્ટેનર સાથે ભયાનક ટક્કરથી કારના કુરછા ઉડી ગયા હતા અકસ્માત દરમિયાન કાર સીધી કન્ટેનરના પાછળના ભાગમાં ઘૂસી જતા કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત બની ગઈ હતી. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે ત્રણેય યુવાનોનાં મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે મહેનત કરવી પડી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: બાવળાના કેરાળા ગામે પીવાના પાણીનો કકળાટ : મહિલાઓનો માટલા ફોડીને વિરોધ
calendar_today May 21, 2026

Ahmedabad: બાવળાના કેરાળા ગામે પીવાના પાણીનો કકળાટ : મહિલાઓનો માટલા ફોડીને વિરોધ

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામે ભરઉનાળે પીવાના પાણીનો કકળાટ જોવા મળ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના પીવાના પાણીનો બોર ચાલુ કરવામાં આવ્યો નથી. જેના લીધે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. જે સંદર્ભે મહિલાઓ દ્વારા બાવળા ટીડીઓ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચીને માટલા ફેડી વિરોધ નોંધાવ્યો હતો. સમસ્યા અંગે મહિલાઓ અને ગ્રામજનો દ્વારા બાવળા મામલતદાર, ટીડીઓ કચેરી અને જિલ્લા પંચાયત શાખામાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતુ કે ગામના સરપંચને પીવાના પાણી ઘણા સમયથી ના આવતા હોવા અંગે અવારનવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યુ નથી. ગામમાં પીવાના પાણીનો બોર ઘણા સમયથી બંધ હાલતમાં છે. જેનું હજુ સુધી કનેક્શન પણ કરવામાં આવેલું નથી. હાલ ઉનાળાના સમયે પીવાના તથા વપરાશના પાણી તેમજ પશુઓ માટે પણ પાણી મળતુ નથી. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા તેમની સમસ્યાનો નિકાલ તાત્કાલિક કરવામાં નહીં આવે તો લોકહિતમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: ભરૂચ-નર્મદા જિ.નાં 850 થી વધુ મેડિકલ સ્ટોર બંધ રહ્યાં
calendar_today May 21, 2026

Bharuch: ભરૂચ-નર્મદા જિ.નાં 850 થી વધુ મેડિકલ સ્ટોર બંધ રહ્યાં

ભરૂચ અને નર્મદા જિલ્લાના દવા વેપારીઓએ બુધવારે એક દિવસીય પ્રતિક બંધ પાળી ઈ-ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ બંધમાં અંદાજિત 850 જેટલા મેડિકલ સ્ટોર સંચાલકો જોડાયા હતા. આ વિરોધ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન અને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના આહવાન હેઠળ યોજાયો હતો.ભરૂચ-નર્મદા જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનના પ્રમુખ ભરત શાહે જણાવ્યુ હતુ કે, અનેક ઈ-ફાર્મસી કંપનીઓ પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટીબાયોટિક તેમજ શિડયુલ-એચ હેઠળ આવતી દવાઓનું વેચાણ કરી રહી છે જે આરોગ્ય માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે. તેમણે ચિંતા વ્યકત કરી હતી કે, આવી ગેરરિતીઓના કારણે યુવાનોમાં નશાની લત વધવાની શક્યતા છે. ઉપરાંત ઓનલાઈન માધ્યમથી નકલી દવાઓનું વેચાણ, બોગસ પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ અને બિનનિયમિત દવા સપ્લાય જેવી પ્રવૃત્તિઓમાં પણ વધારો થઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યુ હતુ. ભરત શાહે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, કોરોના કાળ દરમ્યાન આપવામાં આવેલા ખાસ નોટિફિકેશનનો કેટલાક ઈ-ફાર્મસી સંચાલકો દ્વારા દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દવા વેપારીઓએ સરકાર પાસે ગેરકાયદેસર ઓનલાઈન દવા વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની અને ઈ-ફાર્મસી પર અસરકારક નિયંત્રણ લાવવાની માંગ કરી હતી. દવા વેપારીઓએ જણાવ્યુ હતુ કે, અગાઉ પણ ત્રણ વખત વિવિધ સ્તરે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. છતાં સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા કેમિસ્ટોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે સામાન્ય દર્દીઓને અગવડતા ન પડે તે માટે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને દવાઓના વેચાણ માટે મુક્તિ આપવામાં આવી હોવાનું એસોસિએશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યુ હતુ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward