android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: પાટણ શહેરમાં રખડતાં ઢોર છોડાવવા ગયેલી પાલીકાની ટીમ સાથે માથાકુટ કરનાર 4 ઝડપાયાં
calendar_today May 21, 2026

Patan: પાટણ શહેરમાં રખડતાં ઢોર છોડાવવા ગયેલી પાલીકાની ટીમ સાથે માથાકુટ કરનાર 4 ઝડપાયાં

પાટણ શહેરમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી માટે ગયેલી પાટણ નગરપાલિકાની ટીમ સાથે ચાર જેટલા શખ્સોએ માથાકૂટ કરી પાંજરે પુરેલા ઢોર છોડાવી જવાની ઘટના અંગે નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેકટરે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે બે નામજોગ સહિત કુલ 4 વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી વધું તપાસ હાથ ધરી છે. પાટણ શહેરમાં ગત શનિવારે પાટણ નગરપાલિકાની ટીમના ટ્રેક્ટર ચાલક સહિત કુલ 6 જેટલા કર્મીઓ શહેરમાં આવેલ જુના પાવરહાઉસ નજીક રસ્તા પર રખડી રહેલા ઢોરને પકડીને ડબ્બે પુરવા માટે પાંજરામાં લઈ જવાતાં હતાં તે સમયે ચાર જેટલા શખ્સોએ આવીને નગરપાલિકાના કર્મીઓ સાથે માથાકુટ કરી પાંજરામાંથી ઢોર છોડાવી મુકતાં અફરાતફરી મચી જવા પામી હતી. તદ્પરાંત ચારેય શખ્સોએ કર્મીઓને હવે પછી ઢોર પકડશો તો જાનથી મારી નાખવાની ધમકી આપતાં પાલીકાના સેનેટરી ઈન્સ્પેકટર આસમાન પાલે એ ડિવિઝન પોલીસ મથકે ભરવાડ લાલાભાઈ ગોકાભાઈ તથા ગોકાભાઈ સહિત અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવવા પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ચંદ્રુમાણા ગામના યુવક સાથે લગ્નના નામે ઠગાઈ કરનાર વધુ એક આરોપીને SOG પોલીસે ઝડપ્યો
calendar_today May 21, 2026

Patan: ચંદ્રુમાણા ગામના યુવક સાથે લગ્નના નામે ઠગાઈ કરનાર વધુ એક આરોપીને SOG પોલીસે ઝડપ્યો

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના એક ખેડુત યુવકસાથે હડાદ તાલુકાના માંછલા કુવારશી ગામની એક યુવતિને દલાલો મારફ્તે રૂ.2.15 લાખ લઈને લગ્ન કરાવ્યા હતા. લગ્નના થોડા દિવસ પછી દુલ્હનના દાદા બિમાર હોવાનું બહાનું બતાવી દુલ્હનને લઈ ગયા બાદ પરત નહી આવતાં પાટણ તાલુકા પોલીસ મથકે યુવતિ, ચાણસ્માના એક દલાલ સહિત ચંદ્રમાંણા તથા દાંતા અને માછલા ગામના શખ્સો સામે ફરીયાદ નોંધાવતા અગાઉ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ચાણસ્માના શખ્સની ધરપકડ કરી હતી ત્યારબાદ વધુ એક હડાદના કુંવારશીના શખ્સને પણ ઝડપી લીધો છે. પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના ખેડૂત ઘનશ્યામભાઈ નવિનભાઈ ઠાકોરે પાટણ તાલુકા પોલીસ મથકે તેમના ખેતર માલિકના ભાઈ સહિત રણાસણ અને દાંતા ગામના દલાલો તથા દુલ્હન અને તેના ભાઈઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી કે તેમને લગ્ન કરવાના હોવાથી આરોપીઓ દ્વારા હડાદ તાલુકાના માંછલા કુવારશી ગામની યુવતિ સાથે લગ્ન નક્કી કરી રૂ.2.15 લાખ થતાં સોનાનો ઓમ આપી લગ્ન નોંધણી કરાવી હતી. લગ્નના 15 દિવસ બાદ જ દુલ્હનને તેના ભાઈઓ ઈકો ગાડી લઈને આવી દાદા બિમાર હોવાનું જણાવી લઈ ગયા બાદ દુલ્હનને બાદ પરત ન મોકલતાં નોંધાવેલી ફરિયાદ બાદ ચાણસ્માના દલાલ વિશાલ બારોટની એસઓજી પોલીસે ધરપકડ કર્યા બાદ વધું એક હડાદના માંછલા કુવારશી ગામના જીતુભાઈ રાવજીભાઈ કોદરવીની પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ જયદીપસિંહ સોલંકીની ટીમે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleshwar: જૈનાચાર્ય યશોવર્મસૂરીજી મહારાજનો અંકલેશ્વરમાં પ્રવેશ, સામૈયું યોજાયું
calendar_today May 21, 2026

Ankleshwar: જૈનાચાર્ય યશોવર્મસૂરીજી મહારાજનો અંકલેશ્વરમાં પ્રવેશ, સામૈયું યોજાયું

અંકલેશ્વર જૈન સંઘના શિખરબંધી જિનાલયની પ્રતિષ્ઠા કરનારાને બે ઉપાશ્રાય આદિ ધર્મ સંકુલના પ્રેરણા કરનારા જૈનાચાર્ય શ્રીમદ્ વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજા ગચ્છાધિપતિ બન્યા પછી પ્રથમવાર સંઘમાં પધારતા અંકલેશ્વર જૈન સંઘમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને પર્યુષણ જેવો માહોલ સરજાયો હતો. સામૈયા સાથે નગરપ્રવેશ કરાવી વધામણા કર્યા હતા.સામૈયા બાદ પુ.યશોવર્મસૂરીજી મહારાજે વ્યાખ્યાનાં કહેલું કે થોડા જ દિવસ પહેલા એક કંપનીના અધિકારીઓ મળવા આવેલા સત્સંગ પછી મને કહે આજતક હમારી કંપનીમેં સે કોઈ લેબર છૂટા નહિ હુઆ હૈ ઔર આજતક સર ને કીસીકો નૌકરી સે નિકાલા નહિ.. આગળ કહે.. ઓફેરો તો બડી-બડી કંપનીઓ સે આતી હી રહેતી હૈ - પેકેજ ઔર સેલરી ખૂબ જ્યાદા મિલ શકતી હૈ મગર હમારે મેં સે કિસીને કંપની નહિ છોડી, મેં કહ્યું કેમ! મને કહે ગુરૂમહારાજ હમારે રિશ્તે કોઈ મતલબી નહિ મગર બાપ બેટે જૈસે હૈ... બેટા જ્યારે બાપને છોડીને જુદા ફ્લેટમાં ચાલ્યા જાય છે ત્યારે,ને વૃદ્ધાશ્રામમાં મા-બાપને મુકી આવે ત્યારે લાગે કે સંબંધો કેટલા સ્વાર્થ પૂર્ણ બની રહ્યા છે.વધુ પગાર મળતા અધવચ્ચે નોકરી છોડનારા ને પાત્ર મળતા મા-બાપને છોડનારા બંને ગદ્દારો છે. સંબંધો સ્નેહપૂર્ણ બનાવો સ્વાર્થપૂર્ણ નહિ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward