Bharuch: ભરૂચમાં BAPS દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ
ભરૂચના ઝાડેશ્વર BAPS સ્વામીનારાયણ મંદિરના રજત જયંતી વર્ષ નિમિત્તે મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી 20થી 24મી મે સુધી માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય અયોજન કરવામાં આવ્યું છે.ભરૂચના એમ. કે. કોલેજ ગ્રાઉનડ ખાતે આજથી 5 દિવસ સુધી રાત્રે 8:30 કલાકે આયોજિત મહોત્સવમાં સંત અપૂર્વમુનિ સ્વામી નિત્ય અલગ અલગ વિષય પર વક્તવ્ય આપશે. જેમાં માન જો ધારે તો...તમારી સફળતા-તમારો સંકલ્પ, આર્ય સંતાનો સાવધાન..., તમારી સંતતિ-તમારી સંપતિ, મિલેસુર મેરા તુમ્હારા..., તમાર સંબંધો-તમારી સંવાદિતા, હમ ચલે તો હિન્દુસ્તાન ચલે, તમારો દેશ-તમારું સમર્પણ અને ઠાકર કરે તે ઠીક..., તમારી સમસ્યા-તમારી શ્રાદ્ધા વિષય પર પ્રકાશ પાડશે. સાથે સાથે સમસ્ત ભરૂચ જિલ્લાની પ્રજાને પાંચદિવસીય મહોત્સવમાં રોજેરોજ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward