android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: ગોધરા શહેરમાં કચરાના ઢગલાથી લોકો હેરાન-પરેશાન
calendar_today May 21, 2026

Godhra: ગોધરા શહેરમાં કચરાના ઢગલાથી લોકો હેરાન-પરેશાન

ગોધરા શહેરમાં ફરી એકવાર નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. શહેરમાં સફાઇ વ્યવસ્થાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલાઓ યોથાવત જોવા મળી રહ્યા છે.ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલ સબ જેલ પરિસર સામે છેલ્લા કેટલાક દિવસોથી કચરાના મોટા પ્રમાણ મા ઢગલાઓ વેરવિખેર હાલતમાં પડયા હોવાનું સામે આવ્યું છે. કચરામાં રખડતા પશુઓ ખોરાક શોધતા જોવા મળી રહ્યા છે,જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. આ માર્ગ ઉપર ઐતિહાસિક મહાકાળી માતાજીનું મંદિર આવેલું હોવાથી દરરોજ સવાર-સાંજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે. પરંતુ મંદિર નજીક જ કચરાના ઢગલાઓ પડયા હોવાને કારણે દર્શનાર્થીઓ તેમજ સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેલ પરિસરમાં પણ મોટી સંખ્યામાં અરજદારો પોતાના બંદીવાન સગાસંબંધીઓને મળવા માટે આવતા હોય છે. તેઓ પણ ગંદકી અને દુર્ગંધના કારણે હેરાન-પરેશાન થઈ રહ્યા હોવાનું જણાવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: ગોધરા પાલિકાના પ્રમુખ પદે જશોદાબેન પ્રજાપતિની વરણી
calendar_today May 21, 2026

Godhra: ગોધરા પાલિકાના પ્રમુખ પદે જશોદાબેન પ્રજાપતિની વરણી

ગોધરા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને દંડકની વરણી માટે મંગળવારે ચુંટણી પ્રક્રીયા યોજાઈ હતી. દરમિયાન બહુમતી ધરાવતાં ભાજપના સભ્યોમાંથી નગરપાલિકામાં પ્રથમવાર ચૂંટણી લડી વિજેતા થયેલા જશોદા બેન પ્રજાપતિને પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે ઈશાન સોની, કારોબારી અધ્યક્ષ તરીકે ડૉ આંનદકુમાર ઘડિયાળી, શાસક પક્ષના નેતા તરીકે સંજયભાઈ રાણા અને દંડક તરીકે લાલાભાઇ ભીલની મેન્ડેટ આધારિત સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.ગોધરા નગરપાલિકાની તાજેતરમાં નવા સીમાંકન મુજબ સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમવાર બહુમતી મેળવી હતી. ગોધરા શહેરને ફરતે આવેલી છ ગ્રામ પંચાયતનો નગરપાલિકામાં સમાવેશ થતાં મતદારોની સંખ્યામાં વધારો થયો હતો. જેનો સીધો ફાયદો ભાજપને થયો હતો. ચૂંટણી પરિણામ બાદ ભાજપ પ્રદેશ માંથી નિરીક્ષકોએ આવી સેન્સ પ્રક્રિયા યોજી હતી અને પ્રમુખ, ઉપ પ્રમુખ સહિતની નામાવલી પ્રદેશ મોવડી મંડળને મોકલી આપી હતી. જે બાદ આજે બુધવારે નગરપાલિકા ખાતે નિયુક્ત ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કુલ ચાર હોદ્દા માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં જશોદાબેન પ્રજાપતિને પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે ઈશાન સોની, કારોબારી અધ્યક્ષ તરીકે ડૉ આંનદકુમાર ઘડિયાળી,શાસક પક્ષના નેતા તરીકે સંજયભાઈ રાણા અને દંડક તરીકે લાલાભાઇ ભીલની મેન્ડેટ આધારિત સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તમામ હોદ્દેદારોને ગોધરા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા પ્રમુખ મયંકભાઇ દેસાઈ દ્વારા સન્માન કરાયું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: રાજ્યપાલે સવારે યોગાભ્યાસ કરી પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી
calendar_today May 21, 2026

Panchmahal: રાજ્યપાલે સવારે યોગાભ્યાસ કરી પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી

મિડલ ઇસ્ટના યુદ્ધ સંકટ વચ્ચે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પંચમહાલ જિલ્લાના બે દિવસીય પ્રવાસ અર્થે બુધવારે કાલોલ તાલુકાના મલાવ ગામે પહોંચ્યા ત્યારે તેમની સંપુર્ણ યાત્રા સાદગીની મિશાલ બની ગઇ છે. રાજ્યપાલે મલાવ પહોંચવા માટે સામાન્ય નાગરિકની જેમ આજે અમદાવાદ રેલવે સ્ટેશનથી વડોદરા સુધી ટ્રેનની સફર મારફ્તે તેમજ વડોદરાથી હાલોલ સુધી એસ.ટી. બસમાં મુસાફરી કરી હતી.ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં સાઇકલ ચલાવીને પહોંચ્યા હતા. બે દિવસની મુલાકાતે પધારેલા રાજ્યપાલે પ્રથમ દિવસની રાત્રીએ મલાવ ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. જેમાં તેમણે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત ગામ, પ્રાકૃતિક કૃષિ અને શિક્ષણ ઉપર ભાર મુક્યો હતો. મલાવ ગામ અન્ય ગામ કરતા કઈ રીતે આદર્શ ગામ બને તે અંગે જણાવ્યું કે,સફાઈ અને પર્યાવરણની રક્ષા કરવામાં ક્યારેય શરમ અનુભવવી જોઈએ નહીં.પર્યાવરણની રક્ષા અને સફાઇ કરનારા હંમેશા મહાન હોય છે. તદ્ઉપરાંત મહત્વના પ્રસંગે વૃક્ષારોપણ તેમજ વૃક્ષોનું જતન અને પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી હતી. રાત્રી સભાને અંતે રાજ્યપાલે ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. આજે બીજા દિવસે વહેલી સવારે શાળામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કર્યો યોગાભ્યાસ કરીને મલાવ ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. જ્યાં રાજ્યપાલે જાતે ગાય દોહી સાયકલ પર સવાર થઇને મલાવ સહકારી દૂધ મંડળીમાં દૂધ ભરવા માટે પહોંચ્યા હતા. ખેતરમાં હળ ચલાવીને હળદરનું વાવેતર પણ કર્યું હતું. ખેડૂત પરિવાર સાથે પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward