Dahod: દેવગઢબારીઆ શહેરની જીવાદોરી સમાન પાનમ નદીના પાણી સૂકાયા
દેવગઢબારીઆ શહેરની જીવાદોરી સમાન પાનમ નદીમાં પાણી ધીમે ધીમે સુકાઈ જતા નગરની જનતા માટે પીવાના પાણીનો વિકટ પ્રશ્ન આવનારા સમયમાં ઉપસ્થિત થાય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.દેવગઢબારીઆની આ પાનમ નદી માંથી પીવાનું પાણી વર્ષોથી શહેરની જનતાને પાઈપલાઈન દ્વારા આપવામાં આવે છે. પંદર વર્ષ પહેલા સવારે અને સાંજે બે ટાઈમ લોકોને પાણી મળતું હતું. જ્યારે હાલમાં દર બે દિવસે પાણી મળે છે અને તેમાંય પણ કોઈ નક્કી હોતું નથી.પાનમ નદીમાં ભૂગર્ભ કુવા બનાવી પાણી નો સંગ્રહ કરી એ પાણી નદી કાંઠે બનેલ સમ્પમાં ખાલી કરાતું હોય છે. જ્યા ફ્લ્ટિર પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરી નગરની જનતાને અપાય છે. પરંતુ લગભગ વોટર ફ્લ્ટિર પ્લાન્ટ દસ વર્ષ અગાઉ ઉદઘાટન થયું તે દિવસથી બંધ છે. જે રીપેરીંગની તસ્દી તંત્ર લેતું નથી. પાનમ નદીના કુવામાં પણ પાણી હાલમાં શેવાળવાળું અને દુષિત હોવાનું જનતા જણાવી રહ્યું છે. પાનમ નદીના પટમાંથી રોજ ગેરકાયદે રેતી ખનન થાય છે, જેના કારણે નદીના જળસ્તર નીચે ગયા છે અને ચેકડેમ સહિત કુવામાં પાણી સુકાઈ રહ્યું છે. પાનમ નદીમાં બનેલ ભૂગર્ભ ચેકડેમ નજીક થોડા અંતરે રાતદિવસ હિટાચી જેવા મશીનો નો ઉપયોગ કરી રેતી ખનન કરી હાથી પણ ડૂબી જાય તેવા ઊંડા ખાડા અને ખીણો આખી નદી માં ઠેર ઠેર બનતા પાણીના સ્તર નીચે જતા માણસો તો ઠીક પણ પશુઓ માટે પાણીની સમસ્યા વધારે ઘેરી બનશે તેવું હાલમાં જણાઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા શહેરીજનોને પીવાનું પાણી માટે અગવડતા નહીં પડે તેને માટે આગોતરું આયોજન કરવા માગ કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward