Panchmahal: બોડેલી નગરના હરખલી કોતરની સમસ્યાના ઉકેલ માટે હિલચાલ
બોડેલી નગરના મધ્યમાંથી પસાર થતી હરખલી કોતરની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે હવે બોડેલી નગરપાલિકા હરકતમાં આવી છે. નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણીના બીજા જ દિવસે નવી બોડી દ્વારા હરખલી કોતરનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવતા નગર વાસીઓમાં હવે વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી આશા બંધાઈ છે.બોડેલી નગરમાં ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી રહીશો માટે માટે માથાના દુખાવો બની રહી છે. ભારે વરસાદ પડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થાય છે. સાથે જ રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. નવ રચિત બોડેલી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાની ટીમે નગરના વર્ષોથી સળગતા પ્રશ્ન એવા હરખલી કોતર પાસેના વિસ્તારો જકાત નાકા વિસ્તાર, કુંભારવાડા, શેખ મહોલ્લા,દિવાન ફ્ળીયા, વર્ધમાનનગર અને રઝાનગર જેવા વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. નિરીક્ષણ દરમિયાન હરખલી કોતરમાં ગંદકી, ઝાડી ઝાંખરા અને પાણીના પ્રવાહમાં અવરોધો વર્ષોથી યથાવત હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસા પહેલા માત્ર કાગળ પરની કામગીરી અને નિરીક્ષણ થાય છે, પરંતુ વરસાદ શરૂ થતાં જ સમસ્યા ફરી યથાવત બની જાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward