Vadodara: સોલર યોજના અંગે જાગૃતિ ફેલાવવા નાટક ભજવાયું
શિનોર તાલુકા મથકે એમજીવીસીએલ દ્વારા સોલાર યોજનાનો વ્યાપ વધારવા માટે વીજ ગ્રાહકો જાગૃત થાય તે માટે નાટક રૂપે તેના ફાયદાઓથી અવગત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.શિનોર તાલુકા મથકનુ ગામ હોય વધુ વીજ ગ્રાહકો છે. હાલમાં રાજ્ય સરકાર અને એમજીવીસીએલ દ્વારા સોલાર મફ્ત વીજળી યોજના હેઠળ લોકો ને માહિતગાર કરવા કાર્યક્રમો યોજાય છે.તે અંતર્ગત આજે શિનોર એમજીવીસીએલના નાયબ ઈજનેર કુંદનસિંહની ઉપસ્થિત અને માર્ગદર્શન હેઠળ શિનોર ભરચક વિસ્તાર બસ સ્ટેન્ડ ખાતે વીજ ગ્રાહકોને જાગૃત કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેઓ દ્વારા સૌ વીજ ગ્રાહકો સોલાર લગાવે તો ગ્રાહકોને આર્થિક બચત સાથે દેશમાં વીજળીની પણ બચત થાય માટે મોડેલ વિલેજ ના સો ટકા લક્ષય ને પૂર્ણ કરવા સહભાગી થવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. તેમજ સામાન્ય માણસને પણ સમજણ પડે તે માટે નાટક સ્વરૂપે સોલાર રૂકટોપ યોજનાના ફયદાઓ સમજાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વીજ ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward